Akshaya Tritiya Gold Purchase Offer: અક્ષય તૃતીયાની દેશભરમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે અને તે સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસને વધુ ખાસ બનાવવા માટે જિયો એક અનોખી ઓફર લઇને આવ્યું છે. Jio Gold 24K Days માં ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડ ખરીદવા પર ફ્રી સોનું મળી શકે છે.
Jio Gold 24K Days ખાસ પ્રસંગોએ યોજાય છે. જિયોફાઇનાન્સ અને માયજિયો એપ પર ડિજિટલ ગોલ્ડ ખરીદતી વખતે ગ્રાહકો ખાસ ઓફર્સનો લાભ લઇ શકે છે.
પ્રથમ એડિશન 29 એપ્રિલથી 5 મે 2025 વચ્ચે યોજાશે
Jio Gold 24K Days ની પહેલી એડિશન 29 એપ્રિલ 2025થી 5 મે 2025 વચ્ચે આયોજિત કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગ્રાહકોને 1000 રૂપિયાથી લઈને 9999 રૂપિયા સુધી સોનું ખરીદવા પર 1 ટકા સોનું ફ્રી મળી શકે છે. આ માટે તેમણે JIOGOLD1 ઓફર કોડનો ઉપયોગ કરવો પડશે. જ્યારે ગ્રાહકોને 10,000 રૂપિયાથી વધુનું સોનું ખરીદવા પર 2 ટકા સોનું મફત મળશે અને આ માટે ચેકઆઉટ સમયે JIOGOLDAT100 પ્રોમો કોડનો ઉપયોગ કરવો પડશે. આ ઓફર પ્રતિ યુઝર્સ 10 ટ્રાન્ઝેક્શન સુધી મર્યાદિત છે.
આ પણ વાંચો – 8,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદવા માંગો છો શાનદાર સ્માર્ટફોન, આ રહ્યા 3 ઓપ્શન
જિયોનું કહેવું છે કે તેમને ખરીદીના સમયથી 72 કલાકની અંદર વધારાનું ડિજિટલ સોનું મળી જશે. ગ્રાહક વધુમાં વધુ 21,000 રૂપિયા સુધી મફત સોનું મેળવી શકે છે. આ ઓફર માત્ર લમ્પસમ ગોલ્ડ ખરીદી પર જ માન્ય છે અને ગોલ્ડ એસઆઈપી પર તેનો ફાયદો મળશે નહીં.
જિયો ગોલ્ડ ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે સંપૂર્ણપણે ડિજિટલ, સુરક્ષિત અને શાનદાર અનુભવ આપે છે. આવા રોકાણોને રોકડ, સોનાના સિક્કા અથવા સોનાના ઝવેરાતના રૂપમાં રિડીમ કરી શકાય છે. ન્યૂનતમ 10 રૂપિયાથી શરૂ થતું રોકાણ છે અને ગ્રાહકો ડિજિટલ ગોલ્ડમાં ગમે ત્યારે રોકાણ કરી શકે છે.