scorecardresearch
Premium

iPhone 16 Pro Max : લીક રિપોર્ટ્સમાં આઇફોન 16 સીરીઝની જાણકારી સામે આવી, પ્રશંસકોને મળી શકે છે સરપ્રાઇઝ

iPhone 16 Pro Max : એપલના નેક્સ્ટ-જનરેશન આઇફોનને લોન્ચ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એપલના ચાહકો નવી આઇફોન 16 સીરીઝની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. લોન્ચિંગ પહેલા સતત લીક અને રિપોર્ટ્સમાં આઇફોન 16 સીરીઝની જાણકારી સામે આવી રહી છે

iPhone, iPhone 16 Pro Max
iPhone 16 Pro Max : એપલના ચાહકો નવી આઇફોન 16 સીરીઝની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

iPhone 16 Pro Max : એપલના નેક્સ્ટ-જનરેશન આઇફોનને લોન્ચ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એપલના ચાહકો નવી આઇફોન 16 સીરીઝની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. એપલ તેના સ્માર્ટફોનમાં નવા નવા ઇનોવેશન માટે જાણીતી છે. પરંતુ એપલે હંમેશાની જેમ આગામી આઇફોન સાથે જોડાયેલી કોઇ જાણકારી શેર કરી નથી. લોન્ચિંગ પહેલા સતત લીક અને રિપોર્ટ્સમાં આઇફોન 16 સીરીઝની જાણકારી સામે આવી રહી છે. હવે ખુલાસો થયો છે કે આગામી આઇફોન 16 પ્રો મેક્સમાં 2TB સુધી સ્ટોરેજ મળી શકે છે.

આઈફોન 16 પ્રો મેક્સને 2 ટીબીના સ્ટોરેજ સાથે લોન્ચ કરી શકાય છે

જણાવી દઈએ કે હાલમાં જ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આઈફોન 16 પ્રો મેક્સને વધુમાં વધુ 2 ટીબીના સ્ટોરેજ સાથે લોન્ચ કરી શકાય છે. જો આ રિપોર્ટની વાત સાચી માનીએ તો હાઈ એન્ડ આઈફોન મોડલમાં સ્ટોરેજની દ્રષ્ટિએ આ એક મોટું અપગ્રેડ હશે. અત્યાર સુધી આઇફોન પ્રો મોડલના પ્રીમિયમ વેરિએન્ટમાં 1 ટીબી સુધીની સ્ટોરેજ મળતી રહી છે.

નેવર બ્લોગ સમાચાર એગ્રીગેટર યેક્સ 1122ને ટાંકીને એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આઇફોન 16 પ્રો મોડલ્સમાં આઇફોન 15 પ્રો મોડલ્સની સરખામણીમાં ડબલ સ્ટોરેજ મળશે. આ પહેલા જાન્યુઆરીમાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે એપલ તેના ઉચ્ચ સ્ટોરેજ મોડેલો માટે higher-density Quad-Level Cell (QLC) NAND ફ્લેશ મેમરીમાં સ્વિચ કરી શકે છે. જો રિપોર્ટ સાચો સાબિત થાય છે કે એપલ ઓછી જગ્યામાં વધુ સ્ટોરેજ ફિટ કરવા માટે QLC NAND નો ઉપયોગ કરી શકે છે. તે ટ્રિપલ-લેવલ સેલ (ટીએલસી) (TLC) NAND flash મેમરીની તુલનામાં પણ કિફાયતી છે.

આઇફોન 16 પ્રો મેક્સ અત્યાર સુધીનો સૌથી મોટો આઇફોન હશે?

સ્ટોરેજ ઉપરાંત અનેક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આઇફોન 16 પ્રો મેક્સમાં 6.9 ઇંચની મોટી સ્ક્રીન મળશે. જ્યારે આઇફોન 15 પ્રો મેક્સમાં 6.7 ઇંચની સ્ક્રીન આપવામાં આવશે. ડિવાઇસને એલટીપીઓ ટેકનોલોજી સાથે પહેલાથી શાનદાર OLED પેનલ આપી શકાય છે, જે વેરિયેબલ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આઇફોન 16 પ્રો મેક્સમાં અત્યાર સુધીના સૌથી પાતળા બેઝલ્સ આપવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો – ગુગલના સૌથી મોંઘા અને પ્રથમ ફોલ્ડેબલ ફોનનું વેચાણ ભારતમાં શરૂ, જાણો કિંમત અને ફિચર્સ

પરફોર્મન્સની વાત કરીએ તો આઇફોન 16 પ્રો મેક્સમાં એ18 પ્રો ચિપ મળી શકે છે. હેન્ડસેટમાં આઇફોન 15 પ્રો મેક્સની જેમ કેમેરા ડિઝાઇન મળી શકે છે. આ અપકપિંગ આઇફોનમાં 48 મેગાપિક્સલનો વાઇડ-એંગલ લેન્સ, 48 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ અને 5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 12-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપી શકાય છે. આ નવા આઇફોન 16 પ્રો મેક્સમાં 4676mAhની બેટરી મળી શકે છે.

નોંધનીય છે કે આઇફોન 16 પ્રો મેક્સથી સંબંધિત ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ જાણકારી રિપોર્ટ પર આધારિત છે. એપલે હજી સુધી આગામી સ્માર્ટફોન સિરીઝ વિશે કોઈ વિગતો જાહેર કરી નથી. આમાંથી કેટલાક અહેવાલો સાચા સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે 9 સપ્ટેમ્બરે એપલની ‘ઈટ્સ ગ્લોટાઈમ’ ઈવેન્ટમાં આવનારા આઈફોન વિશે સત્તાવાર માહિતી મળશે.

Web Title: Apple event 9 september iphone 16 pro max may have the biggest storage option ever leak report ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×