scorecardresearch
Premium

Budget 2025 : બજેટમાં 12 લાખ સુધી આવક ટેક્સ ફ્રી, જાણો કેટલી આવક પર કેટલો ટેક્સ લાગશે

Budget 2025 Income Tax Limit Hike: બજટે 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાને મોટી રાહત આપતા ઈન્કમ ટેક્સ લિમિટ વધારી છે. આ સાથે ઈન્કમ ટેક્સ સ્લેબમાં પણ મોટો ફેરફાર કર્યો છે.

Budget 2025 | Income Tax Limit | fm nirmala sitharaman budget 2025 | Tax Free Income | Income Tax limit | income tax slab rate
Budget 2025 Income Tax Limit And Slab: બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણ 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી કરી છે. (Photo: Freepik)

Income Tax Limit And Slab In Budget 2025: બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્મય વર્ગ અને કરદાતાને મોટી રાહત આપી છે. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ લાગશે નહીં. જેની સીધી અસર દેશની સામાન્ય જનતા પર પડશે. ઇન્કમ ટેક્સ ફ્રી લિમિટ વધારવાની સાથે સાથે બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં સુધારો કરાયો છે. કરદાતાઓ લાંબા સમયથી આવકવેરા મુક્તિ મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા હતા. ચાલો જાણીયે 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થવાનો લાભ કોને મળશે

12 લાખ સુધી આવક ઇન્કમ ટેક્સ ફ્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણે પગારદાર કરદાતા અને મધ્યમ વર્ગને મોટી રાહત આપતા ઈન્કમ ટેક્સ લિમિટ વધારી છે. બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ઇન્કમ ટેક્સ ફ્રી કરી છે. અગાઉ નવી કર પ્રણાલી હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવક ઇન્કમ ટેક્સ ફ્રી હતી. આ સાથે જ વરિષ્ઠ નાગરિકો માટે કર કપાતની મર્યાદા 50,000 રૂપિયાથી બમણી કરીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

નવા ઈન્કમ ટેક્સ સ્લેબ રેટ

બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્કમ ટેક્સ સ્લેબ રેટમાં પણ મોટા સુધારા કર્યા છે. નાણા મંત્રી કહ્યું કે, મધ્યમ વર્ગને ફાયદો કરાવવા માટે ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય જે લોકોની આવક ઓછી છે તેમને ઈન્કમ ટેક્સમાં રાહત મળે. જે લોકોની આવક વધારે હશે તેમણે વધારે ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે. ઈન્કમ ટેક્સ સ્લેબ રેટમાં ફેરફારથી વાર્ષિક 25 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા કરદાતાને લગભગ 1.1 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ થશે.

New Income Tax Slab Rate : નવા ઈન્કમ ટેક્સ સ્લેબ રેટ

વાર્ષિક આવકઈન્કમ ટેક્સ રેટ
0-4 લાખ રૂપિયાશૂન્ય
4-8 લાખ રૂપિયા5 ટકા
8-12 લાખ રૂપિયા10 ટકા
12-16 લાખ રૂપિયા15 ટકા
16-20 લાખ રૂપિયા20 ટકા
20-24 લાખ રૂપિયા25 ટકા
24 લાખથી વધુ30 ટકા

બજેટ 2025 રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમને આવક વેરા સ્લેબમાં મોટી રાહત આપી છે. હવેથી 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી રહેશે. સરકારના આ નિર્ણયથી મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને મોટી રાહત થશે.

Web Title: Budget 2025 highlights in gujarati with income tax limit slab key points as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×