Why People Come Out From Car CNG Filling Process: સીએનજી કાર પેટ્રોલ ડીઝલ કરતા સસ્તી પડે છે. આથી ભારતમાં પણ સીએનજી કાર ચલાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ભારતમાં ઘણી ઓટો કંપનીઓએ સીએનજી કાર મોડલ રજૂ કર્યા છે. જો કે તમે ક્યારેય વિચાર્યું છે, સીએનજી પમ્પ પર કારમાં સીએનજી પુરાવતી વખતે કારની અંદર બેઠેલા લોકોને બહાર આવવાનું કેમ કહેવામાં આવે છે? ચાલો જાણીયે
સામાન્ય રીતે કારમાં બેઠેલા લોકો બહાર નીકળવાથી કારમાં સીએનજી ગેસ ભરવાની પ્રક્રિયા સરળ અને ઝડપી થાય છે. સીએનજી પુરવાતી વખતે પાઇપમાં 200-250 Barsનું પ્રેશર રહે છે. એવામાં કાર ખાલી રાખવામાં આવે છે, જેથી વધારે વજનના કારણે તિરાડ ન પડે.
સીએનજી પુરાવતા સમયે સૌથી મહત્વ વાત લોકોની સુરક્ષા હોય છે. લોકોની સુરક્ષા માટે જ સીએનજી પુરાવતી વખતે લોકોને કારની બહાર ઉતરવા કહેવાય છે. સીએનજી ગેસ તીવ્ર દબાણ સાથે સિલિન્ડરમાં ભરવામાં આવે છે. જો ક્યાંક થી ગેસ લીક થાય અને આગ લાગે તો મોટી દૂર્ઘટના થઇ શકે છે.
પેટ્રોલ અને ડીઝલની તુલનામાં સીએનજીનું મીટર થોડુંક અલગ હોય છે. આવી સ્થિતિમાં સીએનજી પુરાવતી વખતે કારની બહાર નીકળી એ વાતનું ધ્યાન રાખો કે પુરતા પ્રમાણમાં સીએનજી ભરવામાં આવે.
અમુક લોકોને સીએનજી ગેસની ગંઘથી મુશ્કેલી પડે છે. સીએનજી ગેસની ગંઘથી માથામાં દુખાવો થવો, ઉલ્ટી – ઉબકા કે ચક્કર આવે છે. આવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને ટાળવા માટે સીએનજી પુરાવતી વખતે લોકોને કાર માંથી બહાર નીકળવા સૂચના અપાય છે.
આ પણ વાંચો | ઉનાળામાં બાઇક ચલાવતી વખતે 7 બાબતનું ધ્યાન રાખો, એન્જિનથી લઇ ટાયર રહેશે ફીટ
સીએનજી ગેસ પુરાવતી વખતે હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે વધારે ગેસ ન ભરાય. સીએનજી ઓવરફિલિંગ થી સિલિન્ડરની અંદર પ્રેશર વધી શકે છે અને મોટી દુર્ઘટના થવાનું જોખમ રહે છે.