scorecardresearch
Premium

Budget 2025 Highlights: બજેટમાં ઈન્કમ ટેક્સ માટે મોટી જાહેરાત, 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી

Budget 2025 Highlights: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં યુનિયન બજેટ 2025 રજૂ થયું છે. બજેટમાં કરદાતાને રાહત આપતા 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને ઇન્કમ ટેક્સ ફ્રી કરી છે.

Budget 2025 live updates, બજેટ 2025 લાઈવ અપડેટ્સ
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે – photo – jansatta

Budget 2025 Highlights: નાણામંત્રી નિર્મલ સીતારમણ દ્વારા સંસદમાં બજેટ 2025 ભાષણ શરૂ થયું છે. આ નિર્મલા સીતારમણનું સતત આઠમું બજેટ છે, જે એક રેકોર્ડ છે. બજેટ 2025-26 રજૂ કરવાની પહેલા તેમણે રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી.

બજેટમાં કરદાતાને મોટી રાહત, 12 લાખ સુધીની આવક ઈન્કમ ટેક્સ ફ્રી

બજેટ 2025માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કરદાતા માટે એક મોટી ઘોષણા કરી છે. બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી કરી છે. અત્યાર સુધી નવી કર પ્રણાલી હેઠળ 7.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી હતી.

નાણામંત્રી સીતારમનનું આ સતત આઠમું બજેટ છે. આ પહેલા મોરારજી દેસાઈએ સતત 6 બજેટ રજૂ કર્યા હતા. આવતીકાલે સવારે 11 વાગ્યે સંસદમાં દેશનું બજેટ રજૂ કરવામાં આવશે. દુનિયાભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને મંદી વચ્ચે તમામની નજર ભારતના આ બજેટ પર ટકેલી છે. અમે તમને દેશના બજેટના દરેક નાના-મોટા અપડેટથી પરિચિત કરાવીશું.

Live Updates
12:26 (IST) 1 Feb 2025
Budget 2025 Live: મકાન ભાડા પર TDS લિમિટ વધી

બજેટમાં મકાન ભાડા TDS લિમિટ વાર્ષિક મર્યાદા 2.40 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મોટી બજેટ જાહેરાતમાં જણાવ્યું હતું કે રેન્ટ પર TDS ની વાર્ષિક મર્યાદા 2.40 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેનાથી ભાડાના મકાનમાં રહેતા કરદાતાઓને ફાયદો થશે.

12:17 (IST) 1 Feb 2025
Budget 2025 Live: 12 લાખ સુધીની આવક ઇન્કમ ટેક્સ ફ્રી

બજેટમાં કરદાતાઓને મોટી રાહત

બજેટમાં ઈન્કમ ટેક્સ લિમિટ વધી

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એક મોટી બજેટ જાહેરાતમાં કહ્યું કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો નહીં લાગે.

અત્યાર સુધી નવી કર પ્રણાલીમાં 7.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ઈન્કમ ટેક્સ ફ્રી હતી

12:11 (IST) 1 Feb 2025
Budget 2025 Live: બજેટમાં શું સસ્તું થયું અને મોંઘું થયું

મોબાઇલ ફોન સસ્તા થશે

ઇવી બેટરીની કિમત ઘટશે

કેન્સરની દવાઓ સસ્તી થશે

ભારતમાં તૈયાર થયેલા કપડાં વસ્ત્રો સસ્તા થશે

એલઇડી ટીવી અને સ્માર્ટટીવી મોંઘા થશે

12:09 (IST) 1 Feb 2025
Budget 2025 Live: મોબાઇલ ફોન, અને EV બેટર સસ્તી થશે

બજેટમાં મોબાઇલ ફોન અને ઇવી બેટરી માટે મોટી ઘોષણા થઇ છે.

