scorecardresearch
Premium

Smartphones : ભારતના 15000થી ઓછી કિંમતવાળા શાનદાર બજેટ સ્માર્ટફોન; વિવો, રેડમીના લેટેસ્ટ મોબાઇલ સૌથી ફેવરિટ

Best Smartphones Under 15000 Rupee : જો તમે ઓછી કિંમતે શાનદાર ફિચર્સવાળા સ્માર્ટફોન શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. અહીંયા 15000થી ઓછી કિંમતવાળા ભારતમાં લોન્ચ થયેલા લેટેસ્ટ સ્માર્ટફોનની યાદી આપેલી છે

Best Smartphones Under 15000 Rupee| Best Smartphones Under 15k | budget smartphone | Best 5G smartphone | cheapest smartphone in india | latest smarphone 2023
ભારતમાં હાલ કંપની મોબાઇલ કંપનીઓએ લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ( પ્રતિકાત્મક તસવીર)

Best 5G smartphone Price And Features Under 15000 In India : 15,000 હેઠળના બેસ્ટ સ્માર્ટફોનઃ ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. 15,000થી ઓછી કિંમતના સ્માર્ટફોન ભારતમાં મોટો ફેરફાર લાવ્યા છે. આ ફોનમાં ઓછી કિંમતમાં ઘણા શાનદાર ફિચર્સ ઉપલબ્ધ છે. આ ફોનમાં મજબુત ડિસ્પ્લે, પાવરફુલ પ્રોસેસર, સારા કેમેરા અને લાંબી બેટરી લાઈફ જેવા બેસ્ટ ફિચર્સ આવે છે . Xiaomi, TECNO, Vivo અને POCO જેવા ચીની બ્રાન્ડ્સ આ પરિવર્તનમાં મોટી ભૂમિકા ભજવી છે. આ બ્રાન્ડ નિયમિતપણે રૂ. 15,000ની પ્રાઇસ કેટેગરી હેઠળ નવા ફોન લોન્ચ કરે છે. ચાલો જોઈએ કે આવા સ્માર્ટફોનમાં ક્યા ક્યા ફિચર્સ ઉપલબ્ધ છે

Redmi 12 5G (રેડમી 12 5જી)

Redmi 12 5G એ બજેટ ફોનમાં સૌથી વધુ પ્રિય 5G સ્માર્ટફોન પૈકી એક હોવાનું કહેવાય છે કારણ કે કંપનીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, Redmi 12 5G એમેઝોન પર તેના વેચાણના પહેલા જ દિવસે આઉટ સ્ટોક થઇ ગયો હતો. આ ફોન ‘ક્રિસ્ટલ ગ્લાસ’ ડિઝાઇન, 6.79-ઇંચ FHD+ ડિસ્પ્લે, Qualcomm Snapdragon 4 Gen 2 ચિપસેટ, 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ, IP53 રેટિંગ અને ઘણા બધા ફિચર્સ સાથે આવે છે.

  • 6.79-ઇંચ FHD+ ડિસ્પ્લે; 90Hz રિફ્રેશ રેટ
  • Qualcomm Snapdragon 4th Gen 2
  • 4GB+128GB, 6GB+128GB, 8GB+256GB
  • 50MP ડ્યુઅલ કેમેરા સેટઅપ
  • ફ્રન્ટ કેમેરા 8MP.
  • બેટરી: 18W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે 5,000mAh
  • OS: એન્ડ્રોઇડ 13-આધારિત MIUI 14 સ્કિન આઉટ ઓફ ધ બોક્સ
  • કિંમત: Redmi 12 5G 4GB + 128GB વેરિઅન્ટ માટે 10,999 રૂપિયા, 6GB + 128GB વેરિઅન્ટ માટે 12,499 રૂપિયા અને 8GB + 256GB મોડલ માટે 14,499 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.

Tecno Powa 5 Pro (ટેકનો પોવા 5 પ્રો)

નવા લૉન્ચ થયેલા અને સૌથી વધુ રાહ જોવાઈ રહેલા ફોન પૈકીનો એક છે Tecno Powa 5 Pro. આ સ્માર્ટફોન 6.78-ઇંચ FHD+ 120Hz ડિસ્પ્લે, MediaTek ડાયમેન્સિટી ચિપસેટ, 5,000mAh બેટરી અને ઘણુ બધુ આવે છે. હકીકતમાં ડિઝાઇન શાનદાર લાગે છે અને નથિંગ ફોન (2) જેવી જ છે. તેની પાછળની બાજુએ એલઇડી લાઇટ્સ છે જે જ્યારે તમે રમત રમી રહ્યા હોવ, કૉલ આવે, નોટિફિકેશન આવે કે બેટરી ઓછી હોય ત્યારે તે લાઇટ કરે છે.

