scorecardresearch
Premium

Dhanteras 2023 : સોનાના દાગીનાની શુદ્ધતા વિશે શંકા છે? આ મોબાઇલ એપથી ઘરે બેઠા ગોલ્ડ જ્વેલરીના હોલમાર્કનું વેરિફિકેશન કરો

Gold Jewellery Buy On Dhanteras And Diwali : સોનાના દાગીના હોલમાર્ક વાળા જ ખરીદવા. સોનાના દાગીનાની શુદ્ધતા તપાસવા માટે બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્ (બીઆઈએસ) એ એક મોબાઈલ એપ લોન્ચ કરી છે

Gold Jewellery hallmark | gold bis hallmark | bis care app | Gold Jewellery purity
ભારતમાં માત્ર હોલમાર્ક વાળા સોનાના દાગીનાનું વેચાણનો નિયમ લાગુ થયો છે. (Photo – BIS Web)

Gold Jewellery Buy On Dhanteras And Diwali 2023 : ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. સોનાની ખરીદી કરતી વખતે બહુ સાવચેત રાખવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે સોનાના દાગીના ઓછા કેરેટના કે નકલી ન આવે. તહેવારોની આ સીઝનમાં જ્યારે તમે મોંઘા સોનાની ખરીદી માટે બજારમાં જશો ત્યારે એક સ્માર્ટફોન એપ્લિકેશન તમને દાગીનાની શુદ્ધતા ચકાસવામાં મદદ કરી શકે છે.

બીઆઈએસ કેર એપ (BIS Care App)

સોનું ખરીદનાર લોકોને મદદ કરવા માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS એ એક મોબાઈલ એપ લોન્ચ કરી છે . ‘BIS Care App’ નામની આ એપ્લિકેશન દેશમાં તમામ પ્રકારના સોનાના દાગીનાને ટ્રેક કરવામાં મદદ કરે છે. સોના ઉપરાંત બીઆઈએસ કેર એપ ચાંદીના ઘરેણાંને પણ ટ્રેક કરે છે. એપ્લિકેશન માત્ર હોલમાર્કવાળી સોના – ચાંદીની લગડી-સિક્કા અને દાગીના માટે છે. BIS કેર એપ જ્વેલરીની શુદ્ધતા વિશે ખરીદદારોને રિયલ-ટાઇમ અપડેટ આપે છે.

HUID શું છે? (What’s HUID?)

HUID એટલે હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ વેબસાઈટ જણાવે છે કે, ઈ-હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) નંબર એ છ આંકડાનો એક ખાસ આલ્ફાન્યૂમેરિક કોડ છે, જેમાં અક્ષરો અને અંકો બંનેનો સમાવેશ થાય છે. હોલમાર્કિંગ પ્રક્રિયા દરમિયાન, દરેક દાગીનાને એક પ્રકારનો HUID નંબર આપવામાં આવે છે. આ યુનિક નંબર એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટરમાં હેન્ડ-સ્ટેમ્પિંગ દ્વારા ઘરેણાં પર અંકિત કરવામાં આવે છે.

1 એપ્રિલ, 2023થી દેશભરમાં હોલમાર્ક વગરની સોનાની લગડી- સિક્કા, દાગીના તેમજ ગોલ્ડ આઈટમના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ પ્રકારની સોનાની આઈટમમાં 6 આંકડાનો નું HUID હોવું જરૂરી છે. સોનાની આઈટમ આ આલ્ફાન્યુમેરિક આઇડેન્ટી નોડલ એજન્સીને જ્વેલર્સ પર કરવામાં આવેલા વેચાણ અને ખરીદીને ટ્રેક કરવામાં મદદ કરે છે. 2021માં HUID માળખામાં સુધારો કરવામાં આવ્યો હતો. ચાર કે પાંચના બદલે હવે HUID પાસે ત્રણ સિમ્બોલ છે. હોલમાર્કિંગના માળખામાં – BIS હોલમાર્ક, શુદ્ધતાનો ગ્રેડ અને 6 આંકડાનો આલ્ફાન્યૂમેરિક નંબર (HUID)નો સમાવેશ થાય છે.

Gold Price Record High | Gold Silver Rate Today | Gold Price Record High | Gold price on Diwali and Dhanteras | Gold price | Silver Price
ભારતમાં ધનતેરસ અને દિવાળી પર સોનું-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. (Express Photo by Rohit Jain Paras)

BIS કેર એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

(1) મોબાઇલમાં BIS કેર એપ્લિકેશન કરો.
(2) મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરો.
(3) તમારું નામ, ફોન નંબર અને ઈમેલ સરનામું દાખલ કરો
(4) ઓટીપી (વન-ટાઇમ પાસવર્ડ) દાખલ કરીને તમારા ફોન નંબર અને ઇમેઇલનું વેરિફિકેશન કરાવો.

આ પણ વાંચો | સોનું ખરીદતા પહેલા ટેક્સના નિયમ જાણો; સોનામાંથી થયેલી કમાણી પર ચૂકવવો પડે છે આટલો ટેક્સ

બીઆઈએસ કેર એપનો ઉપયોગ કેવી રીતે કરવો (How To Use BIS Care App)

સત્તાવાર BIS ટ્વિટર એકાઉન્ટની એક ટ્વીટ મુજબ, તમે બીઆઈએસ કેર એપમાં “વેરીફાઈ HUID” ફીચરનો ઉપયોગ કરીને હોલમાર્કે કરેલી જ્વેલરીની અધિકૃતતા ચકાસી શકો છો.

Web Title: Dhanteras diwali 2023 gold jewellery purity check bis care app hallmark verification as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×