બજેટમાં સ્થાનિક ઉત્પાદન અને વેલ્યૂ એડિશનને ટેકો આપવા માટે મોટી જાહેરાત

કોબાલ્ટ પાવડર અને કચરો, લિથિયમ-આયન બેટરીનો ભંગાર, સીસું, ઝીંક અને 12 વધુ મહત્વપૂર્ણ ખનિજોને બેઝિલ કસ્ટમ્સ ડ્યુટી (BCD) માંથી મુક્તિ આપવામાં આવશે

EV બેટરી ઉત્પાદન માટે 35 એડિશન ગુડ્સ અને મોબાઇલ ફોન બેટરી ઉત્પાદન માટે 28 એડિશનલ ગુડ્સને ટેક્સમાં છુટછાટ આપવામાં આવશે.

12:04 (IST) 1 Feb 2025
Budget 2025 Live: PPP ન પ્રોત્સાહન આપવા 20000 કરોડની ઘોષણા

બજેટમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપને પ્રોત્સાહન આપવા 20000 કરોડની ફાળવણી કરવાની ઘોષણા થઇ છે.

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકાર ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રૂ. 20,000 કરોડ આપશે. સરકાર સરળ ધિરાણ સુલભતા માટે નિર્દિષ્ટ લક્ષ્ય સાથે નિકાસ પ્રમોશન મિશન શરૂ કરશે. કેન્દ્ર ઉભરતા ટાયર 2 શહેરોમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે એક રાષ્ટ્રીય માળખું સ્થાપિત કરશે.

11:59 (IST) 1 Feb 2025
Budget 2025 Live: બજેટમાં 4.8 ટકા રાજકોષીય ખાધનો લક્ષ્ય

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર દર વર્ષે રાજકોષીય ખાધ ઘટાડવાનો લક્ષ્ય રાખે છે. કુલ ખર્ચ માટે સુધારેલા અંદાજ રૂ. 47.16 લાખ કરોડ છે, જેમાં રૂ. 10.1 લાખ કરોડનો મૂડી ખર્ચ પણ સામેલ છે. વર્ષ માટે રાજકોષીય ખાધ હવે GDP ના 4.8% રહેવાનો અંદાજ છે.

11:58 (IST) 1 Feb 2025
Budget 2025 Live: દવાઓ સસ્તી થશે

બજેટમાં દવા સસ્તી થવા માટે મોટા ઘોષણા થઇ છે.

અમુક દવાઓ પરથી કસ્ટમ ડ્યૂટી હટાવાશે

દવાઓ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડાનો પ્રસ્વાત

જીવન રક્ષક દવાઓ સસ્તી થશે

11:56 (IST) 1 Feb 2025
Budget 2025 Live: વીમા ક્ષેત્રમાં 100 ટકા FDI

બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા 74% થી વધારીને 100% કરવામાં આવશે.

11:55 (IST) 1 Feb 2025
Budget 2025 Live: બજેટ ખાધ ઘટાડવાનો લક્ષ્ય

બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ખાધ ઘટાડવાનો લક્ષ્ય નક્કી કર્યો છે.

FY26 માટે બજેટ ખાધ લક્ષ્ય 4.4 ટકા નક્કી કર્યો છે

11:54 (IST) 1 Feb 2025
Budget 2025 Live: નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ થશે

બજેટમાં નાણા મંત્રીએ નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કરવાની ઘોષણા કરી છે.

કેન્દ્ર સરકાર આગામી અઠવાડિયે નવું આવકવેરા બિલ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂકશે.

પેન્શન સંબંધિત કેવાયસી નિયમ સરળ બનાવાશે

11:52 (IST) 1 Feb 2025
Budget 2025 Live: 1.5 ગ્રામીણ પોસ્ટ ઓફિસ મોટી લોજિસ્ટિક સંસ્થામાં ફેરવાશે

બજેટ 2025 રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે સરકાર ભારતને 1.5 લાખ ગ્રામીણ પોસ્ટ ઓફિસોને એક મોટી લોજિસ્ટિક્સ સંસ્થામાં પરિવર્તિત કરશે. તેમણે આસામમાં 12.7 લાખ ટન ક્ષમતા ધરાવતો યુરિયા પ્લાન્ટ સ્થાપવાની સરકારની યોજનાની પણ જાહેરાત કરી.