  • 6.78-ઇંચ FHD+ ડિસ્પ્લે; 120Hz રિફ્રેશ રેટ
  • mediatek ડાઇમેંશન 6080
  • 8GB+128GB અને 8GB+256GB રેમ અને સ્ટોરેજ
  • 50MP ડ્યુઅલ કેમેરા સેટઅપ
  • ફ્રન્ટ પર 16MP
  • 68W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે 5,000mAh
  • એન્ડ્રોઇડ 13-આધારિત HiOS 13.1
  • તદ્દન નવા POVA 5 Proની કિંમત 8GB+128GB સ્ટોરેજ વાળા ડિવાઇસ માટે 14,999 રૂપિયા છે. 8GB+256GB મોડલ 15,999 રૂપિયામાં આવે છે.

Vivo Y27 (વીવો વાય27)

Vivo Y27 ને તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતો અને તેની કિંમત 15,000 રૂપિયાથી ઓછી છે. તેમાં 6.64-ઇંચની સ્ક્રીન અને બે કેમેરા છે જેમાં મેઇન કેમેરા 50MPનો છે. આ સ્માર્ટફોન 6GB રેગ્યુલર રેમ સાથે 6GB વર્ચ્યુઅલ રેમ, 44W FlashCharge અને ઘણા આકર્ષક ફિચર્સ સાથે આવે છે.

  • 6.64 ઇંચ IPS LCD FHD+ ડિસ્પ્લે
  • મીડિયાટેક હેલિયો જી85
  • 6GB+128GB
  • 50MP+2MP
  • સેલ્ફી માટે ફ્રન્ટ પર 8MP
  • 44W FlashCharge ટેકનોલોજી સાથે 5,000mAh
  • Android 13-આધારિત Funtouch OS 13
  • Vivo Y27 રૂ. 14,999માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ એકમાત્ર 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે.

POCO M6 Pro 5G (પોકો એ6 પ્રો 5જી)

POCO M6 Pro 5G આ મહિનાની શરૂઆતમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને બંનેની કિંમત 15,000 રૂપિયાથી ઓછી છે. તેને 6.79-ઇંચ FHD+ ડિસ્પ્લે, Qualcomm Snapdragon 4 Gen 2 SoC, 50MP પ્રાયમરી કેમેરા, IP53 રેટિંગ, 5,000mAh બેટરી અને વધુ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

  • 6.79-ઇંચ FHD+ ડિસ્પ્લે; 90Hz રિફ્રેશ
  • Qualcomm Snapdragon 4th Gen 2
  • 4GB+64GB અને 6GB+128GB
  • 50MP+2MP
  • 8MP ફ્રન્ટ કેમેરા
  • 18W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે 5,000mAh બેટરી
  • OS: Android 13 પર આધારિત MIUI 14 આઉટ-ઓફ-ધ-બોક્સ.
  • 4GB + 64GB સ્ટોરેજ સાથે POCO M6 Pro 5G ની કિંમત 10,999 રૂપિયા છે અને 6GB + 128GB સ્ટોરેજની કિંમત 12,999 રૂપિયા છે.

Oppo A58 4G (ઓપો એ58 4જી

OPPO A58 4G ઓગસ્ટની શરૂઆતમાં 6.72-ઇંચ ડિસ્પ્લે, MediaTek Helio G85 ચિપસેટ, 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ, 5,000mAh બેટરી અને ઘણા બધા ફિચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. 4G સ્માર્ટફોન દેશમાં સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 15,000 રૂપિયાથી ઓછી છે.

આ પણ વાંચો | જિયો એરફાઇબર સર્વિસ શું છે, ક્યારે લોન્ચ થશે? ઇન્ટરનેટની સુવિધા કેવી રીતે મળશે? જાણો

  • 6.72-ઇંચ FHD+ LCD ડિસ્પ્લે
  • મીડિયાટેક હેલિયો જી85
  • 6GB+128GB
  • 50MP+2MP
  • 8MP સેલ્ફી કેમેરા
  • 33W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે 5,000mAh
  • એન્ડ્રોઇડ 13-આધારિત ColorOS 13.1 સ્કિન આઉટ ઓફ ધ બોક્સ
  • OPPO A58 એક સિંગલ 6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 14,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

Web Title: Best 5g budget smartphone price features under 15000 redmi 12 5g vivo y27 check list as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×