Apple Glowtime Launch Event Live Telecast: આઈફોન એપલ 16 આજે લોન્ચ થવાનો છે. એપલ ઇવેન્ટ ઇટ્સ ગ્લોટાઇમ આ વર્ષની સૌથી મોટી ઇવેન્ટ છે અને તે આઇફોન 16 સિરીઝ અને એપલ વોચ સિરીઝ અને નવી એરપોડ્સ પ્રો જેવી અન્ય ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરે તેવી અપેક્ષા છે. જો તમે 9 સપ્ટેમ્બર 2024 આયોજિત એપલ ઇવેન્ટને લાઇવ જોવા માંગો છો, તો જાણો તેની સાથે જોડાયેલી દરેક વિગત
Apple Event : એપલ ઇવેન્ટ ક્યાં અને કેવી રીતે લાઈવ જોવા મળશે
ભારતીય સમય મુજબ એપલ ઈવેન્ટ રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. તે ગ્લોટાઇમ ઇવેન્ટમાં એપલના હેડક્વાર્ટરમાં યોજવામાં આવી રહ્યું છે. ભારતમાં યૂઝર્સ Apple.com અને એપલની ઓફિશિયલ સોશિયલ મીડિયા વેબસાઇટ પર ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરી શકશે.
9 સપ્ટેમ્બર એપલ ઇવેન્ટમાં શું લોન્ચ થશે
એપલ આજની ઇવેન્ટમાં આઇફોન 16 સિરીઝમાં ચાર અલગ અલગ મોડલ લોન્ચ કરી શકે છે. આ ઇવેન્ટમાં આઇફોન 16, આઇફોન 16 પ્લસ, આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સ સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે.
આ ઉપરાંત દિગ્ગજ ટેક કંપની Apple Watch સિરીઝ 10 અથવા Apple Watch એક્સ, નવા એરપોડ્સ અને એરપોડ્સ પ્રો વેરિઅન્ટ પણ લોન્ચ કરે તેવી સંભાવના છે. એપલ આ ઇવેન્ટમાં નવા આઇપેડ મિની સાથે તેનું બેઝ આઇપેડ વર્ઝન પણ લોન્ચ કરી શકે છે.
iPhone 16 સિરીઝમાં શું ખાસ હોઈ શકે છે?
આગામી આઈફોન 16 મોડલમાં ન્યુ A18 ચિપસેટ આવી શકે છે, જેમાં એપલ ઇન્ટેલિજન્સ ફીચર ઇનબિલ્ટ મળશે. આ ચારેય મોડેલોમાં મોટું એક્શન બટન અને કેપ્ચર બટન હોવાની અપેક્ષા છે.
આઇફોન 16 અને આઇફોન 16 પ્લસમાં કોઈ મોટા કેમેરા હાર્ડવેર અપગ્રેડ થવાની અપેક્ષા નથી. પરંતુ આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સમાં હાઇ-રિઝોલ્યુશન 48 મેગાપિક્સલના અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ મળી શકે છે.
આ પણ વાંચો | iPhone 16 સૌથી મોટો એપલ ફોન હશે? સ્ટોરેજ અને ફીચર્સ મામલે આઈફોન 15 કરતા હશે વધુ ખાસ
આ ઉપરાંત આઇફોન 16 સ્માર્ટફોન સિરીઝમાં એક નવો કેમેરા આઇલેન્ડ મળવાની આશા છે. આઇફોન 16 અને આઇફોન 16 પ્લસમાં અનુક્રમે 6.3 ઇંચ અને 6.9 ઇંચની સ્ક્રીન હોવાની આશા છે. આઈફોન 16માં ચારેય વેરિએન્ટમાં થોડી મોટી બેટરી મળવાની આશા છે.