ટ્વિટરને લઈને વ્હાઇટ હાઉસે એક મોટું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસએ કહ્યું કે અમે ટ્વિટર પર થઇ રહેલી ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ. ત્યારે ટ્વિટરના સીઈઓ એલન મસ્કએ મોટો દાવો કર્યો છે. એલન મસ્કે કહ્યું કે એપલ પોતાનાં એપ સ્ટોરમાંથી ટ્વિટરને હટાવાની ઘમકી આપી છે.
વાસ્તવમાં, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જિન- પિયરે ટ્વિટરને ખોટી સૂચના માટે વેક્ટર બનવા વિષે જણાવ્યું હતું કે, ” આના પર અમે ચોક્કસપણે નજર રાખીએ છીએ.” જિન-પિયરે કહ્યું કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે જયારે પણ કોઈ ખોટી માહિતીની વાત આવે ત્યારે તેઓ પગલાં લઇ શકે છે. કે જયારે કોઈ નફરતની વાત આવે ત્યારે અમે જોઈ રહ્યા છીએ. જેથી કાર્યવાહી આગળ થઇ શકે છે.
આ પણ વાંચો: Message yourself : વૉટ્સ એપ યુઝર્સ હવે કરી શકશે પોતાની સાથે વાતો, નવા ફિચરનો આ રીતે કરો યુઝ
સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી છે કે તેઓ પોતાના પ્લેટફોર્મને કોઈ પણ ઉપયોગકર્તા દ્વારા હિંસા ભડકાવવા માટે ઉપયોગ કરવાથી રોકવા જોઈએ, આ ઉપરાંત વ્યક્તિગત સમુદાયો પર નિર્દેશિત હિંસા ભડકાવવા માટે ઉપયોગ કરતા હોઈ તે પણ રોકવું જોઈએ.