BSNL TV On Mobile Free: બીએસએનએલ ટેલિકોમ કંપનીના યુઝર્સ માટે ખુશખબર છે. દેશની સરકારી ટેલિકોમ ઓપરેટર ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ કરોડો ભારતીયો માટે કનેક્ટિવિટી અને મનોરંજનની પરિભાષા બદલવાના ઇરાદાથી આજે ત્રણ નવી સેવાઓ શરૂ કરી છે. ખાસ કરીને બીએસએનએલના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવેલી આ સેવાઓ પુડુચેરીમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સેવાઓ સાથે, બીએસએનએલનો હેતુ ડિજિટલ અનુભવને શક્ય તેટલા વધુ લોકો સુધી સરળતાથી સુલભ બનાવવાનો છે.
Intranet TV (BiTV) Over Mobile : ઇન્ટ્રાનેટ ટીવી (બીઆઇટીવી) ઓવર મોબાઇલ
બીએસએનએલનું ઈન્ટ્રાનેટ ટીવી (બીઆઈટીવી) આ પ્રકારની પ્રથમ સેવા છે જેમાં 300થી વધુ લાઈવ ટીવી ચેનલ આપવામાં આવે છે. પુડ્ડુચેરીમાં મોબાઇલ યુઝર્સને પ્રીમિયમ ચેનલો મફત આપવામાં આવી રહી છે. ઓટીટી પ્લે સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવેલી આ સેવા હાલ પાયલોટ સેવા છે.
બીએસએનએલની આ નવી સેવા ગ્રાહકો માટે દૈનિક જીવનમાં અત્યાધુનિક મનોરંજનને સંકલિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવી સેવાથી બીએસએનએલના તમામ મોબાઇલ યુઝર્સ માટે હાઇ ક્વોલિટી મનોરંજન સાથે ડિજિટલ સામગ્રી સરળતાથી સુલભ થઈ શકે છે.
BiTV : બીટીવીમાં શું ખાસ છે?
બીએસએનએલની નવી સર્વિસમાં લાઇવ ટીવી ઉપરાંત, બીઆઇટીવી કોઈ વધારાના પૈસા ચૂકવ્યા વિના વિવિધ ભાષાઓમાં મૂવીઝ, વેબ સિરીઝ અને ડોક્યુમેન્ટ્રી ઓફર કરે છે. આ ઉપરાંત બીએસએનએલના સિક્યોર મોબાઇલ ઇન્ટ્રાનેટ સાથેનું બીઆઇટીવી શાનદાર વીડિયો ક્વોલિટી સાથે અવિરત સ્ટ્રીમિંગ સુનિશ્ચિત કરે છે.
સરકારી ટેલિકોમ કંપની પુડુચેરી પછી જાન્યુઆરી 2025 સુધીમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં બીટીવી શરૂ કરવાનો ઇરાદો ધરાવે છે. આ પછી, દેશભરમાં આ સેવા ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
માન્નાદિપટ્ટુ ગામમાં બીએસએનએલની નેશનલ વાઈ-ફાઈ રોમિંગ સુવિધા શરૂ
બીએસએનએલ દ્વારા ઓક્ટોબર 2024 માં દેશભરમાં ઇનોવેટિવ બીએસએનએલ વાઇ-ફાઇ રોમિંગ સુવિધા શરૂ કરી હતી. મન્નાદિપટ્ટુ હવે દેશનું બીજું એવું ગામ બની ગયું છે કે જે સંપૂર્ણ પણે વાઇ-ફાઇ સક્ષમ છે. બીએસએનએલે હવે તેની નેશનલ વાઇ-ફાઇ રોમિંગ સુવિધા ગ્રામીણ વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે. આ ઇનોવેટિવ સેવા સાથે બીએસએનએલ અને નોન-બીએસએનએલ ગ્રાહકો વાઇ-ફાઇ હોટસ્પોટ્સના નેટવર્ક દ્વારા જોડાય છે. બીએસએનએલ અને બીએસએનએલ સિવાયના બંને ગ્રાહકો વિક્ષેપ વિના ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. જો કે આ સેવાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોએ પોતાની સહમતિ આપવી પડશે.