વધુમાં, નાણામંત્રીએ રોકાણ અને ટર્નઓવર મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી. ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સાથે, તેમણે કહ્યું કે, MSMEs આપણી નિકાસના ૪૫ ટકા માટે જવાબદાર છે. ગ્રામીણ અર્થતંત્ર પર, સીતારમણે કહ્યું કે કેન્દ્ર ધિરાણ કામગીરી માટે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને સહાય પૂરી પાડશે.

11:48 (IST) 1 Feb 2025
Budget 2025 Live: નવા 120 સ્થળો પર ઉડાન યોજના શરૂ થશે

બજેટ 2025માં ઉડાન યોજનાના વિકાસ પર ભાર મૂકાયો છે

ઉડાન યોજનાથી 1.5 કરોડ મધ્યમ વર્ગના લોકો 88 એરપોર્ટને 619 રૂટ સાથે જોડવામાં સક્ષમ થયા

નવા 120 સ્થળો પર ઉડાન યોજના શરૂ કરાશે

11:46 (IST) 1 Feb 2025
Budget 2025 Live: પરમાણું ઊર્જા માટે 20000 કરોડની ફાળવણી

બજેટ 2025માં પરમાણું ઊર્જા માટે 20000 કરોડની ફાળવણી કરવામાં આવી છે

પરમાણુ ઉર્જા અધિનિયમમાં સુધારો કરાશે

વિકસિત ભારત માટે પરમાણુ ઉર્જા મિશન

વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ ક્ષમાતનો લક્ષ્યાંક

11:43 (IST) 1 Feb 2025
Budget 2025 Live: સ્ટાર્ટઅપ્સ માટે 10000 કરોડની જોગવાઇ

બજેટમાં સ્ટાર્ટઅપ્સ માટે મોટી ઘોષણા

સ્ટાર્ટઅપ્સ યુનિટ માટે 1 ખાસ ફંડની સ્થાપના કરાશે

આ સ્ટાર્ટઅપ્સ ફંડ માટે સરકાર 10000 કરોડની ફાળણવી કરશે

નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ઉર્જા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ્સ માટે એક નવું ભંડોળ સ્થાપવામાં આવશે. સરકાર દ્વારા હાલના 10000 કરોડ રૂપિયાના યોગદાન ઉપરાંત 10000 કરોડ રૂપિયાનું નવું યોગદાન કરાશે. 5 લાખ મહિલાઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પહેલી વાર ઉદ્યોગસાહસિકો માટે પણ નવી યોજના શરૂ કરવામાં આવશે.

11:41 (IST) 1 Feb 2025
Budget 2025 Live: મરિન ડેવલપમેન્ટ બોર્ડ માટે 25000 કરોડ, મત્સ્ય ઉદ્યોગના વિકાસ પર ભાર

બજેટમાં મરિન સેક્ટર માટે મોટી ઘોષણા થઇ છે.

જહાજ નિર્માણ પર ભાર મૂકાશે

શિપબિલ્ડિંગ નાણાકીય સહાય યોજના ફરી શરૂ થશે

શિપ બિલ્ડિંગ ક્લસ્ટરોને સુવિધા આપવામાં આવશે

25000 કરોડ રૂપિયાના ભંડોળ સાથે મરિન ડેવલપમેન્ટ ફંડ સ્થાપશે

મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે પ્રયાસ કરવામાં આવશે

11:37 (IST) 1 Feb 2025
Budget 2025 Live: જળ જીવન મિશનનું 2028 સુધી વિસ્તરણ

બજેટમાં જળ જીવન મિશન 2028 સુધી લંબાવવાની ઘોષણા કરી છે.

તેનાથી 100 ટકા કવરેજ સુનિશ્ચિત થશે.

