scorecardresearch
Premium

ChatGPT on WhatsApp: વોટ્સએપ અને લેન્ડલાઇન પર ChatGPT ઉપલબ્ધ, જાણો AI સર્વિસનો ઉપયોગ કરવાની રીત

ChatGPT on WhatsApp, Landline Phones: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ચેટજીપીટી હાલ અમેરિકા અને કેનેડામાં વોટ્સએપ તેમજ લેન્ડલાઇન ફોન પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

Smartphone users | ChatGPT on WhatsApp, Landline Phones | AT Tools | ChatGPT | WhatsApp
ChatGPT on WhatsApp, Landline Phones: ચેટજીપીટી વોટ્સએપ તેમજ લેન્ડલાઇન ફોન પર ઉપલબ્ધ થયું છે. (Photo: Freepik)

ChatGPT on WhatsApp, Landline Phones: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ચેટજીપીટી વિશે એક મોટું અપડેટ આવ્યું છે. ઓપનએઆઇ એ ગુરુવારે (19 ડિસેમ્બર) અમેરિકા અને કેનેડામાં યૂઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. હવે અમેરિકા અને કેનેડામાં રહેતા યુઝર્સ પણ ચેટજીપીટી સાથે ફ્લિપ ફોન અને ફિક્સ્ડ લેન્ડલાઇન ફોન પર વાત કરી શકશે. યૂઝર્સને દર મહિને 15 મિનિટ માટે ચેટજીપીટી દ્વારા વાત કરવાની તક મળશે અને આ માટે તેમણે 1 800 ChatGPT ડાયલ કરવું પડશે.

હવે ફિક્સ્ડ લેન્ડલાઇન ફોન પર ચેટજીપીટી ઉપલબ્ધ હોવાથી તેનો ઉપયોગ કરવું પહેલા કરતા વધુ સરળ બન્યું છે. ChatGPT સાથે ફોન લાઇન પર વાત કરવા માટે કોઈ વધારાના સબ્સ્ક્રિપ્શન્સ ચાર્જ ચૂકવવાની કે એકાઉન્ટ ઓપન કરવાની જરૂર રહેશે નહીં. વપરાશકર્તાઓ ચેટજીપીટી ને વ્યક્તિગત પ્રશ્નો પૂછી શકે છે. આ ઉપરાંત ચેટજીપીટી તમને વિવિધ ભાષાઓ શીખવવામાં પણ મદદ કરી શકે છે. આ એઆઈ ટૂલ એક નેચરલ લેગ્વેજ વોઇસ એક્સચેન્જ એક્સપીરિયન્સ પ્રદાન કરે છે.

વોટ્સએપ પર ChatGPT કેવી રીતે વાપરવું?

અન્ય દેશોના લોકો હવે સીધા વોટ્સએપ પર ChatGPT નો ઉપયોગ કરી શકશે. આ માટે તેમને ફોન નંબર 1800 242 8478 પર મેસેજ કરવાનો રહેશે.

ચેટજીપીટી માટે અલગ એપની જેમ જ ચેટજીપીટી વોટ્સએપ પર તમામ સવાલોના જવાબ આપી શકે છે. જો કે, ઇમેજ જનરેશન અથવા વોઇસ મોડ જેવા એડવાન્સ ફંક્શનનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાએ ફક્ત વેબ અથવા સત્તાવાર એપ્લિકેશન પર ચેટજીપીટીનો ઉપયોગ કરવાની જરૂર રહેશે.

OpenAI એ પુષ્ટિ કરી છે કે, આગામી દિવસોમાં યૂઝર્સ પોતાના વોટ્સએપ પર ચેટજીપીટી એકાઉન્ટ સાથે ઓથેન્ટિફિકેશન કરી શકશે. અને આ સર્વિસમાં ફોટા સાથે ચેટિંગ અને વેબ સર્ચ જેવા વધારાના ફંક્શન્સ પણ આ સર્વિસમાં મળશે.

હાલ વોટ્સએપ યુઝર્સ વોટ્સએપ યુઝર્સ મેટા એઆઈનો ઉપયોગ કરીને આ તમામ ફીચર્સનો ઉપયોગ કરી શકે છે. મેટા એઆઈ દ્વારા, યુઝર્સ ફોટા જનરેટ કરવા ઉપરાંત લોકપ્રિય એઆઈ કેરેક્ટર સાથે પણ સંપર્ક કરી શકે છે.

Web Title: Chatgpt on whatsapp landline phones how to uses in smartphone know full details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×