scorecardresearch
Premium

નવા હીરો ગ્લેમરમાં મળશે ક્રુઝ કંટ્રોલનું ફીચર, જાણો આ બજેટ કમ્યૂટર બાઇકની બધી ડિટેલ

Upcoming Hero Glamour 2025: હીરો ગ્લેમરને ક્રુઝ કંટ્રોલ મળવાના સમાચારથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે તે પહેલી હીરો બાઇક છે, જેમાં ક્રુઝ કંટ્રોલછે, અને તે પણ કમ્યુટર મોટરસાઇકલ સાથે

Upcoming Hero Glamour, હીરો ગ્લેમર
હીરો ગ્લેમર ક્રુઝ કંટ્રોલ સાથે ટેસ્ટિંગ કરતી જોવા મળી છે

Upcoming Hero Glamour get cruise control feature: ભારતમાં મોટરસાઇકલ સેગમેન્ટની કંપનીઓ સતત નવી ટેકનોલોજી સાથે પોતાની હાલની રેન્જ અપડેટ કરી રહી છે. ટેકનોલોજી સાથે પોતાની બાઇક રેન્જ અપડેટ કરનારી પ્રથમ કંપની કેટીએમ હતી, જેણે 390 ડ્યુક જેવી એક્સેસિબલ મોટરસાઇકલમાં ઘણી સુપરબાઇક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ ટીવીએસએ આરટીઆર 310 લોન્ચ કરી હતી. હવે હીરો ગ્લેમર ક્રુઝ કંટ્રોલ સાથે ટેસ્ટિંગ કરતી જોવા મળી છે.

હીરો ગ્લેમરમાં મળશે ક્રુઝ કંટ્રોલ

હીરો ગ્લેમરને ક્રુઝ કંટ્રોલ મળવાના સમાચારથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે તે પહેલી હીરો બાઇક છે, જેમાં ક્રુઝ કંટ્રોલછે, અને તે પણ કમ્યુટર મોટરસાઇકલ સાથે. સ્પાઇ શોટમાં હીરો ગ્લેમર જેવી દેખાતી એક બાઇક જોવા મળે છે, પરંતુ જે વાત અસામાન્ય લાગે છે તે એ છે કે ટેસ્ટ મ્યૂલને ડક્ટ ટેપથી લપેટવામાં આવેલી છે.

અમને એ જાણવાની ઉત્સુકતા છે કે, ક્રુઝ કંટ્રોલ કઈ ટેકનોલોજીના આધારે હશે. જો તે રાઇડ-બાય-વાયર હોય તો તે ગ્લેમરની કિંમતમાં નોંધપાત્ર વધારો કરી શકે છે અને તે કિંમત-સંવેદનશીલ કમ્યુટર સેગમેન્ટમાં મોંઘી મોટરસાયકલ બની શકે છે.

આગામી ગ્લેમરની અન્ય વિગતો સૂચવે છે કે તેમાં હીરો એક્સ્ટ્રીમ 250આર જેવું એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ હશે. આ અપડેટ્સથી એવું લાગે છે કે હીરો તેની મોટરસાયકલોના પ્રીમિયમ ફેક્ટરને વધુ વધારી રહ્યું છે.

હાલમાં હીરો ગ્લેમરની કિંમત એક્સ-શોરૂમ 95,098 રૂપિયા છે

હાલમાં હીરો ગ્લેમરની કિંમત એક્સ-શોરૂમ 95,098 રૂપિયા છે અને તે સ્ટાન્ડર્ડ અને એક્સટેક એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ મોટરસાઇકલમાં 124.7સીસી, એર-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 10.3 બીએચપી અને 10.4 એનએમ ટોર્ક જનરેટ કરે છે અને તેને પાંચ-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવે છે.

આ પણ વાંચો – Zelio એ ગ્રેસી+ ફેસલિફ્ટ સ્કૂટર લોન્ચ કર્યું, મળશે 6 બેટરી ઓપ્શન, જાણો કિંમત અને ફિચર્સ

હીરો 65 કિ.મી./લીટરની ફ્યૂલ કાર્યક્ષમતાનો દાવો કરે છે અને અપડેટેડ મોડલ આ તમામ સ્પેસિફિકેશન્સ જાળવી રાખશે કારણ કે તે સેગમેન્ટમાં મહત્વપૂર્ણ છે. સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂઝ કંટ્રોલ સાથે હીરો ગ્લેમરની કિંમતમાં કેટલો વધારો થશે તે જોવું રસપ્રદ રહેશે અને જો હીરોની વાત સાચી રહેશે તો હીરો ગ્લેમર ભારતની સૌથી સસ્તી ક્રૂઝ કંટ્રોલ્ડ મોટરસાઇકલ હશે, જે હાલમાં ટીવીએસ અપાચે આરટીઆર 310 પાસે છે.

જ્યારે લોન્ચ કરવામાં આવશે ત્યારે હીરો ગ્લેમરનું આ સેગમેન્ટમાં હોન્ડા શાઇનની સાથે સાથે હીરો અને બજાજ દ્વારા નિર્મિત અન્ય કેટલાક 125સીસી બાઇક સાથે સ્પર્ધા કરશે.

Web Title: Automobile news upcoming hero glamour get cruise control feature know complete details ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×