વર્ષ 2019 થી ગ્રામીણ વસ્તીનો 80 ટકા વિસ્તાર આવરી લેવાયો છે.

11:32 (IST) 1 Feb 2025
Budget 2025 Live: મેડિકલ કોલેજમાં બેઠક વધશે

બજેટ 2025માં મેડિકલ કોલેજમાં 75 હજાર બેઠકો વધારવાની ઘોષણા થઇ છે.

બજેટમાં એઆઈ પર વિશેષ ભાર મૂકાયો છે.

AI વિશે શિક્ષણ માટે 500 કરોડના ખર્ચ 3 સેન્ટર ઓફ એક્સિલેન્સ ઓન સ્થાપવામાં આવશે

11:30 (IST) 1 Feb 2025
Budget 2025 Live: સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી કવર, મેક ઇન ઈન્ડિયા પહેલને પ્રોત્સાહન

બજેટ રજૂ કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એમસએમઇ અને સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ-ગેરંટી કવર વધારવામાં આવશે.

મેક ઇન ઈન્ડિયા પહેલ આગળ વધારાશેટ

ભારત રમકડાંનું હબ બનશે

ફુટવેર ઉદ્યોગમાં સરકાર મદદ કરશે

પરંપરાગત કોટન ઉદ્યોગને પ્રોત્સાહન અપાશે

11:27 (IST) 1 Feb 2025
Budget 2025 Live: SC/ST મહિલા માટે નવી યોજના

બજેટમાં 5 લાખ એસસી – એસટી મહિલા માટે નવી યોજના શરૂ કરવાની ઘોષણા

સરકાર કઠોળમાં આત્મનિર્ભર બનવા 6 વર્ષની એક યોજના શરૂ કરશે, જેમા તુવેર, અડદ અને મસૂર પર વિશેષ ધ્યાન અપાશે.

11:25 (IST) 1 Feb 2025
મખાના બોર્ડની રચના થશે, બજેટમાં બિહાર માટે મોટી ઘોષણા

બજેટમાં મખાના બોર્ડની રચના કરવાની ઘોષણા થઇ છે, તેનાથી બિહારના મખાના ઉત્પાદકોને ફાયદો થશે.

મખાના બોર્ડની રચના કરવાથી મખાના ઉદ્યોગની સ્થિતિ સુધરશે તેમજ મખાનાના ઉત્પાદન અને માર્કેટિંગ પર વિશેષ ભાર મૂકાશે. ચાલુ બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ઘોષણા બહું મહત્વપૂર્ણ મનાય છે.

11:22 (IST) 1 Feb 2025
Budget 2025 Live: એમએસએમઇ સેક્ટર માટે મોટી જાહેરાત

બજેટમાં એમએસએમઇ સેક્ટર માટે મોટી જાહેરાત થઇ છે.

સ્ટાર્ટઅપ્સ માટે નવા ફંડની યોજના

એમએસએમઇ માટે બજેટમાં વધારે ફાળવણી

એમએસએમઇ માટે 20 કરોડ સુધીની ટર્મ લોન

માઇક્રો એન્ટરપ્રાઇસ માટે 5 લાખ સુધીનું ક્રેડિટ કાર્ડ

11:19 (IST) 1 Feb 2025
Budget 2025 Live: કિસાન ક્રેડિટ કાર્ડ લિમિટ વધી

બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ થી વધારી 5 લાખ કરવામાં આવી છે.

11:18 (IST) 1 Feb 2025
Budget 2025 Live: પાક વૈવિધ્યકરણ પર ભાર મૂકાશે

Budget 2025 Live: પાક વૈવિધ્યકરણ પર ભાર મૂકાશે

બજેટમાં પાક વૈવિધ્યકરણ પર ભાર મૂકાયો છે. તેનાથી કૃષિ ઉત્પાદકતા વધશે, 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે.

