Bajaj CNG Bike Teaser Video Launch: બજાજ સીએનજી બાઈક લોન્ચ થવાની તૈયારીમાં છે. બજાજ ઓટો કંપની 5 જુલાઇના રોજ ભારતની પ્રથમ સીએનજી બાઈક લોન્ચ કરી રહી છે. કંપનીએ દાવો કર્યો છે કે, તે દુનિયાની આ પ્રકારની પહેલી બાઈક છે. સીએનજી બાઈકના લોન્ચ પૂર્વે કંપની દ્વારા એક ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં બજાજ સીએનજી બાઈકની ઝલક જોવા મળી છે. જેમા બ્લુ કલરની સીએનજી બાઈક છે અને અમુક ફીચર્સ દેખાય છે.
બજાજ સીએનજી બાઈક 5 જુલાઇ લોન્ચ થશે (Bajaj CNG Bike Launch 5 July)
બજાજ ઓટો દ્વારા લગભગ બે મહિના પૂર્વ સીએનજી બાઈક લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કંપનીએ ઘોષણા કરી કે, દેશની પ્રથમ સીએનજી બાઈક 5 જુલાઇના રોજ લોન્ચ થશે. બજાજ સીએનજી બાઈકનું લોન્ચિંગ પુનામાં કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં કરવામાં આવશે.
Bajaj CNG Bike દુનિયાની પ્રથમ સીએનજી બાઈક (Bajaj First CNG Bike Teaser Video)
બજાજ ઓટોના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર સીએનજી બાઈકનો ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ટીઝરમાં સીએનજી બાઈકની ઝાંખી ઝલક જોવા મળે છે. બાઈક પર એક વાદળી રંગની સ્વીચ છે જેની બાજુમાં સીએનજી ફ્યુઅલનું નિશાન દેખાય છે. ત્યારબાદ બજાજ ઓટોનો આઈકોનિક સિમ્બોલ અને છેલ્લે સંપૂર્ણ બાઈક દેખાય છે, જો કે સ્પષ્ટપણ બાઈક દેખાતી નથી. ટીઝર વીડિયાના અંતમાં બજાજ ઓટો કંપની દાવો કરે છે, આ દુનિયાની પ્રથમ સીએનજી મોટરસાઇક છે, જે 5 જુલાઇ, 2024ના રોજ લોન્ચ થશે.
આ પણ વાંચો | ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી કેટલી ચાર્જ કરવી? આ 5 ટીપ્સ ધ્યાનમાં રાખો, આગ કે બ્લાસ્ટ થવાનું જોખમ નહીં રહે
બજાજ સીએનજી બાઈક નામ અને કિંમત (Bajaj CNG Bike Name And Price)
બજાજ ઓટો કંપનીની સીએનજી બાઈકના નામ અને ફીચર્સ વિશે હાલ સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નથી. સીએનજી બાઈકનું નામ કદાચ Bruzer હોઇ શકે છે. દેશના મોટભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે. ઉપરાંત ઈલેક્ટ્રિક બાઈક અને સ્કૂટર હજી પણ સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી. આવી સ્થિતિમાં સીએનજી બાઈક સસ્તા ફ્યુઅલનો એક સારો વિકલ્પ બની શકે છે.