scorecardresearch
Premium

FD, SIP, ગોલ્ડ અથવા ક્રિપ્ટો: ક્યાં રોકાણ કરવું? તમારા માટે શું છે સારો વિકલ્પ

બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD), સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP), સોનું અને ક્રિપ્ટોકરન્સી રોકાણ કરવા માટે નવા જમાનાના વિકલ્પો છે, જે ઓછા રિસ્ક સાથે ઓછા સમયમાં તમને આકર્ષક રિટર્ન મેળવવાની તક આપે છે.

Investment
રૂપિયાની પ્રતિકાત્મક તસવીર

જો તમે તમારા નાણાંનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યો છો અને ઓછા સમયમાં વધારે રિટર્ન મેળવવા માંગો છો તો તમે શેરબજામાં રોકાણ (Investment in sharemarket) કરી શકો છો, પરંતુ તેમાં રિસ્ક રહેલુ છે. આવી સ્થિતિમાં તમે રોકાણ માટેના અન્ય વિકલ્પો અપનાવી શકો છો. બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD), સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP), સોનું અને ક્રિપ્ટોકરન્સી રોકાણ કરવા માટે નવા જમાનાના વિકલ્પો છે, જે ઓછા રિસ્ક સાથે ઓછા સમયમાં તમને આકર્ષક રિટર્ન મેળવવાની તક આપે છે.

નાણુંનું રોકાણ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. સીઝન ટુ સીનિયર લિવિંગના સીઓઓ અંજલિ નાયરના મતે, પોતાના કરિયર અને નિવૃત્તિ બાદ નાણાંકીય ફાયદા માટે કરિયર ઓપ્શન્સની સાથે ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયો લેવા માટે આવા પ્રકારની યોજનાની જરૂર છે. લોકોએ પોતાના રિટાયરમેન્ટ ટાર્ગેટ અને જરૂરિયાતો અનુસાર જ રોકાણના વિકલ્પો અંગે વિચારવું જોઇએ. નાણાંનું રોકાણ કરવા માટેના યોગ્ય વિકલ્પોની પસંદગી તમને જીવનભરની નાણાંકીય સુરક્ષા પુરી પાડશે.

ક્યાં રોકાણ કરવું સૌથી બેસ્ટ રહેશે
ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરોના મતે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP)માં રોકાણ એ જોખમ ઘટાડવા માટેનું એક અસરકારક પગલું બની શકે છે. ઉપરાંત પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખી નાણાંકીય સુરક્ષા મેળવવાનો એક સારો વિકલ્પ છે. તેની સાથે જ સોનામાં કરેલુ રોકાણ પણ મોટો ફાયદો કરાવી શકે છે, જો કે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર મોટું રિસ્ક રહે છે.

બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરો

બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) કરીને વ્યાજ રૂપે કમાણી મેળવવી એ પરંપરાગત માધ્યમ છે. ભારતમાં બેન્ક એફડી (Bank fixed deposit) બહુ જ પ્રચલિત છે. બેન્કની એફડીના વ્યાજદર કે રિટર્ન તે રકમની સાથે સાથે તેના સમયગાળા એટલે કે મેચ્યોરિટી પીરિયડ પર આધાર રાખે છે. સામાન્ય રીતે સિનિયર સિટીઝનને એફડી ઉપર ઉંચુ વ્યાજ મળે છે. બે કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર આરબીએલ બેન્ક 7 ટકા અને સિનિયર સિટીઝનને 15 મહિનાની મેચ્યોરિટી પર 7.5 ટકા વ્યાજ આપે છે.

તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મહત્તમ પાંચથી 10 વર્ષ સુધીની મુદ્દતની એફડી પર 5.65 ટકા વ્યાજ આપે છે અને સિનિયર સિટીઝનને 6.45 ટકા વ્યાજ ઓફર કરે છે. ખાનગી ક્ષેત્રની આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્ક ત્રણથી પાંચ વર્ષની મેચ્યોરિટી પર સામાન્ય નાગરિકોને 6.10 ટકા અને 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને 6.60 ટકા ઇન્ટરેસ્ટ રિટર્ન ઓફર કરે છે. તેવી જ રીતે અન્ય બેન્કો પણ ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર આકર્ષક વ્યાજ આપી રહી છે. 1.5 લાખ રૂપિયા સુધીની બેન્ક એફડીને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ મળે છે.

PPF સ્કીમમાં રોકાણ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એકાઉન્ટ એ સરકાર તરફથી રજૂ કરાયલી એક નાની બચત યોજના છે, જેમાં એક નાણાંકીય વર્ષમાં ઓછામાં 500 રૂપિયા અને મહત્તમ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પીપીએફમાં રોકાણકારોને 7.1 ટકાનુ વ્યાજ ઓફર કરાય છે. પીપીએફમાં રૂ. 1.5 લાખ સુધીના રોકાણને કર મુક્તિનો લાભ મળે છે ઉપરાંત આ યોજનાની કુલ મુક્ત 15 વર્ષની છે.

ક્રિપ્ટ , SIP કે સોનું – શેમાં રોકાણ કરવું છે બેસ્ટ
એક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એ જણાવ્યુ કે, ક્રિપ્ટોકરન્સી જેવા મૂલ્યની દ્રષ્ટિએ અત્યંત અસ્થિર ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સમાં રોકાણ કરવાથી દૂર રહેવુ જોઇએ. ક્રિપ્ટોકરન્સીના બદલે SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરીને તમે સારો પોર્ટફોલિયો બનાવી શકો છો. ચાલુ વર્ષે SIPમાં જુલાઇ મહિનાના 12,139 કરોડ રૂપિયાની તુલનામાં ઓગસ્ટમાં 12,639 કરોડ રૂપિયાનું નવુ રોકાણ આવ્યુ હતુ. સામાન્ય લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ્સની SIP સ્કીમ એ રોકાણ કરવાનો બેસ્ટ વિકલ્પ છે. ઉપરાંત તમે મ્યુચ્યુઅલ ફંડ્સની વિવિધ સ્કીમો જેવી કે ગોલ્ડ ETF, સિલ્વર ETF, સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરીને આકર્ષક રિટર્ન મેળવી શકો છો.

Web Title: Bank fd sip ppf gold crypto investment options knows which one best for you

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×