scorecardresearch
Premium

Dhanteras 2023 : વિક્રમ સંવત 2079માં રોકાણકારોને સોના કરતા ચાંદીમાં સવાયું રિટર્ન, નવા વર્ષે ગોલ્ડ – સિલ્વરના ભાવ ક્યાં પહોંચશે? જાણો

Gold Silver Return on Dhanteras 2023 : વિક્રમ સંવત 2079માં સોનામાં ડબલ ડિજિટમાં રિટર્ન મળ્યુ છે તો સિલ્વરમાં રોકાણકારોને ચાંદી ચાંદી થઇ ગઇ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા માર્કેટ એક્સપર્ટ્સ સોના-ચાંદીમાં તેજી ચાલુ રહેતા ભાવ નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચવાની આગાહી કરી રહ્યા છે

dhanteras 2023 | gold silver buying on Dhanteras 2023 | Gold Silver price | Gold Silver return | gold silver price outlook
ધનતેરસ અને દિવાળી પર સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. (Photo – Freepik)

Gold Silver Investment Return On Dhanteras 2023 : ધનતેરસ અને દિવાળીમાં સોનું -ચાંદી ખરીદનારને વિક્રમ સંવત 2079માં દમદાર રિટર્ન મળ્યું છે. તેમાંય સોનાની તુલનાએ ચાંદીમાં રોકાણ કરનારને ચાંદી ચાંદી થઇ ગઇ છે. વિક્રમ સંવત 2079માં સોનાની તુલનાએ ચાંદીએ વધારે રિટર્ન આપ્યું છે. વૈશ્વિક મંદી, નાણાંકીય કટોકટી, વધતી મોંઘવારી ભૂરાજકીય તણાવ જેવા પરિબળોના લીધે સોના- ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે અને પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા વિક્રમ સંવત 2080માં પણ સોના – ચાંદીના ભાવ નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી જવાની આદાહી કરવામાં આવી છે.

વિક્રમ સંવત 2079માં સોનામાં કેટલું રિટર્ન મળ્યું (Gold Investment Return In Vikram Samvat 2079)

કોરોના મહામારી બાદ સોનું સતત વધી રહ્યું છે અને આગામી સમયમાં પણ તેજી રહેવાની આશા છે. વિક્રમ સંવત 2079માં સોનામાં રોકાણકારોને ડબલ ડિજિટમાં શાનદાર રિટર્ન મળ્યું છે. સંવત 2079ની ધનતેરસ એટલે કે 10 નવેમ્બર 2023ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 700 રૂપિયા વધીને 62700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે વિક્રમ સંવત 2078મા ધનતેરસના રોજ સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 52600 રૂપિયા હતી. આમ છેલ્લા એક વર્ષમાં પ્રતિ 10 ગ્રામ દીઠ સોનાની કિંમત 10100 રૂપિયા વધી છે. ટકાવારીન રીતે રોકાણકારોને સોનામાં 19.20 ટકાનું રિટર્ન મળ્યું છે.

Gold Sivler Rate Today | gold price today | silver price today | gold investment | gold buying on Dhanteras Diwali
સોનું – ચાંદી રોકાણ કરવા માટેનો સુરક્ષિત વિકલ્પ છે. (Photo – Freepik)

રોકાણકારોને ચાંદી ચાંદી (Silver Investment Return In Vikram Samvat 2079)

સોનાની સરખામણીએ રોકાણકારોને ચાંદીમાં તગડું રિટર્ન મળ્યું છે. સંવત 2078માં ધનતેરસના દિવસે સ્થાનિક બજારમાં એક કિલો ચાંદીનો ભાવ 58500 રૂપિયા હતો. જે સંવત 2079માં વધીને 72500 રૂપિયા થયો છે. આમ છેલ્લા એક વર્ષમાં ચાંદી એક કિલો દીઠ 14000 રૂપિયા મોંઘી થઇ છે. જો ટકાવારીમાં વાત કરીયે તો રોકાણકારોને ચાંદીમાં 23.93 ટકા રિટર્ન મળ્યું છે, જે ગોલ્ડના 19 ટકાના રિટર્નની તુલનાએ વધારે છે.

વિક્રમ સંવત 2079માં સોના-ચાંદીના રોકાણ પર વળતર

વિગત22/10/202210/11/2023વધારોટકાવારી
સોનું₹52600 ₹62700₹1010019.20 ટકા
ચાંદી₹58500₹72500₹1400023.93 ટકા
(સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયામાં અને ચાંદીના ભાવ પ્રતિ 1 કિલો રૂપિયામાં)

સોનું 70000 અને ચાંદી 85000 થવાની આગાહી (Gold Silver Price Outlook)

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા બુલિયન એક્સપર્ટ્સ નવા વર્ષમાં સોનાની કિંમત 70000 રૂપિયાની નવી ઐતિહાસિક ટોચને સ્પર્શી જવાની આગાહી કરી રહ્યા છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઇઝરાયલ – હમાસ યુદ્ધ બાદ સોના-ચાંદીમાં ઝડપી તીવ્ર ઉછાળો નોંધાયો છે. આ ભૂરાજકીય તણાવની સાથે સાથે વૈશ્વિક નાણાંકીય કટોકટી સર્જાઈ તો સેફ હેવન એસેટ્સ ક્લાસમાં તેજીનો માહોલ રહેશે. સ્થાનિક બજારમાં 31 ઓક્ટોબર, 2023ના રોજ સોનાએ 63500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઐતિહાસિક ઉંચો ભાવ બનાવ્યો હતો.તે જોતા માર્કેટ એક્સપર્ટ્સ આગામી નવા વર્ષે સોનું 70000 રૂપિયાને સ્પર્શી જવાની આગાહી કરી રહ્યા છે. વૈશ્વિક બજારમાં હાલ સોનું 2000 ડોલરની આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.

તેવી જ રીતે 1 કિલો ચાંદીનો ભાવ 72500 છે. સપ્ટેમ્બરમ મહિનામાં મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ (MOFSL)ના એક રિપોર્ટ અનુસાર ચાંદીના ભાવ આગામી 12 મહિનામાં ₹82,000 અને ત્યારબાદ ₹85,000 સુધી પહોંચી શકે છે.

Web Title: Dhanteras 2023 gold silver double digit return in vikram samvat 2079 gold silver price outlook as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×