Bajaj Freedom 125 CNG Bookin Price And Speed: બજાજ ફ્રિડમ 125 સીએનજી બાઈક ટુંક સમયમાં રોડ પર જોવા મળશે. દુનિયાની પ્રથમ સીએનજી બાઈક બજાજ ફ્રિડમ 125નું દેશભરમાં બુકિંગ શરૂ થઇ ગયું છે. આ સીએનજી બાઇકની શરૂઆતી કિંમત 95000 રૂપિયા (એક્સ-શોરૂમ) છે અને તે 3 વેરિએન્ટ સાથે બજારમાં લોન્ચ કરવામાં આવી છે. હાલ બજાજ સીએનજી બાઈક મુંબઇ, પુના અને ગુજરાતના અમુક શહેર સહિત પસંદગીના શહેરમાં ડિલિવરી માટે ઉપલબ્ધ છે. તાજેતરમાં પુનાના એક ગ્રાહકને બજાજ ફ્રીડમ 125 સીએનજીની પ્રથમ ડિલિવરી કરવામાં આવી છે.
Bajaj Freedom 125 CNG: બજાજ ફ્રીડમ 125 સીએનજી ગેમ ચેન્જર સાબિત થશે
લોન્ચ પહેલા જ ઘણી લાઈમ લાઇટમાં આવેલી બજાજ ફ્રીડમ 125 સીએનજી લોન્ચ બાદ પણ ચર્ચામાં છે. આ સીએનજી બાઇક ટુ-વ્હીલર ઉદ્યોગમાં ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે, કારણ કે તે વિશ્વની પ્રથમ સીએનજી સંચાલિત મોટરસાયકલ છે અને એક વખત ફ્યુઅલ ટેન્ક ફુલ કરાવ્યા 330 કિમી માઇલેજ આપવાનો દાવો કરે છે.
Bajaj Freedom 125 CNG Booking : બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક બુકિંગ
બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક માટે દેશભરમાં બુકિંગ શરૂ થઇ ગયું છે. આ સીએનજી બાઈક માત્ર 1000 રૂપિયા ટોકન એમાઉન્ટ સામે બુક કરાવી શકાય છે. બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક 3 વેરિયન્ટલોન્ચ કરવામાં આવી છે. ત્રણેય વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત આ મુજબ છે.

Bajaj Freedom 125 CNG : બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક વેઇટિંગ પિરિયડ
બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક ખરીદવા લોકો પડાપડી કરી રહ્યા છે. બજાજ ફ્રીડમ 125 મોટરસાઇકલ માટે અમુક શહેરોમાં બુકિંગ ખુલ્યું છે, જ્યા સૌથી ઓછો વેઇટિંગ પિરિયડ એક મહિનાથી ઓછો છે. Bikewale રિપોર્ટ અનુસાર, બજાજ સીએનજી બાઈકની ડિમાન્ડ અને સપ્લાય મુજબ મુંબઈમાં વેઇટિંગ પીરિયડ 20 થી 30 દિવસનો હોઇ શકે છે. તો પુનામાં 30 થી 45 દિવસ અને ગુજરાતમાં 45 દિવસથી ત્રણ મહિના સુધી લંબાવી શકાય છે.
Bajaj Freedom 125 CNG: બજાજ ફ્રીડમ 125 – સીએનજી બાઇકની ટેકનોલોજી
બજાજ ફ્રીડમ 125ને પાવર આપતું એન્જિન 125સીસી, સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન છે, જે 9.3 બીએચપી અને 9.7એનએમ ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. બજાજ ફ્રીડમ 125 બાઈકમાં 2 લિટરની ફ્યુઅલ ટેન્ક અને 2 કિલો સીએનજી ટેન્ક મળે છે, જે રાઇડરની સીટની નીચે હોય છે, જે નવી ટ્રેલિસ ફ્રેમમાં કવર કરાયેલી છે.
Bajaj Freedom 125 CNG: 3 વેરિયન્ટ
બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઈક વેરિઅન્ટના આધારે મોટરસાઇકલમાં એલઇડી હેડલાઇટ્સ, ડિસ્ક અથવા ડ્રમ બ્રેક વિકલ્પો, ફોન કનેક્ટિવિટી સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, પાછળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને મોનોશોક મળે છે, જે આ સેગમેન્ટમાં પહેલીવાર આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો | રોયલ એનફિલ્ડ ગેરીલા 450 પાવરફુલ એન્જિન અને શાનદાર ફીચર્સ સાથે લોન્ચ, જાણો કિંમત
Bajaj Freedom 125 CNG: હરીફો ટુ વ્હીલર સાથે મુકાબલો
બજાજ ફ્રીડમ 125 બાઈક આમ તો દુનિયાન પ્રથમ સીએનજી બાઈક છે. તેમ છતાં બજાજ ફ્રીડ 125 મોટરસાઇકલ આ સેગમેન્ટમાં હીરો સ્પ્લેન્ડર 125, હોન્ડા શાઇન 125 અને અન્ય 125 સીસી કમ્યુટર મોટરસાઇકલ્સ સાથે મુકાબલો કરશે, જ્યારે તે ડિઝાઇન અને અલબત્ત, તેની સીએનજી પાવરટ્રેનની દ્રષ્ટિએ અલગ તરી આવે છે.