Budget 2024 TDS On Property: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં ઘણા કરવેરામાં ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં જો તમે ઘર – મકાન કે ઓફિસ જેવી પ્રોપર્ટી વેચવાનું વિચારી રહ્યા છો તો તમારે ટેક્સ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં 50 લાખ રૂપિયા કે તેથી વધુ મૂલ્ય ધરાવતી સ્થાવર સંપત્તિના વેચાણ પર 1 ટકા ટીડીએસ ( ટેક્સ ડિડક્શન એટ સોર્શ) લાગુ પડશે, ભલે તે આ ખરીદ-વેચાણમાં એક થી વધારે વેચાણકર્તા અને ખરીદનાર હોય. કર જોગવાઇના અર્થઘટનના કિસ્સામાં નાણામંત્રી એ તેમના બજેટ ભાષણણાં આ મામલે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.
Budget 2024: પ્રોપર્ટીના વેચાણ પર 1 ટકા ટીડીએસ (TDS On Property Sale)
નાણામંત્રીએ કહ્યું કે, ઘણા વેચાણકર્તા અને ખરીદનારના કિસ્સામાં 50 લાખ રૂપિયા કે તેથી વધુ મૂલ્ય ધરાવતી સ્થાવર સંપત્તિના વેચાણ પર 1 ટકા ટીડીએસ લાગુ થશે. બજેટ દસ્તાવેજ મજબ આવકવેરા કાયદાની કલમની પેટા કલમ 194 – IAમાં ખેતીની જમીન સિવાય અન્ય સ્થાવર સંપત્તિના વેચાણ પર 1 ટકા ટીડીએસ લાગુ પડશે.

આ બાબતને વધારે સ્પષ્ટ કરવા આ કાયદામાં સંશોધન કરવામાં આવશે. આ મામલે થયેલા સંશોધન 1 ઓક્ટોબરથી લાગુ થશે.
મહિલા માટે સંપત્તિ ખરીદવું સરળ બનશે
બજેટ 2024 ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, જો કોઇ મહિલા ઘર કે ઓફિસ ઘરે છે તો તેને પ્રોપર્ટી પર ઓછો ટેક્સ ચૂકવવો પડશે. તેમણે કહ્યું કે, સરકાર મહિલાઓ માટે હાઉસિંગ પ્રોપર્ટી ખરીદવા પર ઓછો ટેક્સ કરવા અને તેને શહેરી વિકાસ યોજનાનો એક ફરજિયાત અંગ કરવા અંગે વિચાર કરશે. સીતારમણે નાણાં વર્ષ 2024-25ની બજેટ રજૂઆત કરતા કહ્યું કે, સરકાર મહિલા દ્વારા ખરીદવામાં આવતી સંપત્તિ પર ટેક્સ ઘટાડનાર રાજ્યોને પ્રોત્સાહન આપશે.

મકાન ભાડા પર ટીડીએસ ઘટ્યો
નિર્મલા સીતારમણે બજેટ 2024 માં ભાડાના મકાનમાં રહેતા લોકોને પર ટેક્સ રાહત આપી છે. કલમ 194-IB ની જોગવાઈ મુજબ એક વ્યક્તિ અથવા હિંદુ અવિભાજિત કુટુંબ કે જેઓ એક મહિના કે મહિનાના અમુક સમય માટે 50000 રૂપિયાથી વધારે ભાડું ચૂકવે છે.
આ પણ વાંચો | મકાન – ઓફિસ કે સોનું વેચ્યા બાદ ઉંચો ટેક્સ ચૂકવવો પડશે, બજેટ 2024માં ઈન્ડેક્સેશન બેનેફિટ નાબૂદ, જાણો નવો નિયમ
કલમ 194-IB ની જોગવાઈઓ મુજબ, એક વ્યક્તિ અથવા હિંદુ અવિભાજિત કુટુંબ કે જેઓ એક મહિના અથવા મહિનાના અમુક ભાગ માટે ₹50,000 થી વધુ ભાડું ચૂકવે છે, તેના પર ટીડીએસ 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે. 50 હજાર રૂપિયાથી વધુ મકાન ભાડું ચૂકવનાર લોકો માટે ટીડીએસન જોગવાઇ છે.