કઠોળની ઉત્પાદન ઉત્પાદકતા વધશે

100 જિલામાં ખેડૂતો માટે યોજના

બિહારમાં મખાનાના ઉત્પાદન પર ભાર મૂકાશે

મખાના ઉત્પાદકો માટે પેકેજ તૈયાર કરવામાં આવશે

11:13 (IST) 1 Feb 2025
Budget 2025 Live: પીએમ ધન ધાન્ય યોજનાનો વિસ્તાર

સીતારમણે કહ્યું, બજેટ 2025માં કૃષિ, એસએમઇ અને નિકાસ સહિત આપણા ફોક્સ ગ્રોથ 4 એન્જિન રહ્યા છે. કૃષિ આપણું પ્રથમ એન્જિન છે. પીએમ ધન ધાન્ય યોજનાનો વિસ્તાર કરવામાં આવશે.

11:10 (IST) 1 Feb 2025
Budget 2025 Live: નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2025 ભાષણ શરૂ થઇ ગયું છે.

નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2025 ભાષણ શરૂ થઇ ગયું છે.

આપણી અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે.

વિકસીત ભારતના સંકલ્પનું બજેટ

ક્ષમતા થી વધારે વૃદ્ધિ હાંસલ કરીશું

ગરીબ, યુવા, નારી, ખેડૂત માટેનું બજેટ

11:05 (IST) 1 Feb 2025
નિર્મલ સીતારમણ દ્વારા સંસદમાં બજેટ 2025 ભાષણ શરૂ

નાણામંત્રી નિર્મલ સીતારમણ દ્વારા સંસદમાં બજેટ2025 ભાષણ શરૂ થયું છે. સીતારમણનું આ સતત આઠમું બજેટ છે.

https://platform.twitter.com/widgets.js

10:08 (IST) 1 Feb 2025
નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, 11 વાગે બજેટ 2025 રજૂ કરશે

નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદ આવી ગયા છે. તેઓ 11 વાગે સંસદમાં બજેટ 2025-26 રજૂ કરવાના છે. બજેટ 2025 રજૂ કરવાની પહેલા તેમણે રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી.

#watch दिल्ली: केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण संसद पहुंचीं।वित्त मंत्री आज लोकसभा में #unionbudget2025 पेश करेंगी। pic.twitter.com/abpH5fMl11— ANI_HindiNews (@AHindinews) February 1, 2025
10:03 (IST) 1 Feb 2025
નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનથી રવાના, 11 વાગે સંસદમાં બજેટ રજૂ કરશે

નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાની સાથે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે રાષ્ટ્રપતિમાં મુલાકાત કરી છે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદતેઓ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ આવવા રવાના છે. નાણામંત્રી 11 વાગે સંસદમાં બજેટ રજૂ કરશે.

https://platform.twitter.com/widgets.js

09:42 (IST) 1 Feb 2025
નિર્મલા સીતારમણ બજેટ ટીમ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

બજેટ 2025 રજૂ કરવાની પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરી સાથે ટીમ સાથે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે.

https://platform.twitter.com/widgets.js

09:40 (IST) 1 Feb 2025
બજેટ પહેલા સેન્સેક્સ નિફ્ટી વધ્યા, સોનું ચાંદી મજબૂત

બજેટ 2025 રજૂ થવાની પહેલા શેરબજાર અને બુલિયન માર્કેટ મજબૂત ટ્રેડ થઇ રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 77500 સામે આજે 77637 ખુલ્યો હતો. પાછલા બંધથી 332 પોઇન્ટ વધી 77832 સુધી ઉછળ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23508 સામે આજે ફ્લેટ 23528 ખુલ્યો અને ઉપરમાં 23595 સુધી ગયો હતો. બેંક નિફ્ટી વધ્યો છે. જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ડાઉન છે. બજેટમાં ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાની ધારણાએ સોના ચાંદીના ભાવ મજબૂત છે.

