scorecardresearch
Premium

Budget 2025: બજેટ 2025 કઇ તારીખ અને કેટલા વાગે રજૂ થશે? લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે? જાણો અહીં

Union Budget 2025 Date Time Live Streaming: યુનિયન બજેટ 2025-26 મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ છે. આ સાથે નાણામંત્રી સતત આઠમી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે. બજેટ 2025 કઇ તારીખ અને કેટલા વાગે રજૂ થશે, ક્યાં લાઇવ સ્ટ્રીમિંગ જોવા મળશે અહીં જાણો

Budget 2025 | union budget 2025 | Budget 2025 live streaming | fm nirmala Sitharaman budget | budget 2025 news | budget news
Union Budget 2025: યુનિયન બજેટ 2025-26. (Express Photo)

Budget 2025 Date Time Live Streaming: બજેટ 2025 નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ છે. અગાઉ 23 જુલાઇ, 2024ના રોજ લોકસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપની આગેવાનીમાં એનડીએ ગઠબંધન સરકારે પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ રજૂ કરવાની સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ આઠમી વાર સતત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે. દેશમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે. તેમણે કુલ 10 બજેટ રજૂ કર્યા હતા. અહીં યુનિયન બજેટ 2025-26 કઇ તારીખ અને કેટલા વાગે રજૂ થશે તેમજ ક્યાં લાઇવ સ્ટ્રીમ જોવા મળશે તેના વિશે તમામ વિગતો આપી છે.

Budget 2025 Date And Time : બજેટ 2025 તારીખ અને સમય

દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. આ માહિતીની કેન્દ્ર સરકારે પુષ્ટિ કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારણ 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

Budget 2025 Live Streaming : બજેટ 2025 લાઇવ ક્યાં જોવા મળશે?

યુનિયન બજેટ 2025-26ની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. તમે બજેટ 2025 તમારા મોબાઇલ, ટીવી અને લેપટોપ પર લાઇવ જોઇ શકશો. બજેટ 2025ને સંસદ, દૂરદર્શન અને સંસદ ટીવીની સત્તાવાર ચેનલ પર લાઇવ જોઇ શકાય છે. આ ઉપરાંત સરકારના વિવિધ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ X (ટ્વિટર) પર પણ બજેટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

બજેટ રજૂ થયા બાદ જો તમે બજેટ ના દસ્તાવેજો જોવા માંગો છો તો તમે કેન્દ્ર સરકારના સત્તાવાર વેબ પોર્ટલ indiabudget.gov.in દસ્તાવેજોને એક્સેસ કરી શકશો.

આ ઉપરાંત વાર્ષિક નાણાકીય નિવેદન, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ (ડીજી), ફાઇનાન્સ બિલ સહિત તમામ કેન્દ્રીય બજેટ દસ્તાવેજો પણ કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો | બજેટમાં એક ઘોષણાથી પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, જાણો ફ્યુઅલ પર કેટલો ટેક્સ વસૂલે છે સરકાર

બજેટ દિવસે શેરબજાર ચાલુ રહેશે

બજેટ 2025 1 ફેબ્રુઆરી, શનિવારના રોજ રજૂ થવાનું છે. સામાન્ય રીતે શેરબજારમાં શનિવાર અને રવિવાર ટ્રેડિંગ બંધ રહે છે. જો કે આ વખતે શનિવાર જે બજેટ રજૂ થવાનું છે. શેરબજાર માટે પણ બજેટ ઘોષણાઓ બહુ મહત્વપૂર્ણ હોય છે. આથી આ વખતે 1 ફેબ્રુઆરી, 2025 શનિવારના રોજ ભારતીય શેરબજાર બીએસઇ અને એનએસઇ ચાલુ રહેશે. રોકાણકારો કંપનીઓના શેરમાં ટ્રેડિંગ કરી શકશે. શેરબજારમાં ટ્રેડિંગ સવારે 9.15 વાગ્યે શરૂ થશે અને બપોરે 3.30 વાગ્યે સમાપ્ત થશે.

Web Title: Budget 2025 date time live streaming fm nirmala sitharaman budget speech live streaming as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×