Lava Storm Lite 5G, Storm Play 5G Launch : લાવા કંપનીએ ભારતમાં બે નવા બજેટ સ્માર્ટફોન લાવા સ્ટોર્મ લાઇટ 5જી અને લાવા સ્ટોર્મ પ્લે 5જી લોન્ચ કર્યા છે. Lava Storm 5G સ્માર્ટફોન મીડિયાટેક ડિમેન્સિટી 6400 પ્રોસેસર સાથે આવતા પ્રથમ સ્માર્ટફોન પૈકીનો એક છે. હેન્ડસેટમાં 4 જીબી રેમ અને 50 એમપી પ્રાઇમરી રિયર સેન્સર છે. લેટેસ્ટ લાવા સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફીચર્સની દરેક વિગત…
Lava Storm Lite 5G, Storm Play 5G specifications : સ્પેસિફિકેશન્સ
લાવા સ્ટોર્મ લાઇટ 5જી અને સ્ટોર્મ પ્લે 5જી સ્માર્ટફોનમાં 6.75 ઇંચ (1612 × 720 પિક્સલ) એચડી+ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ટોર્મ લાઇટ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 6400 6એનએમ પ્રોસેસર છે અને ગ્રાફિક્સ માટે Arm Mali-G57 MC2 આવે છે. સ્ટોર્મ લાઇટ 4 જીબી રેમ અને 64 જીબી/128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે.
લાવ સ્ટોર્મ પ્લે 5જી સ્માર્ટફોનમાં ગ્રાફિક્સ માટે ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7060 6 એનએમ પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે IMG BXM-8-256 આવે છે. બીજી તરફ સ્ટોર્મ પ્લેમાં 6GB રેમ આપવામાં આવી છે. આ ફોનમાં 128GB ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે.
લાવા સ્ટોર્મ લાઇટ લાઇટ 5જી અને લાવા સ્ટોર્મ પ્લે 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 સાથે આવે છે અને ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. બંને હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. લાવા સ્ટોર્મ પ્લે 5જી સ્માર્ટફોનમાં 18W ચાર્જિં જ્યારે સ્ટોર્મ લાઇટમાં 15W ચાર્જિંગ સપોર્ટ છે.
લાવા સ્ટોર્મ લાઇટ 5જી, સ્ટોર્મ પ્લે 5જી સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ સ્માર્ટફોનમાં 3.5mmનો ઓડિયો જેક અને સ્પીકર આપવામાં આવ્યું છે. આ ફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ (IP64) રેટિંગ સાથે આવે છે.
કનેક્ટિવિટી માટે લાવાના આ સ્માર્ટફોનમાં 5જી, 4જી VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Lava Storm Lite 5G, Storm Play 5G Price : કિંમત
લાવા સ્ટોર્મ લાઇટ 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 7,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનને એસ્ટ્રલ બ્લૂ અને કોસ્મિક ટાઇટેનિયમ કલર્સમાં લઇ શકાય છે. હેન્ડસેટ 24 જૂનથી બપોરે 12 વાગ્યે એમેઝોન ઇન્ડિયા પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.
લાવા સ્ટોર્મ પ્લે 5જીની કિંમત 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે, જે મર્યાદિત સમયગાળાની કિંમત છે. આ ફોનનો સેલ એમેઝોન ઇન્ડિયા પર 19 જૂનથી બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.