લોકો સદીઓથી સોનામાં (Gold) રોકાણ કરતા આવે છે. કારણ કે પીળી ધાતુને ડેટ અને ઈક્વિટીની તુલનામાં વધુ સુરક્ષિત રોકાણનો વિકલ્પ માનવામાં આવે છે. મોટાભાગના રોકાણકારોના પોર્ટફોલિયોમાં ગોલ્ડ જરૂર હોય છે, કારણ કે આમાં સૌથી વધુ રિટર્ન મળ્યું છે.
ધનતેરસ પર મોટાભાગના લોકો સોનું ખરીદે છે. કારણ કે ધનતેરસ પર સોનું ખરીદવાને લોકો સુવર્ણ અવસર માને છે. ત્યારે લોકો સોનું ઓળખ ધરાવનાર સોની પાસેથી જ ખરીદે છે. પરંતુ આ વખતે અમે તમારા માટે એક નવો વિકલ્પ લઇને આવ્યા છીએ. જેના પર તમે સરળતાથી વિશ્વાસ મૂકી શકો છો. આ વિકલ્પ સુરક્ષિત પણ છે.
આ વખતે તમે ધનતેરસ પર ડિજિટલ ગોલ્ડ પણ ખરીદી શકો છો. જે વધુ સુરક્ષિત છે. હવે તમે પેટીએમ, ફોન પે તેમજ ગૂગલ પે એપ દ્વારા ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે સૌપ્રથમ તમારા ફોનમાં આ એપમાંથી કોઇ પણ એપ ડાઉનલોડ કરવાની રહેશે.
આ બાદ સર્ચ બોક્સમાં ગોલ્ડ લખશો એટલે ડિજિટલ ગોલ્ડ ખરીદવાના વિકલ્પો દેખાશે. જ્યારે તમે એપ ખોલશો તો તમને 24 કેરેટ સોનાનું મૂલ્ય દેખાશે. જો તમે ફોન પેથી ગોલ્ડ ખરીદવાનું વિચારો છો તો તમે એપ ડાઉનલોડ કર્યા બાદ સર્ચ ઓપ્શનમાં ગોલ્ડ ટાઇપ કરો. જ્યાં તમને ગોલ્ડ ખરીદવાના વિકલ્પ જોવા મળશે. તમે જેટલા રૂપિયાનું સોનું ખરીદવા ઇચ્છો છો તેટલા રૂપિયા નાંખશો એટલે સોનાનો વજન જોવા મળશે તેમજ વજન બાદ તેની કિંમત જાણવી હોય તો તમે વજન નાંખશો એટલે તેની કિંમત જાણી શકશો.
જોકે 1 ગ્રામ ડિજિટલ ગોલ્ડની કિંમત 5,117.19 રૂપિયા છે. જેના પર 3 ટકા જીએસટી દર ચૂકવવો પડશે. એટલે કે તમારે કુલ 5270.71 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
ફોન પેની જેમ ગૂગલ પે અને પેટીએમ દ્વારા તમે ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. આ તમામ એપમાં સોનાની કિંમત રિયલ ટાઇમ હશે અને તેમાં બદલાવ પણ થઇ શકે છે. જ્યારે તમને આ રીતે ગોલ્ડ ખરીદવાથી રાહત પણ મળી શકે છે. જો તમારી પાસે કોઇ કૂપન છે તો તમે તેનો ઉપયોગ કરીને કેશબેક પણ મેળવી શકો છો.
ડિજીટલ ગોલ્ડ ખરીદવાના ફાયદા
ઓછા પ્રમાણમાં પણ સોનું ખરીદી શકો છો. તમે 100 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો. જેના દ્વારા તમે શુદ્ધ સોનામાં રોકાણ કરો છો અને જ્વેલરી મેકિંગનો ખર્ચ આવતો નથી. તેનાથી પૈસાની બચત પણ થાય છે. તેનાથી ફિઝીકલ ગોલ્ડની જેમ સુરક્ષિત રાખવા માટે પરેશાન થવું ન પડે.