DGCA Guidelines For Airline Passenger Rights : એરલાઇન પેસેન્જર એટલે કે વિમાનમાં પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. જો તમે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી છે અને એરલાઇન કંપની તેને કેન્સલ કરે છે અથવા ફ્લાઇટ મોડી પડે છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ફ્લાઇટ કેન્સલ અથવા ફ્લાઇટ મોડી થવાના કિસ્સામાં મુસાફરોના અધિકારો વિશે સરકારે સ્પષ્ટપણ ઘોષણા કરી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તાજેતરમાં પેસેન્જર ફ્લાઇટ સંબંધિત કેટલાક નિયમો જાહેર કર્યા છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે આ નિયમો વિશે માહિતી આપી છે.
જો ફ્લાઇટ કેન્સલ થાય તો મુસાફરોને રિફંડ મળશે (Airline Companies To Rufunds Flight Passenger)
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વીકે સિંહના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં એરલાઇન કંપનીએ પેસેન્જરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવી પડશે અથવા એરલાઇન ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરવી પડશે. એટલું જ નહીં એરલાઇન કંપની મુસાફરોને વધારાનું વળતર પણ આપશે. ઉપરાંત બીજી ફ્લાઈટની રાહ જોતી વખતે તેમને ફૂડ અને રિફ્રેશમેન્ટ સર્વિસ આપવી પડશે. આ સર્વિસ ત્યારે આપવી પડશે જ્યારે પહેલી ફ્લાઇટ કેન્સલ થયા બાદ એરલાઇન્સ કંપની બીજી ફ્લાઇટ આપી રહી હોય અને પેસેન્જરોને બીજી ફ્લાઇટની રાહ જોવી પડે છે. ત્યારબાદ ફૂડ અને રિફ્રેશમેન્ટ આપવું જરૂરી છે.
વિમાન મુસાફરોના અધિકાર (Airline Passenger Rights)
એરલાઇન્સ પેસેન્જરોના અધિકારોને લઇ એવિએશન મંત્રાલય કડક અપનાવી રહ્યું છે. હવે પેસેન્જરને બીજી ફ્લાઇટ ટિકિટ અથવા હોટેલમાં રોકાણ, ટ્રાન્સફર સપોર્ટ વગેરેની સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. જો એરલાઇનના નિયંત્રણ બહારના અસાધારણ સંજોગોને કારણે ફ્લાઇટ રદ અથવા વિલંબિત થાય છે, તો તે કિસ્સામાં એરલાઇન કંપનીએ નાણાં ચૂકવવાના રહેશે નહીં. ફ્લાઇટના વિલંબ અથવા રદ થવાને કારણે થતી અસુવિધા અને તેના અધિકારો વિશે આ મામલામાં મુસાફરો અને કંપનીનો ઉલ્લેખ DGACની વેબસાઈટ પર કરવામાં આવ્યો છે.
(1) ફ્લાઇટમાં વિલંબ (Flight Delay Compensation):
જો ફ્લાઇટમાં 2 કલાકનો વિલંબ થાય તો એરલાઇન્સ કંપની મુસાફરોને મફત નાસ્તો આપવામાં આવે છે. જો ફ્લાઇટનો બ્લોક પિરિયડ 2.5 થી 5 કલાકની વચ્ચે હોય અને 3 કલાકથી વધુ વિલંબ થાય તો પેસેન્જરને નાસ્તો આપવામાં આવશે.
(2) 6 કલાકનો વિલંબ: (Flight Delay Compensation):
પેસેન્જર ચાર્ટર મુજબ, એરલાઈન્સે 6 કલાકના વિલંબના કિસ્સામાં ફ્લાઇટના સમયના 24 કલાક પહેલા મુસાફરોને નોટિસ આપવી અથવા જાણ કરવી જરૂરી છે. અન્ય ફ્લાઈટનો વિકલ્પ આપવો પડશે.
(3) ફ્લાઇટ કેન્સલેશન (Flight Cancellation Compensation):
એવિએશન મિનિસ્ટ્રીના ચાર્ટર મુજબ, એરલાઈને તે ગ્રાહકોને બીજી ફ્લાઈટ આપવી પડશે અથવા સંપૂર્ણ રકમ પરત કરવી પડશે. જો ફ્લાઇટ તેની ફ્લાઇટ તારીખના 2 અઠવાડિયા પહેલા રદ કરવામાં આવે તો આવું થશે.