Airtel AI Powered Spam Detection Launch: મોબાઇલ યુઝર્સને હવે બિનજરૂરી ફોન અને મેસેજથી છુટકારો મળશે. ભારતની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે દેશની પ્રથમ એઆઇ સંચાલિત સ્પામ ડિટેક્શન સોલ્યુશન લોન્ચ કર્યું છે. એરટેલનું કહેવું છે કે આનાથી કંપનીના ગ્રાહકો માટે સ્પામ કોલ અને મેસેજની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થશે.
એરટેલનું કહેવું છે કે ટેલિકોમ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવનાર આ પ્રકારનું આ પ્રથમ સોલ્યુશન છે. આ સોલ્યુશનથી ગ્રાહકોને રિયલ ટાઇમમાં શંકાસ્પદ સ્પામ કોલ અને એસએમએસ અંગે સચેત કરવામાં આવશે. એરટેલનું નવું એઆઈ સોલ્યુશન કંપનીના ગ્રાહકો માટે આપમેળે એક્ટિવ થઈ જશે અને કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં.
2 લેવલ સિક્યોરિટી સોલ્યુશન
ભારતી એરટેલના એમડી અને સીઈઓ ગોપાલ વિઠ્ઠલે કહ્યું, સ્પામ કોલ અને મેસેજ મોબાઇલ યુઝર્સ માટે ખતરો બની ગયો છે. આ સમસ્યાના ઉકેલ માટે અમે છેલ્લા 12 મહિનામાં ઘણી કામગીરી કરી છે. આજે લેવામાં આવેલું આ પગલું એક સીમાચિહ્નરૂપ છે કારણ કે આપણે દેશનું પ્રથમ એઆઈ-સંચાલિત સ્પામ-ફ્રી નેટવર્ક શરૂ કર્યું છે.
તેમણે ઉમેર્યું કે, ડબલ-લેયર ધરાવતા સુરક્ષા તરીકે ડિઝાઇન કરવામાં આવેલા આ સિક્યોરિટી સોલ્યુશનમાં દ્વિ-સ્તરીય ફિલ્ટર્સ હોય છે – એક નેટવર્ક સ્તરે અને એક આઇટી સિસ્ટમ લેવલ પ. દરેક કોલ અને એસએમએસ આ ડ્યુઅલ-લેયર એઆઇ શિલ્ડમાંથી પસાર થાય છે. અમારું સોલ્યુશન બે મિલિસેકંડમાં દરરોજ 150 કરોડ મેસેજ અને 250 કરોડ કોલ પ્રોસેસ કરે છે. આ એઆઈની શક્તિનો ઉપયોગ કરીને રિયલ-ટાઇમ ધોરણે 10 ટ્રિલિયન રેકોર્ડની પ્રોસેસ કરવા બરાબર છે. અમારું સોલ્યુશન દરરોજ 10 કરોડ સંભવિત સ્પામ કોલ્સ અને 30 લાખ સ્પામ એસએમએસને સફળતાપૂર્વક ઓળખવામાં સક્ષમ છે. અમારા માટે, અમારા ગ્રાહકોને સુરક્ષિત રાખવા એ ટોચની પ્રાથમિકતા છે.
એરટેલ દ્વારા ઇન-હાઉસ ડિઝાઇન અને ડેવલપ સોલ્યુશન
આ પ્રોડક્ટને એરટેલ દ્વારા ઇન-હાઉસ ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે, જે કંપનીના એલ્ગોરિધમ્સનો ઉપયોગ શંકાસ્પદ સ્પામ તરીકે ઉદ્ભવતા કોલ અને એસએમએસને ઓળખવા અને અલગ કરવા માટે કરે છે. આ એલ્ગોરિધમ પેટર્ન, ફ્રીક્વન્સી, ડ્યુરેશન અને અન્ય ઘણા પરિમાણો અનુસાર કોલ અને એસએમએસનું વિશ્લેષણ કરે છે. જ્યારે કોઈ સ્પામ એસએમએસ આવે છે ત્યારે આ સોલ્યુશન યુઝર્સને ચેતવણી પણ આપે છે
આ પ્રોડક્ટ એરટેલ દ્વારા ઇન-હાઉસ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે, જે કોલ અને એસએમએસને શંકાસ્પદ સ્પામ તરીકે ઓળખવા અને વર્ગીકૃત કરવા માટે માલિકીના અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે, જે પેટર્ન, એડિશન, સમયગાળો અને અન્ય ઘણા પરિમાણોના આધારે કોલ અને એસએમએસનું વિશ્લેષણ કરી શકે છે. આ સોલ્યુશન યુઝર્સને સ્પામ એસએમએસ આવે ત્યારે પણ ચેતવણી આપે છે, જેમાં વારંવાર IMEI ફેરફારોનું વિશ્લેષણ કરીને બ્લેકલિસ્ટેડ UPL સામેલ થઈ શકે છે.
જો કે, તે યુઝર્સને 160 થી શરૂ થતા બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ, એન્ટરપ્રાઇસ, એસએમઇ અને 140 થી શરૂ થતા પ્રમોશનલ કોલ આવવાનુ રહેશે, જેમણે ડી એન્ડ ડી એટલે કે ડુ નોટ ડિસ્ટર્બ (Do Not Disturd) સર્વિસ ઇનેબલ કરી નથી.