scorecardresearch
Premium

Budget 2024: બજેટ રજૂ કરવામાં ન આવે તો દેશમાં શું થાય? તમે ક્યારેય વિચાર્યું છે

FM Nirmala Sitharaman Present Budget 2024: બજેટ 2024 નાણામંત્રી નિર્મલા સીતારમન સંસદમાં બજેટ કરશે. સંસદમાં દર વર્ષે દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે જો બજેટ રજૂ કરવામાં ન આવે તો શું થાય? ચાલો જાણીયે

budget 2024 | fm nirmala sitharaman | middle class budget 2024 expectations | Nirmala Sitharaman Budget 2024 | Modi Govt Budget 2024
FM Nirmala Sitharaman Present Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ 2024 – 25 સંસદમાં રજૂ કર્યો છે.

FM Nirmala Sitharaman Present Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમન બજેટ 2024 – 25 સંસદમાં રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણી બાદ મોદી સરકાર 3.0 નું આ પ્રથમ બજેટ છે. બજેટ 2024 પર સામાન્ય વર્ગ થી વેપારીઓ, ઉદ્યોગ – ધંધા અને બજારની બાજ નજર છે. મંદી અને મોંઘવારીથી પીડિત તમામ વર્ગ બજેટ 2024માં રાહત મળવાની અપેક્ષા રાખી રહ્યા છે. દર વર્ષે દેશનું નાણાકીય બજેટ રજૂ કરવામાં આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે જો બજેટ રજૂ કરવામાં ન આવે તો શું થાય? ચાલો જાણીયે

ભારતના સંવિધાનમાં બજેટ રજૂ કરવાની જોગવાઇ

દર વર્ષે દેશના નાણામંત્રી દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવે છે. બજેટમાં કેન્દ્ર સરકારની આવક અને ખર્ચના લેખા – જોખા હોય છે. ભારતીય સંવિધાનની કલમ 112માં બજેટ રજૂ કરવાવાની જોગવાઇનો ઉલ્લેખ છે. સંવિધાનની જોગવાઇ મુજબ કેન્દ્રય નાણામંત્રી દ્વારા દર નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરવાનું હોય છે.

માત્ર બજેટ રજૂ કરવું જ નહીં તેને સમયસર સંસદ માંથી પાસ કરાવવું જરૂરી છે. જો બજેટ સંસદમાંથી પાસ ન થાય તો સરકાર સામે સંકટ ઉભું થઇ શકે છે. હકીકતમાં બજેટ બહુમતી મંજૂરી સાથે પ્રસાર ન થાય તો એવું માનવામાં આવે છે કે, પ્રવર્તમાન રાજકીય પાર્ટી દેશની સરકાર ચલાવી શકશે નહીં. સરળ શબ્દમાં કહીયે તો સરકારે લોકસભામાં વિશ્વાસ ગુમાવી દીધો છે.

યુનિયન બજેટ લોકસભામાં પાસથવું જરૂરી છે, કારણ કે બજેટ એક નાણાકીય વિધેયક છે જેને રાજ્યસભાની મંજૂરીની જરૂર પડતી નથી.

budget 2024 | fm nirmala sitharaman | middle class budget 2024 expectations | Nirmala Sitharaman Budget 2024 | Modi Govt B
Budget 2024: બજેટ 2024 (Photo: Freepik)

બજેટમાં દરેક વિભાગ અને ક્ષેત્ર માટે નાણાકીય ફાળવણી

જેવી રીતે એક પરિવાર પોતાના ખર્ચ માટે બજેટ બનાવે છે, તેવી જ રીતે સરકાર પણ પોતાના ખર્ચ માટે બજેટ બનાવે છે. બજેટમા 3 ભાગ (કોન્સોલિડેટેડ ફંડ, ઈમરજન્સી ફંડ અને પબ્લિક એકાઉન્ટ) હોય છે. જો સરકાર બજેટ રજૂ ન કરે તો તેને નાણાકીય ભંડોળ ખર્ચ કરવાની મંજૂરી મળતી નથી.

કોન્સોલિડેટેડ ફંડ

ભારતીય સંવિધાનની કલમ 266 અનુસાર કેન્દ્ર સરકાર પાસે ખર્ચ માટે કોન્સોલિડેટેડ ફંડ હોય છે. કોન્સોલિડેટેડ ફંડ માં સરકારની તમામ આવક, સરકાર દ્વારા લેવામાં આવેલું દેવું અને સરકાર તરફથી વસૂલવામાં આવતા દેવાનો સમાવેશ થાય છે. કોન્સોલિડેટેડ ફંડ માટે સરકારે સંસદ માંથી મંજૂરી લેવાની હોય છે. જો સંસદ દ્વારા કોન્સોલિડેટેડ ફંડ માટે મંજૂરી ન મળે તો સરકાર તેનો ઉપયોગ કરી શકતી નથી.

ઈમરજન્સી ફંડ

ભારતના સંવિધાનના આર્ટિકલ 267માં ઈમરજન્સી ફંડ માટેની જોગવાઇનો ઉલ્લેખ છે. ઈમરજન્સી ફંડ દેશના રાષ્ટ્રપતિના નિયંત્રણ હેઠળ આવે છે. જો કોઇ કટોકટી જેવી સ્થિતિ સર્જાય છે તો ત્યારે સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ જ સકાર ઈમરજન્સી ફંડનો ઉપયોગ કરી શકે છે. ઈમરજન્સી ફંડમાંથી નાણા ખર્ચ્યા બાદ કુલ ભંડોળ માંથી રકમની ભરપાઇ કરવામાં આવે છે.

Union Budget 2024 Income Tax benefit
કેન્દ્રીય બજેટ 2024 અને ઈન્કમ ટેક્સ છૂટ

પબ્લિક એકાઉન્ટ ફંડ

પબ્લિક એકાઉન્ટ ફંડ નો મામલો સરકાર સાથે જોડાયેલો હોતો નથી. પબ્લિક એકાઉન્ટ ફંડમાં ભવિષ્ય નિધિ ફંડ અને લઘુ બચત વગેરે સામેલ હોય છે. આમ તો પબ્લિક એકાઉન્ટ ફંડ માટે સંસદની મંજૂરીની જરૂરી પડતી નથી પરંતુ અમુક બાબતોમાં મંજૂરી લેવાની આવશ્યકતા હોય છે.

આ પણ વાંચો | બજેટ 2024 લાઈવ ક્યાં જોવા મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમનનું બજેટ ભાષણ કેટલા વાગે સ્ટ્રીમિંગ થશે?

ક્યા વર્ષે બજેટ રજૂ થયુ ન હતું

ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં દર વર્ષે બજેટ રજૂ થાય છે. અહીંયા સુધી કે કોરોના મહામારીના સમયમાં પણ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ.

Web Title: Budget 2024 what happens if budget not presented in lok sabha impact on india as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×