scorecardresearch
Premium

salary hike: કર્મચારીઓ આનંદો, કંપનીઓ બે આંકડામાં પગાર વધારો કરશે

salary hike: વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં નોકરી છોડવાનો દર 20.3 ટકાના ઉંચા સ્તરે પહોંચતા કંપનીઓ પર પગાર વધારવાનું દબાણ વધ્યુ.

salary hike: કર્મચારીઓ આનંદો, કંપનીઓ બે આંકડામાં પગાર વધારો કરશે

salary hike: કોરોના મહામારીના બે વર્ષ બાદ આર્થિક ગતિવિધિઓ વધવાની સાથે સાથે કંપનીઓ (companies) તેમના કર્મચારીઓના પગાર પણ વધારી (employees salary hike) રહી છે. વેપાર-ધંધામાં વધારો થતા કંપનીઓ વર્ષ 2023 (year 2023)માં તેમના કર્મચારીઓના પગાર (employees salary)માં બે આંકડામાં વધારો કરી શકે છે.

ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઇડર કંપની એઓએન પીએલસી એ ભારતમાં પગાર વધારા અંગે તાજેતરમાં એક સર્વે કર્યો હતો. આ સર્વે અનુસાર વર્ષ 2023 (year 2023)માં ભારતીય કંપનીઓ તેમના કર્મચારીઓ (employees)ના પગાર (employees salary)માં સરેરાશ 10.4 ટકાનો વધારો કરશે તેવી અપેક્ષા છે.

આ આંકડો ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા 9.9 ટકાની વેતન વૃદ્ધિ (salary hike)ના અનુમાન કરતા વધારે છે. નોંધનીય છે કે વર્ષ 2022 (year 2022) દરમિયાન પગારદાર કર્મચારીઓના પગારમાં સરેરાશ 10.6 ટકાની વૃદ્ધિ થઇ છે.

આ સર્વે દેશભરના 40થી વધારે ઔદ્યોગિક ક્ષેત્રોની 1300 કંપનીઓના આંકડાઓના વિશ્લેષ્ણો પર આધારિત છે. આ સર્વેના એનાલિસિસ રિપોર્ટમાં જણાવાયુ છે કે, વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં નોકરી છોડવાનો દર 20.3 ટકાના ઉંચા સ્તરે પહોંચ્યો હતો. આથી કંપનીઓ પર પગાર વધારવાનું દબાણ વધી રહ્યુ છે. વર્ષ 2021માં કર્મચારીઓનો પગાર 21 ટકા વધ્યો હતો. સર્વેમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, કર્મચારીઓના વેતનમાં વધારોનો તબક્કો આગામી કેટલાંક મહિનાઓ સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

ભારતમાં એઓનમાં હ્યુમન કેપિટલ સોલ્યુશન્સ પાર્ટનર આર. ચૌધરીએ જણાવ્યુ કે, વૈશ્વિક પડકારો અને ઉંચા મોંઘવારી દર વચ્ચે પણ વર્ષ 2023 દરમિયાન ભારતમાં અંદાજીત પગાર વધારાનો દર બે આંકડામાં રહેશે.

Web Title: Companies increases 10 4 percent employees salary year

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×