વાઇ-ફાઇ રોમિંગ સુવિધા કેવી રીતે કામ કરે છે
BSNL FTTH ગ્રાહકો તેમના ઘરના ઇન્ટરનેટને બીએસએનએલના કોઈપણ વાઇ-ફાઇ હોટસ્પોટ સાથે કનેક્ટ કરી શકે છે. અથવા જ્યારે હોમ ડેટા એકાઉન્ટ લેવામાં આવે છે ત્યારે તમે દેશભરમાં કોઈપણ બીએસએનએલ એફટીટીએચ કનેક્શનને એક્સેસ કરી શકો છો. આ સેવાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોએ વન-ટાઇમ સંમતિ આપવી પડશે, જેથી જાહેર સ્થળો પર વાઇ-ફાઇ અને અન્ય BSNL FTTH હોમનો ઉપયોગ કરી શકાય.
BSNL FTTH ગ્રાહકો ઉપરાંત કંપની આ હાઇસ્પીડ વાઇ-ફાઇ કનેક્ટિવિટીને બીએસએનએલ મોબાઇલ ગ્રાહકો સુધી પહોંચાડવા પર પણ કામ કરી રહી છે. હવે બીએસએનએલના તમામ મોબાઇલ યુઝર્સ પણ પોતાના મોબાઇલ પ્લાન દ્વારા બીએસએનએલ વાઇ-ફાઇ હોટસ્પોટ્સને કનેક્ટ કરી શકે છે. આ માટે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવું સરળ છે.
હાઈ-સ્પીડ ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઇલ ડેટાનો ઉપયોગ બીએસએનએલ એફટીટીએચ નેટવર્ક સુધી વિસ્તારો. આ ઉપરાંત, બીએસએનએલ યુઝર્સ કોઈપણ FTTH હોમમાં આપમેળે લોગિન કરી શકે છે અને આ પછી તમે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરી શકશો.
બીએસએનએલ સિવાયના વપરાશકર્તાઓ યુપીઆઈ મારફતે બીએસએનએલના હાઇ-સ્પીડ વાઇ-ફાઇ હોટસ્પોટ્સ અને બીએસએનએલ એફટીટીજી પોઇન્ટ્સ / એફટીટીએચ હોમ કનેક્શનનો ઉપયોગ પણ કરી શકશે.
પુડ્ડુચેરીમાં IFTV લોન્ચ
બીએસએનએલની ઈન્ટ્રાનેટ ફાઈબર આધારિત ટીવી (આઈએફટીવી) સેવા સૌપ્રથમ ઓક્ટોબર 2024 માં દેશભરમાં શરૂ કરવામાં આવી હતી. તે હવે પુડુચેરીના તમામ એફટીટીએચ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. 500થી વધુ લાઇવ ટીવી ચેનલ્સ આપતી આ સર્વિસ સંપૂર્ણપણે ફ્રી છે. બીએસએનએલ એફટીટીએચના તમામ ગ્રાહકો આ સેવાનો લાભ બિલકુલ ફ્રીમાં લઇ શકશે. આ સર્વિસને એક્ટિવેટ કરવા માટે ગ્રાહકોએ પોતાની સહમતિ આપવી પડશે.
IFTVના ખાસ ફીચર્સની વાત કરીએ તો ગ્રાહકો કોઈ પણ વધારાના પૈસા ચૂકવ્યા વગર પ્રીમિયમ એન્ટરટેઈનમેન્ટનો લાભ લઈ શકે છે. બીએસએનએલના મજબૂત અને મોટા એફટીટીએચ નેટવર્કથી ગ્રાહકોને સરળ અને હાઇ-ડેફિનેશન સ્ટ્રીમિંગ મળશે. ઓપ્ટ-ઇન પ્રક્રિયા સાથે, વપરાશકર્તાઓ આઇએફટીવીને કન્ટ્રોલ કરી શકે છે.