scorecardresearch
Premium

Ampere Nexus e-scooter launched: એમ્પીયર નેક્સસ ઈ સ્કૂટર લોંચ, જોરદાર લૂક સાથે 139kmની માઇલેજ, વાંચો સંપૂર્ણ ડિટેલ્સ

Ampere Nexus electric scooter launched: તમે ઈલેક્ટ્રિક ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તે તમારા માટે વધુ એક ઓપ્શન આવી ગયો છે. એમ્પીયરે પ્રીમિયમ ઓફર નેક્સસ ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. અહીં આ સ્કૂટર વિશે સંપૂર્ણ વિગતો વાંચો.

Ampere Nexus EX, Ampere Nexus, Ampere Nexus Launched
એમ્પીયર નેક્સસ ઈ સ્કૂટર – photo – bikedekho

Ampere Nexus electric scooter launched: અત્યારે બજારમાં ઈવી વ્હીકલની ડિમાંડમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક એમ્પીયરે ભારતમાં તેની સૌથી પ્રીમિયમ ઓફર નેક્સસ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર 1.10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમત સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. એમ્પીયર નેક્સસને બે વેરિઅન્ટ સાથે રજૂ કરવામાં આવ્યું છે, પહેલું વેરિઅન્ટ EX અને બીજું વેરિઅન્ટ ST છે. આ સ્કૂટરની સંપૂર્ણ વિગતો અહીં જાણો.

એમ્પીયર નેક્સસની કિંમત શું છે? Ampere Nexus price

એમ્પીયર નેક્સેસને રૂ. 1.20 લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમત સાથે રજૂ કરવામાં આવી છે. એમ્પીયર દ્વારા નિર્ધારિત આ કિંમતો પ્રારંભિક છે અને ટૂંક સમયમાં તેમાં વધારો જોવા મળી શકે છે.

એમ્પીયર નેક્સસની બેટરી પેક અને મોટર, Ampere Nexus Battery pack and motor

તમિલનાડુમાં કંપનીની ફેક્ટરીમાં આંતરિક રીતે ડિઝાઇન અને વિકસિત, એમ્પીયર નેક્સસ 3kWh LFP બેટરી પેક દ્વારા સંચાલિત છે, જે મિડ-માઉન્ટેડ મોટર સાથે જોડાયેલી છે.

એમ્પીયર નેક્સસની રેન્જ અને ટોપ સ્પીડ, Ampere Nexus Range and top speed

એમ્પીયર નેક્સસ વિશે કંપની દાવો કરે છે કે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી નેક્સસ ઇલેક્ટ્રિક સ્કૂટર 136 કિલોમીટરની રેન્જ આપે છે અને આ રેન્જ સાથે 93 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ- Auto tips : કઈ SUV કાર બેસ્ટ ટોયોટા ઈનોવા હાઈક્રોસ કે મહિન્દ્રા XUV700 ? આ બંને કારમાં કેટલો તફાવત છે, જાણો સંપૂર્ણ માહિતી

એમ્પીયર નેક્સસની વિશેષતાઓ શું છે? Ampere Nexus features

વિશેષતાઓની દ્રષ્ટિએ Ampere Nexus EX વેરિયન્ટમાં 6.2-ઇંચનો LCD કન્સોલ છે, જ્યારે રેન્જ-ટોપિંગ ST વેરિઅન્ટમાં 7-ઇંચ TFT ડિસ્પ્લે છે. અન્ય ફીચર્સમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, હિલ હોલ્ડ, LED લાઇટિંગ અને પાંચ રાઇડિંગ મોડનો સમાવેશ થાય છે.

એમ્પીયર નેક્સસની હાર્ડવેર અને વિશિષ્ટતાઓ, Ampere Nexus Hardware and specifications

હાર્ડવેર વિશે વાત કરીએ તો,એમ્પીયર નેક્સસને ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન, ડ્યુઅલ રીઅર શોક્સ, 12-ઇંચ વ્હીલ્સ, ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક મળે છે, જ્યારે તે ઝાંસ્કર એક્વા, લુનાર, સ્ટીલ ગ્રે અને ઇન્ડિયન રેડ એમ ચાર રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

Web Title: Ampere nexus e scooter launch read all details from price to features in gujarati ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×