Banks Loan Write Off In 10 Years: બેંક લેણદારો પાસેથી લોન વસૂલાત કરવામાં નબળી છે. સર્વિસ ચાર્જના નામે ભોળા ખાતાધારકોના એકાઉન્ટમાં પૈસા કાપી લેનાર બેંકોના છેલ્લા 10 વર્ષમાં 12.3 લાખ કરોડ રૂપિયા ડુબ્યા છે. હકીકતમાં નાણાંકીય વર્ષ 2015 થી 2024 દરમિયાન બેંકો એ 12.3 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા છે. એટલે કે આટલી જંગી રકમ બેંકોએ માંડવાળ કરી છે. માંડ વાળ લોન માંથી અડધી રકમ સરકારી બેંકોની છે. જાણો કઇ બેંક કેટલા કરોડની લોન માંડવાળ કરી
ખાનગી બેંક કરતા સરકારી બેંકોની એનપીએ અઢી ગણી
સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં બેંક લોન રાઇટ ઓફની ચોંકવનારી માહિતી સામે આવે છે. કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે, સરકારી બેંકોની ગ્રોસ એનપીએ 30 સપ્ટેમ્બર, 2024ના રોજ 316331 કરોડ રૂપિયા હતી. તો ખાનગી બેંકોની ગ્રોસ એનપીએ 134339 કરોડ રૂપિયા હતી.
Bank NPA : બેંક એનપીએ
જાહેર ક્ષેત્રની બેંકોની ગ્રોસ એનપીએ તેની કુલ બાકી લોનના 3.01 ટકા અને ખાનગી બેંકોની 1.86 ટકા છે. સૌથી વધુ લોન રાઇટ ઓફ નાણાં વર્ષ 2019માં થયું છે, તે સમયે બેંકોએ 2.4 લાખ કરોડ રૂપિયાની લોન માંડવાળ કરી હતી. લોન રાઇટ ઓફ 2015માં એસેટ ક્વોલિટી રિવ્યૂ બાદ કરવાાં આવ્યું છે. નાણાંકીય વર્ષ 2024માં માત્ર 1.7 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ થઇ છે, તે કુલ બેંક ધિરાણના 1 ટકા બરાબર છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા 10 વર્ષની લોન રાઇટ ઓફની વાત કરીયે તો જાહેર ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ ઓફ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 2 લાખ કરોડ રૂપિયાની લોન માંડવાળ કરી છે. જે કોઇ બેંક દ્વારા સૌથી વધુ લોન રાઇટ ઓફ છે. તો 94702 કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ સાથે પંજાબ નેશનલ બેંક આ યાદીમાં બીજા ક્રમે છે. જાહેર ક્ષેત્રોની બેંકોએ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 42000 કરોડ રૂપિયાન લોન રાઇટ ઓફ કરી છે.
કેન્દ્રીય મંત્રી પંકંજ ચૌધરીએ જણાવ્યું કે, લોન રાઇટ ઓફ કરવાનો અર્થ એ નથી કે લોન લેનારની પર લોન ચકવવાની જવાબદાર સમાપ્ત થઇ જાય છે. આરબીઆઈની માર્ગદર્શિકા અને પોતાની બોર્ડ પોલિસી મુજબ, બેંક ચાર વર્ષ બાદ એનપીએ રાઇટ ઓફ કરે છે. તેનો અર્થ એવો નથી કે લોન લેનારને લોન રિપેમેન્ટ કરવાની જવાબદારી માંથી મુક્તિ મળી જશે. બેંક સતત ગ્રાહકો પાસેથી લોન રિકવરી માટે પ્રયત્ન ચાલુ રાખે છે.