Sabih Khan Apple New COO : ભારતીય પ્રતિભા એ ફરી એકવાર દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. ભારતમાં જન્મેલા સબીહ ખાને સાબિત કરી દીધું છે કે ભારતની પ્રતિભાની કોઈ સીમા નથી. ટેક્નોલોજી જાયન્ટ એપલે ભારતીય મૂળના સબીહ ખાનને તેના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) તરીકે નિયુક્ત કર્યા છે. તે જેફ વિલિયમ્સનું સ્થાન લેશે. હવે સબીહ ખાનને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ એપલની વૈશ્વિક કામગીરીની જવાબદાર સંભાળશે, ખાસ કરીને એવા સમયે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સૌથી મોટો પડકાર છે.
Sabih Khan Indian Born : સબીહ ખાનનો ભારતમાં જન્મ
સબીહ ખાનનો જન્મ વર્ષ 1966માં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો છે. તેઓ નાના હતા ત્યારે જ તેમનો પરિવાર ભારત માંથી સિંગાપોર સ્થાપી થયો. ત્યારબાદ ત્યાંથી અમેરિકા જતા રહ્યા હતા.
Sabih Khan Education : સબીહ ખાનનું શિક્ષણ
સબીહ ખાનેની શૈક્ષિણક અભ્યાસની વાત કરીયે તો, તેમણે ટફ્ટ્સ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડબલ બેચલર ડિગ્રી અને રેંસસેલર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
એપલ કંપનીમાં સબીહ ખાને વર્ષ 1995માં પ્રોક્યોરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જોઇન્ટ થવાની સાથે કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર પછી સતત પ્રમોશન મેળવી વર્ષ 2019માં ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા. આ ભૂમિકામાં તેમણે એપલની જટિલ વૈશ્વિક સપ્લાય ચેઇનને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે પ્લાનિંગ, પ્રોક્યુર્મેન્ટ, મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન જેવા મહત્વપૂર્ણ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.
એપલમાં જોડાતા પહેલા સબીહ ખાને જીઇ પ્લાસ્ટિક્સમાં એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્જિનિયર અને ટેકનિકલ હેડ તરીકે કામ કર્યું હતું.
સબીહ ખાનની નિમણૂક પર એપલના સીઈઓ ટિમ કૂકે શું કહ્યું?
એપલના સીઇઓ ટિમ કુકે ખાનની પ્રશંસા કરતા કહ્યું હતું કે સબીહ એક શાનદાર રણનીતિકાર છે. તેમણે એડવાન્સ મેન્યુફેક્ચરિંગમાં નવી ટેકનોલોજીને આગળ વધારવામાં મદદ કરી છે, યુએસમાં એપલની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું વિસ્તરણ કર્યું છે અને અમારા પર્યાવરણીય લક્ષ્યોને આગળ ધપાવ્યા છે. જેના કારણે એપલના કાર્બન ઉત્સર્જનમાં 60 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ બધાથી ઉપર, સબીહ સંપૂર્ણ હૃદય અને નિષ્ઠા સાથે નેતૃત્વ કરે છે અને મને વિશ્વાસ છે કે તે અપવાદરૂપ સીઓઓ તરીકે સાબિત થશે.
Sabih Khan Salary In Apple : સબીહ ખાનને પગાર કેટલો છે?
Barron’s ની રિપોર્ટ મુજબ સબીહ ખાનની પહેલા એપલના COO રહેલા જેફ વિલિયમન્સને 1 મિલિયન ડોલર એટલે લગભગ 8 કરોડ રૂપિયાની બેઝ સેલેરી મળતી હતી. બોનસ અને અન્ય ભથ્થા સાથે તેમનો કુલ પગાર લગભગ 23 મિલિયન ડોલર અંદાજે 191 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. એવું મનાય છે કે, સબીહ ખાનનો પગાર પણ આટલો રહેવાની ધારણા છે. જો કે એપલ કંપનીએ હજી સુધી કોઇ સત્તાવાર જાણકારી આપી નથી.