Why buying a house is better than renting : શા માટે ઘર ખરીદવું એ ભાડા કરતાં વધુ સારું છે: શું ઘર ખરીદવું એ વધુ સારો વિકલ્પ હશે કે ભાડા પર રહેવું? આ પ્રશ્ન ચોક્કસપણે દરેકના મનમાં ઉદ્ભવે છે. રૂમ અથવા મકાન ભાડે આપવાનો સૌથી મોટો ફાયદો તેની પ્લેક્સિબિલીટી છે, પરંતુ એવા ઘણા કારણો છે, જે સ્પષ્ટ કરે છે કે ઘર ખરીદવું લાંબા ગાળે ઘણું સારું સાબિત થઈ શકે છે. કેટલાક દલીલ કરે છે કે, ઘર ખરીદવું ખૂબ મોંઘું છે, જ્યારે ભાડે લેવું સરળ છે અને લાંબા ગાળે વધુ નાણાકીય બોજ વિના કરી શકાય છે. બીજી બાજુ, કેટલાક લોકો માને છે કે, તમારું પોતાનું ઘર ખરીદવાથી તમારું અને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત થાય છે. આ ઉપરાંત તમારું ઘર પણ એક રોકાણ જ છે અને આમાં અન્ય લાભો સિવાય નાણાકીય લાભ પણ સામેલ છે. ચાલો જાણીએ કે ઘર ખરીદવું શા માટે નફાકારક સોદો છે.
કિંમત
માત્ર ઘરમાં રહેવા માટે જ નહીં, પરંતુ તે લાંબા ગાળા માટે પણ એક મોટુ ફાયદાકારક રોકાણ છે. ભારતમાં રિયલ એસ્ટેટના ભાવ ઐતિહાસિક રીતે હકારાત્મક રહ્યા છે. આજે તમે જે ભાવે ઘર ખરીદો છો તેની કિંમત બીજા દિવસે વધુ થઈ જશે.
સ્થિર ઘરની કિંમત
ભાડૂતોને ઘણીવાર બજારની વધઘટને આધીન ભાડાની કિંમતોમાં વધારો કરવો પડતો હોય છે. બીજી બાજુ, ઘરના માલિક દ્વારા એકવાર ચૂકવવામાં આવેલ ખર્ચ અંતિમ હોય છે. આ સ્થિરતા ફુગાવા સામે વધુ સારું નાણાકીય આયોજન અને સુરક્ષા પણ આપે છે.
તમે તમારા પોતાના ઘરના માલિક બનશો
ઘરની માલિકી સુરક્ષા અને સ્થિરતાની ભાવના પ્રદાન કરે છે, જે ભાડે રહેવાથી મથી મળી શકાતી. ઘરના માલિકનો તેની રહેવાની જગ્યા પર નિયંત્રણ હોય છે. આ ઉપરાંત, સામાજિક દૃષ્ટિકોણથી, ઘર ખરીદવાથી ગૌરવ અને સિદ્ધિની ભાવના પણ પેદા થાય છે. તમે જ્યાં રહો છો, તે જગ્યાને તમે તમારી કહી શકો છો.
મકાનમાલિકને કોઈ ચિંતા નહી
ઘર ખરીદ્યા પછી, તમારે મકાનમાલિક સાથે વ્યવહાર કરવો પડશે નહીં. આનો અર્થ એ છે કે, તમે કંઈ ખોટું કર્યું હોય તો પણ ઘર ખાલી કરવાની ચિંતા સહિત તમામ ચિંતાઓથી મુક્તિ મેળવી શકો છો. આ સિવાય તમે તમારી ઈચ્છા અનુસાર તમારા ઘરની જાળવણી કરી શકશો અને જો તમે ઈચ્છો તો તમારા ઘરને સંપૂર્ણ રિપેર તથા તમારી સગવડ પ્રમાણે તેમાં ફેરફાર કરાવી શકો છો. ભાડે રહેતી વખતે આ ચોક્કસપણે શક્ય નથી.
ટેક્સમાં રાહત અને ભાડે આપો તો આવક પણ થાય
જ્યારે તમે ઘર ખરીદવા માટે હોમ લોન લો છો ત્યારે તમને ટેક્સ બેનિફિટ્સ મળે છે. આવકવેરા કાયદાની કલમ 24(B) અને 80C હેઠળ અનુક્રમે હોમ લોનના વ્યાજ અને મુખ્ય ચુકવણી પરની કપાત કરના બોજને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે અને બચત તરફ દોરી જાય છે. ઘરના માલિક હોવાને કારણે, જો તમે ઇચ્છો તો, તમે તેને ભાડા પર પણ આપી શકો છો. જો તમારી પાસે ઘણી મિલકતો છે, તો તમે ભાડા પર આપીને આવકનો વધારાનો સ્ત્રોત પણ મેળવી શકો છો.
આ પણ વાંચો – JioBook Laptop Launch: જિયોબુક 2 લેપટોપ 31 જુલાઈએ થશે લોન્ચ, ઓછી કિંમત સાથે મળશે પાવરફુલ ફીચર્સ
ભાવિ પેઢી માટે રક્ષણ
જ્યારે તમે ઘર ખરીદો છો, ત્યારે માત્ર તમને જ તેનો આનંદ મળતો નથી. તમારી ભાવિ પેઢીઓ પણ તેમનું જીવન સુખ અને શાંતિથી વિતાવી શકે છે. તે પરિવારમાં સુરક્ષાની ભાવના પણ લાવે છે.