09:26 (IST) 1 Feb 2025
FM નિર્મલા સીતારમણ ટેબ્લેટ માંથી યુનિયન બજેટ 2025 વાંચશે

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ 2025 રજૂ કરવાના છે. FM નિર્મલા સીતારમણ નાણા મંત્રાલયથી રવાના થઇ ગયા છે. તેઓ સંસદમાં પરંપરાગત બહી ખાતાના બજેટ ટેબ્લેટ મારફતે યુનિયન બજેટ 2025 રજૂ કરસે અને વાંચશે.

https://platform.twitter.com/widgets.js

09:06 (IST) 1 Feb 2025
નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા

આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ થવાનું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2025 રજૂ કરવાની પહેલા નાણાં મંત્રાલય પહોંચ્યા છે. નિર્મલા સીતારમણ સતત આઠમી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે.

08:57 (IST) 1 Feb 2025
Budget 2025 LIVE Updates: બજેટ પહેલા મળ્યા સારા સમાચાર, LGP ગેસ સિલિન્ડર થયા સસ્તા

ઓઈલ કંપનીઓએ આજથી (1 ફેબ્રુઆરી) કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અને આ કાપ આજથી એટલે કે શનિવારથી અમલી છે. આજથી રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની છૂટક કિંમત 1797 રૂપિયા થઈ જશે.

08:41 (IST) 1 Feb 2025
Budget 2025 LIVE Updates: સોના પર આયાત ડ્યુટી વધી શકે છે, કિંમતો થશે મોંઘી?

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ 2025 રજૂ કરવા જઈ રહ્યા છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ સોના પરની આયાત ડ્યૂટી વધારી શકે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જુલાઈ 2024ના બજેટમાં સરકારે સોના અને ચાંદીની આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી હતી તેની અસર બજારમાં જોવા મળી હતી.

08:37 (IST) 1 Feb 2025
Budget 2025 LIVE Updates: જ્વેલરી ઉદ્યોગ આયાત ડ્યુટી ન વધારવા માંગ

જ્વેલરી ઉદ્યોગે સરકારને આયાત ડ્યુટી ન વધારવાની અપીલ કરી છે, છેલ્લા 1-2 વર્ષમાં અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સોનાના આભૂષણોની નિકાસ ઘટી છે. જો ડ્યુટી વધારવામાં આવે તો નિકાસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે અને દેશમાં સોનાની દાણચોરી પણ વધી શકે છે, હવે સરકાર શું નિર્ણય લે છે અને તેની બજાર પર શું અસર પડશે તેના પર સૌની નજર બજેટ 2025 પર છે.

08:08 (IST) 1 Feb 2025
Budget 2025 LIVE Updates: નાણામંત્રી સીતારમનનું આ સતત આઠમું બજેટ છે

નાણામંત્રી સીતારમનનું આ સતત આઠમું બજેટ છે. આ પહેલા મોરારજી દેસાઈએ સતત 6 બજેટ રજૂ કર્યા હતા. આવતીકાલે સવારે 11 વાગ્યે સંસદમાં દેશનું બજેટ રજૂ કરવામાં આવશે. દુનિયાભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને મંદી વચ્ચે તમામની નજર ભારતના આ બજેટ પર ટકેલી છે. અમે તમને દેશના બજેટના દરેક નાના-મોટા અપડેટથી પરિચિત કરાવીશું.

08:07 (IST) 1 Feb 2025
Budget 2025 LIVE Updates: નાણામંત્રી નિર્મલા સીતારમન આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે

નાણામંત્રી નિર્મલા સીતારમન આજે (1 ફેબ્રુઆરી 2025) મોદી 3.0નું કેન્દ્રીય બજેટ રજૂ કરવા માટે તૈયાર છે. મોદી 3.0 પછી આ બીજું પૂર્ણ બજેટ છે. અગાઉ, લોકસભા ચૂંટણી 2024 પછી, સરકારે તેનું પ્રથમ સામાન્ય બજેટ 23 જુલાઈ 2024 ના રોજ રજૂ કર્યું હતું.

Web Title: Budget 2025 live updates key points fm nirmala sitharaman speech highlights ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×