scorecardresearch
Premium

Apple Foldable iphone: એપલના ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત થઈ લીક, જાણો ક્યારે થશે લોંચ અને કેવા મળશે ફીચર્સ?

એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન લોન્ચ થવાની અપેક્ષા : ઘણા સમયથી લીક થયેલા અહેવાલોમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન વિશે ઘણું બધું ખુલ્યું છે. કંપનીએ હજુ સુધી તેના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોનની લોન્ચ તારીખ જાહેર કરી નથી.

Apple Foldable iphone Launch and Specificaiton
એપલના ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત થઈ લીક photo- X- @applesfera

Apple Foldable iphone Expected Price: એપલ ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. કંપની સપ્ટેમ્બરમાં આઇફોન 17 સિરીઝ રજૂ કરવા જઈ રહી છે. ઘણા સમયથી લીક થયેલા અહેવાલોમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન વિશે ઘણું બધું ખુલ્યું છે. કંપનીએ હજુ સુધી તેના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોનની લોન્ચ તારીખ જાહેર કરી નથી.

જોકે, તાજેતરના રિપોર્ટમાં ફોનના લોન્ચથી લઈને કિંમત સુધી ઘણું બધું ખુલ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં બજારમાં સેમસંગ, મોટોરોલા અને વિવો જેવી કંપનીઓના ફોલ્ડેબલ સ્માર્ટફોન છે, જે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. હવે એપલ પણ આ બજારમાં પોતાનો પગ જમાવવા માટે તૈયાર છે. ચાલો જાણીએ કે સ્માર્ટફોન ક્યારે અને કઈ કિંમતે લોન્ચ થશે.

એપલનો ફોલ્ડેબલ ફોન ક્યારે લોન્ચ થશે?

બ્લૂમબર્ગના માર્ક ગુરમેનના મતે કંપની વર્ષ 2026 ના બીજા ભાગમાં તેનો પહેલો સ્માર્ટફોન રજૂ કરશે. આનો અર્થ એ છે કે ફોલ્ડેબલ સ્માર્ટફોન આઇફોન 18 સિરીઝ સાથે લોન્ચ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા આ સંદર્ભમાં હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે iPhone X પછી આ પહેલી વાર હશે જ્યારે Apple તેના ફોનને સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરશે.

કંપનીનો ફોલ્ડેબલ સ્માર્ટફોન બુક સ્ટાઇલ ડિઝાઇન સાથે આવશે. જેમ કે Galazy Z Fold 7 છે. આનો અર્થ એ છે કે ફોનમાં મોટી ડિસ્પ્લે હશે, જે ટેબ્લેટનો અનુભવ આપશે.

તેની કિંમત કેટલી હશે?

કિંમત વિશે વાત કરીએ તો, Appleનો ફોલ્ડેબલ સ્માર્ટફોન ભારતમાં લગભગ $2,000 એટલે કે લગભગ 1.72 લાખ રૂપિયામાં લોન્ચ થઈ શકે છે. લીક થયેલા અહેવાલો અનુસાર ફોલ્ડેબલ ફોનમાં 7.8-ઇંચની આંતરિક ડિસ્પ્લે અને 5.5-ઇંચની કવર સ્ક્રીન હશે. આ ફોનની જાડાઈ 4.5mm હશે.

ફોલ્ડ કરવામાં આવે ત્યારે ફોન 9mm જાડો થઈ જશે, જો આવું થાય તો તે સૌથી પાતળો ફોલ્ડેબલ સ્માર્ટફોન હશે. ફોનની પાછળની બાજુએ ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ મળવાની અપેક્ષા છે. કંપની આ ફોનમાં ફેસ ID ને બદલે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપી શકે છે.

આ પણ વાંચોઃ- PAN Card Fraud: તમારા પાન કાર્ડ પર અન્ય વ્યક્તિએ લોન લીધી છે? કેવી રીતે ચેક કરવું? ક્યાં ફરિયાદ કરવી? જાણો અહીં

સોફ્ટવેર વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જો સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો, કંપની ફોલ્ડેબલ ફોન અનુસાર iOS 27 ડિઝાઇન કરશે. એવી અપેક્ષા છે કે કંપની ટૂંક સમયમાં તેના વિશે માહિતી શેર કરી શકે છે.

Web Title: Apple first foldable iphone smartphone mobile expected launch date price leaked in gujarati ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×