scorecardresearch
Premium

Starlink India: એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું, હવે આકાશ માંથી દરેક ગામમાં પહોંચશે ઈન્ટરનેટ!

Starlink Satellite Service License In India: એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટેનું લાઇસન્સ મળી ગયું છે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. જાણો નવી ઇન્ટરનેટ સેવાનો ગામડાં અને શહેરોને કેવો ફાયદો થશે.

Starlink Satellite Service License In India | Starlink internet Service | elon musk Starlink
Starlink Satellite Service In India | એલોન મસ્કની સ્ટારલિંક કંપનીને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા લાઇસન્સ મળ્યું છે. (Photo: @Starlink)

Elon musk Starlink Satellite Service In India : દુનિયાના અબજોપતિ એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે યુનિફાઇડ લાઇસન્સ મળી ગયું છે અને આ સાથે સ્પેક્ટ્રમ ફાળવણી માટે નીતિગત માળખાને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ માહિતી આપી હતી.

દેશમાં પ્રથમ મોબાઇલ કોલના 30 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી હતી. “સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે યુનિફાઇડ લાઇસન્સ આપવામાં આવ્યું છે. સ્પેક્ટ્રમ ફાળવણી અને ગેટવેના નિર્માણ માટે નીતિગત માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેથી સેવાઓના રોલ-આઉટમાં કોઈ અડચણ ન આવે. ’

ગેટવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટેલાઇટ માંથી ડેટા ભારતમાં લાવવા અને ભારતના ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવુ જરૂરી રહેશે. ભારતી ગ્રુપ સમર્થિત યુટેલસેટ, વનવેબ અને જિયો એસઇએસ પણ સેટેલાઇટ આધારિત સંચાર સેવાઓ શરૂ કરવા માટે સ્પેક્ટ્રમ ફાળવણીની રાહ જોઇ રહ્યા છે. સિંધિયાએ કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની ડિજિટલ યાત્રા એક હદ સુધી અસાધારણ રહી છે.

દૂર અંતરિયાળ ગામડાં થી લઇ મહાનગરો સુધી ડિજિટલ એક્સેસથી નાગરિકોને સશક્ત બનાવવામાં આવ્યા છે. અને, તેણે ભારતને વાજબી અને સર્વસમાવેશક ટેકનોલોજીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રેસર બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં 1.2 અબજ ટેલિફોન કનેક્શન છે અને ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સ 286 ટકા વધીને 97 કરોડ થયા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ એલોન મસ્કની માલિકીની કંપનીએ Vandenbueg Space Force એ બેઝથી ફાલ્કન 9 રોકેટ પર 28 નવા સ્ટારલિંક સેટેલાઈટ સફળતાપૂર્વક મોકલ્યા હતા. ઉપગ્રહોની નવી બેચ, જે સ્ટારલિંકના 10-26 મિશનનો ભાગ છે, તે હાલના 8,000 સ્ટારલિંક ઉપગ્રહો સાથે જોડાય છે જે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં પહેલેથી જ સ્થાપિત છે. આ નવા ઉપગ્રહોને મોકલવાનું કારણ સ્ટારલિંકનો બે કલાકથી વધુનો વૈશ્વિક આઉટેજ હતો. આઉટેજ નેટવર્ક સોફ્ટવેરની ખામીને કારણે થયો હોવાનું કહેવાય છે.

સ્ટારલિંક કેવી રીતે કાર્ય કરે છે અને શું ખાસિયત છે?

પરંપરાગત ઉપગ્રહ પ્રદાતાઓને સામાન્ય રીતે ગતિ અને વિલંબની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ સ્ટારલિંક હજારો નાના ઉપગ્રહોના જૂથનો ઉપયોગ કરે છે જે લેટેન્સી સાથે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે એક બીજા સાથે સંચાર કરે છે.

Web Title: Elon musk india starlink satellite internet service license jyotiraditya scindia as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×