Bajaj Chetak Electric Scooter: ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર લોકપ્રિય થઇ રહ્યા છે. ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં વધતી સ્પર્ધા અને ગ્રાહકોના ટ્રેન્ડને ધ્યાનમાં રાખી ઘણા ટુ-વ્હીલર ઉત્પાદકો સતત તેમના હાલના મોડેલોને અપડેટ કરી રહ્યા છે અને નવા મોડેલો લોન્ચ કરી રહ્યા છે, જેમાં લેટેસ્ટ નામ જોડાયું છે બજાજ ઓટો, જેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ તેના લોકપ્રિય ચેતક 2903 મોડેલના અપડેટેડ વર્ઝનના લોન્ચના સંકેત આપ્યા છે. આ એક એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક સ્કૂટર હશે, જેના પર કંપની કામ કરી રહી છે, જેને જૂનમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે.
Bajaj Chetak : બજાજ ચેતક સ્કૂટરના વેરિયન્ટ
હાલમાં ચેતક પોર્ટફોલિયો 2903, 3501, 3502 અને 3503થી શરૂ કરીને 4 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. ક્વાર્ટર 4 માં ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં ચેતકના વેચાણ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યા પછી, બજાજ તેની એફોર્ડેબલ રેન્જમાં વધુ વૈવિધ્ય લાવવા માંગે છે.
બજાજ ઓટોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, “ચેતક બ્રાન્ડની વધતી લોકપ્રિયતામાં માર્કેટ શેરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આ ગતિને કારણે ચેતક ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો હતો, બજાજે ઇ-સ્કૂટર માર્કેટમાં 29 ટકા હિસ્સો મેળવ્યો હતો.
શર્માએ જાહેરાત કરી હતી કે, “મે 2025 ના અંતમાં ત્રીજા 35 સિરીઝ વેરિઅન્ટ, 3503 અને જૂનમાં અપગ્રેડેડ એન્ટ્રી-લેવલ 2903 ની રજૂઆત સાથે, ચેતક પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે.” ઉભરતા પેટા-સેગમેન્ટમાં જોડાવા માટે નાણાકીય વર્ષ 2026 માટે વધારાના વેરિઅન્ટની પણ યોજના છે. ”
Bajaj Chetak : બજાજ ચેતક સ્કૂટરમાં શું ખાસ હશે?
ચેતક 2903માં 2.9 kWhની બેટરી આપવામાં આવી છે જેની રેન્જ 123 કિ.મી. તે 4 કલાકમાં 100 ટકા ચાર્જ કરે છે અને તેની ટોપ સ્પીડ 63 કિમી પ્રતિ કલાકની છે. તેમાં હિલ હોલ્ડ અને બે રાઇડ મોડ્સ છે – ઇકો એન્ડ સ્પોર્ટ. તેની એક્સ શોરૂમ કિંમત 98,498 રૂપિયા છે.
નવા અપડેટેડ વર્ઝનમાં 35 સિરીઝની બેટરી, 3.5 kWhની બેટરી 153 કિમીની રેન્જ સાથે હોવાની આશા છે. 35 સીરીઝના એન્ટ્રી લેવલ મોડલના આધારે 3503માં 35 લીટરની મોટી અંડર સીટ સ્ટોરેજ અને 63 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળવાની આશા છે. તે 3 કલાક અને 25 મિનિટમાં 0 થી 80% સુધી ચાર્જ લે છે અને 151 કિ.મી.ની રેન્જ આપે છે. તે બે રાઇડ મોડ્સ – ઇકો અને સ્પોર્ટથી સજ્જ હશે.
Bajaj Chetak Price : બજાજ ચેતક કિંમત
બજાજ ચેતકની નવી પેઢીની 35 સીરીઝ 3 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે – 3503ની કિંમત 102,500 રૂપિયા, 3502 ની કિંમત 122,499 રૂપિયા અને 3501 ની કિંમત 122,500 રૂપિયા છે, જે તમામ એક્સ-શોરૂમ કિંમતો છે. નવા અપડેટેડ વેરિઅન્ટની કિંમત 1 લાખ રૂપિયાથી ઓછી હોવાની આશા છે.
Bajaj Chetak Rival : બજાજ ચેતક હરિફ
ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં બજાજ ચેતકની ટક્કર ટીવીએસ આઇક્યુબ, ઓલા એસ1 પ્રો, એથર 450એક્સ, એથર રિઝા અને હોન્ડા એક્ટિવા ઇ જેવા અગ્રણી નામો સાથે છે.