Canva Report : કેનવા (Canva) વિશ્વભરના લાખો યુઝર્સનું ઓનલાઈન કોલબ્રેશન પ્લેટફોર્મ છે, બુધવારે તેનો બીજો વાર્ષિક વિઝ્યુઅલ ઈકોનોમી રિપોર્ટ બહાર આવ્યો હતો. રિપોર્ટનો ઉદ્દેશ્ય એ સમજવાનો હતો કે ઇન્ડિયન બિઝનેસ લીડર્સ તેના કામ માટે, પ્રોડકટીવીટી વધારવા અને વર્કપ્લેસમાં વિઝ્યુઅલ કમ્યુનિકેશન ટૂલ્સના માટે કેવી રીતે AI નો ઉપયોગ કરી રહ્યા છે.

કેનવા રિપોર્ટ
સર્વે મુજબ, લગભગ ત્રણ ચતુર્થાંશ (73 ટકા) ઇન્ડિયનએ જણાવ્યું હતું કે વિઝ્યુઅલ કમ્યુનિકેશન ટૂલ્સના ઉપયોગથી તેમની સંસ્થાઓને કન્ટેન્ટ ક્રિએટરને વેગ આપવા અને ટીમ સહયોગમાં સુધારો કરવામાં મદદ મળી છે. લગભગ 70 ટકા ભારતીય બિઝનેસ લીડર્સે કહ્યું કે તેઓ આ વર્ષે આવી ટેક્નોલોજીમાં વધુ રોકાણ કરશે.
આ પણ વાંચો: Tata Motors EV: ટાટા મોટર્સ બે વર્ષમાં 4 નવા ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરશે, મુસાફરી બનશે વધુ આરામદાયક
છટણીને કારણે અનેક વર્ટિકલ્સ અને બજેટ ઘટતા જતા, લગભગ 89 ટકા લીડર્સએ કહ્યું કે તેઓ કન્ટેન્ટ પ્રોડક્ટને વેગ આપવા માટે AI ટુલ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવા માંગે છે. જ્યારે 92 ટકા માને છે કે AIએ તેમને કન્ટેન્ટની ક્વોલિટી વધારવામાં મદદ કરી, લગભગ 81 ટકા નોકરી ગુમાવવાની ચિંતિત છે.
97 ટકા બિઝનેસ લીડર્સે જણાવ્યું હતું કે નોન ડિઝાઇન-સંબંધિત કામમાં પણ વિઝ્યુઅલ કમ્યુનિકેશનની ક્ષમતા મહત્વપૂર્ણ છે, અને 67 ટકા સંસ્થાઓ તાલીમ આપી રહી છે જેથી તેઓ ચોક્કસ ડિઝાઇન થ્રેશોલ્ડને પહોંચી શકે.
આ પણ વાંચો: Tata Motors Share: ટાટા ગ્રૂપનો આ શેર તૂટશે – બ્રોકેરજ હાઉસની ચેતવણી, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ સ્ટોક
અભ્યાસમાં એઆઈ સંચાલિત સાધનો અપનાવવામાં સંસ્થાઓ દ્વારા પડકારો પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતોરિપોર્ટ અનુસાર, 85 ટકાએ કહ્યું કે વરિષ્ઠ હિસ્સેદારો આ ફેરફારોનો પ્રતિકાર કરી રહ્યા છે અને પરિણામે, તે ક્રિએટિવિટીને અવરોધે છે.
કેનવા વતી બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલ, સર્વેમાં કંપનીના રેવન્યુ ટાર્ગેટના નોલેજ સાથે માર્કેટિંગ, સેલ્સ, ઓપરેશન્સ અને હ્યુમન રિસોર્સની ભૂમિકાઓમાં વિશ્વભરના 3,700 થી વધુ બિઝનેસ લીડર્સની આંતરદૃષ્ટિ દર્શાવવામાં આવી છે. તે ભારત, યુએસ, યુકે, જર્મની, ફ્રાન્સ, સ્પેન, મેક્સિકો, બ્રાઝિલ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા સહિત 12 થી વધુ દેશોના લોકોને આવરી લે છે.