Apple iPhone 15, iPhone 14 Price Cut: એપલ આઈફોન 16 લોન્ચ થયા છે. એપલ દર વર્ષે પોતાના નવા આઇફોન મોડલ લોન્ચ કર્યા બાદ જૂના આઇફોન લાઇનઅપની કિંમત નક્કી કરે છે. આ ટ્રેન્ડ વર્ષ 2024માં પણ ચાલુ છે અને સોમવારે (9 સપ્ટેમ્બર 2024) આઈફોન 16 સિરીઝ રિલીઝ થતાં જ ટેક કંપનીએ પાછલી પેઢીના આઇફોન મોડલ્સની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત એપલે લેટેસ્ટ આઇફોન 16 સીરીઝના લોન્ચ બાદ ભારતમાં કેટલાક જૂના આઇફોન પણ બંધ કરી દીધા છે. નવો આઈફોન 16 લોન્ચ થયા બાદ એપલ કંપનીએ આઈફોન 15 અને આઈફોન 14ની કિંમત ઘટાડી છે.
આઇફોન 15 કિંમત (iPhone 15 Price In India)
આઇફોન 15 વર્ષ 2023માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે એપલ સ્ટોર ઓનલાઇન પર તેની કિંમત 10000 રૂપિયા સુધી ઘટાડવામાં આવી છે. હાલમાં આઇફોન 15 ના 128 જીબી સ્ટોરેજનું બેઝ વેરિયન્ટ 69900 રૂપિયામાં લિસ્ટ છે. આ આઈફોન હવે 79900 રૂપિયામાં ખરીદી શકાય છે. તો 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 89900 રૂપિયાના બદલે 79900 રૂપિયામાં ખરીદી શકાય છે. તો 512 જીબી સ્ટોરેજ વેરિયન્ટ હવે 109900 રૂપિયાના બદલે 99900 રૂપિયામાં ખરીદી શકાય છે. આઇફોન 15 સ્માર્ટફોન બ્લેક, બ્લૂ, ગ્રીન, પિંક અને યલો કલરમાં ખરીદી શકાય છે.
આઇફોન 14 કિંમત ઘટી (iPhone 14 Price Cut In India)
આઇફોન 14 ના 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત હવે ભારતમાં 59900 રૂપિયાથી શરૂ થાય છે. તો અગાઉ આ આઈફોન 69900 રૂપિયામાં ખરીદી માટે ઉપલબ્ધ હતો. હવે આઇફોન 14 ના 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 69900 રૂપિયામાં અને 512 જીબી સ્ટોરેજ મોડલને 89900 રૂપિયામાં ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે આઈફોન 14 વર્ષ 2022માં 79,900 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ આઈફોન 15ના લોન્ચ થયા બાદ તેની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
આઇફોન 14 બ્લૂ, મિડનાઇટ બ્લેક, પર્પલ, રેડ, સ્ટારલાઇટ વ્હાઇટ અને યલો કલરમાં ખરીદી શકાય છે.
અમે તમને ભલામણ કરીએ છીએ કે આઇફોનના આ મોડેલોની લેટેસ્ટ કિંમત અને ઓફર્સ તપાસવા માટે ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન અને ફ્લિપકાર્ટની મુલાકાત લો, અહીં તમે વધારાના ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મેળવી શકો છો.
iPhone 14, iPhone 15 ખરીદવો ફાયદાનો સોદો છે?
તમને જણાવી દઈએ કે ઓલ્ડ જનરેશનના આઈફોન મોડલ ખરીદવા એક નફાકારક સોદો હોઈ શકે છે કારણ કે તમારે નવા મોડલ ખરીદવા પાછળ વધારે પૈસા ખર્ચ કરવો પડશે નહીં. સામાન્ય રીતે એપલ પોતાના હેન્ડસેટમાં 5 વર્ષ સુધી સોફ્ટવેર અપડેટ આપે છે.
તમને જણાવી દઈએ કે લેટેસ્ટ આઈફોન 16 ભારતમાં 79900 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે આઇફોન 16 પ્લસની કિંમત 89900 રૂપિયાથી શરૂ થાય છે.
આ પણ વાંચો | iPhone 16 Pro iઅને આઈફોન 16 પ્રો મેક્સ સૌથી મોટી બેટરી અને ડિસ્પ્લે સાથે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
આ ઉપરાંત ક્યુપરટિનો સ્થિત આ ટેક કંપનીએ ભારતમાં આઇફોન 15 પ્રો અને આઇફોન 15 પ્રો મેક્સ બંધ કરી દીધો છે. હવે એપલ દેશમાં પોતાના આઇફોન 13, વોચ સીરીઝ 9નું વેચાણ નહીં કરે.