Vivo T4 Lite 5G Launch Price in India: વીવોએ પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. વીવ ટી4 લાઇટ 5જી (Vivo T4 Lite 5G) કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેને 9999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 6000mAhની બેટરી અને મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Vivo T4 Lite 5G સ્માર્ટફોનને IP64 રેટિંગ મળ્યું છે. આવો તમને નવા વીવો સ્માર્ટફોનની કિમત અને ફીચર્સ વિશે જણાવીએ.
Vivo T4 Lite 5G Price : વીવો ટી4 લાઇટ 5જી કિંમત
વીવો ટી4 લાઇટ 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. તો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 10999 રૂપિયા અને 12999 રૂપિયા છે. આ ફોન ફ્લિપકાર્ટ, વીવો ઇન્ડિયાના ઇ-સ્ટોર અને પસંદગીના ઓફલાઇન રિટેલ સ્ટોર્સ દ્વારા 2 જુલાઇથી દેશમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ફોનને પ્રિઝમ બ્લૂ અને ટાઇટેનિયમ ગોલ્ડ કલરમાં લઇ શકાય છે.
Vivo T4 Lite 5G Specifications : વીવો ટી4 લાઇટ 5જી સ્પેસિફિકેશન્સ
વીવો ટી4 લાઇટ 5જીમાં 6.74 ઇંચની એચડી+ (720×1,600 પિક્સલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 90હર્ટ્ઝ અને 1,000 નાઇટ પીક બ્રાઇટનેસ છે. આ ડિવાઇસમાં TÜV Rheinland Low Blue Light સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર છે, 8 જીબી સુધીની રેમ આવે છે. ફોનમાં 256 જીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે.
વીવો ટી 4 લાઇટ 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ FuntouchOS 15 સાથે આવે છે. ડિવાઇસને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં IP64 રેટેડ ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ બિલ્ડ આપવામાં આવ્યું છે. ફોનમાં MIL-STD-810H મિલિટરી-ગ્રેડ શોક-રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન અને SGS 5-Star Anti-Fall Protection આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
ફોટોગ્રાફી માટે વીવો ટી4 લાઇટ 5જીમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલના સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં AI Photo Enhance और AI Erase જેવા એઆઈ ફીચર્સ આપવામાં આવ્યા છે.
કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં 5G, 4G, Wi-Fi, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોન 167.30×76.95×8.19 એમએમ છે અને તેનું વજન 202 ગ્રામ છે.