scorecardresearch
Premium

Adani Stock Price : ગૌતમ અદાણીની આ કંપનીના શેરમાં બમણો ઉછાળો; શું શેરમાં રોકાણ કરવું કે કેમ? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી

Gautam Adani Stock Price : ગૌતમ અદાણી ગ્રૂપની આ કંપનીનો શેર ભાવ છ મહિનામાં બમણો થયો અને બ્રોકરેજ હાઉસે આ સ્ટોકમાં તેજી આગળ વધવાની આગાહી કરી છે. જો તમારી પાસે આ કંપનીનો શેર છે તો હવે હોલ્ડ કરવો કે વેચવી દેવો? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી

adani group gautam adani
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

Gautam Adani Companies Stock Price : ગૌતમ અદાણી ગ્રૂપનો શેર અદાણી પોર્ટ્સ છેલ્લા કેટલાક મહિનાઓથી તેજીમાં છે. અદાણી પોર્ટ્સ અને સેઝ કંપનીનો શેર 6 મહિનામાં લગભગ 28 ટકા વધ્યો છે. 3 ફેબ્રુઆરી, 2023ના રોજ 395 રૂપિયાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ અદાણી પોર્ટ્સના સ્ટોકમાં 110 ટકાનો ઉછાળો આવ્યો છે. આ યુએસ શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટના આંચકામાંથી અદાણી પોર્ટ્સનો શેર સંપૂર્ણપણે રિકવર થઇ ગયો છે. વિતેલ જૂન ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સના નફામાં પણ 82 ટકાનો વધારો થયો છે. હાલમાં, બ્રોકરેજ હાઉસ પણ કંપનીના આઉટલૂક વિશે સકારાત્મક છે અને તેઓ માને છે કે કંપનીનો શેર ભવિષ્યમાં મજબૂત વૃદ્ધિ દર્શાવી શકે છે. પોર્ટ બિઝનેસમાં કંપનીનો બજારહિસ્સો સતત વધી રહ્યો છે, જ્યારે વોલ્યુમમાં સતત વૃદ્ધિ થઈ રહી છે.

અદાણી પોર્ટ્સનો શેર કેમ વધી રહ્યો છે, ક્યાં કારણો છે? (Adani Ports SEZ Share Price)

adani port sez
અદાણી પોર્ટ – સેઝનું બંદર (photo – adani.com)

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે અદાણી પોર્ટ્સ એન્ડ SEZ (APSEZ)ના શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે અને 1010 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. અદાણી પોર્ટ -સેઝ કંપની કાર્ગો હેન્ડલિંગમાં 24% થી વધુ બજાર હિસ્સા સાથે ભારતની સૌથી મોટી ખાનગી પોર્ટ ઓપરેટર કંપની છે. APSEZ નાણાંકીય વર્ષ 2011માં માત્ર 2 બંદરો (મુન્દ્રા અને દહેજ)થી શરૂઆત કરીને હાલ સમગ્ર દેશમાં 14 બંદરો સુધી કામગીરીનું વિસ્તરણ કર્યું છે. ઉત્સકૃષ્ઠ સુલભતા, વ્યૂહાત્મક પોર્ટ સ્થાન, ઓપરેશનલ કાર્યક્ષમતા અને એન્ટીગ્રેટેડ સર્વિસ ઓફરિંગ (લોજિસ્ટિક્સ, સેઝ) ની વિશાળ શ્રેણીએ અદાણી પોર્ટ્સના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. કંપનીનું વોલ્યુમ નાણાકીય વર્ષ 2011 માં નોંધાયેલા સ્તર કરતાં 4 ગણાથી વધુ વધ્યું છે. તેના હાલના બંદરો પર નિયમિત ગ્રોથ લિવર અને વિસ્તરી રહેલા પોર્ટફોલિયો સાથે, બ્રોકરેજને અપેક્ષા છે કે અંદાણી પોર્ટ્સ તેના બજારને વધુ મજબૂત કરશે અને નાણાકીય વર્ષ 2023 થી 2025 ​​દરમિયાન તે 12% વોલ્યુમ CAGR હાંસલ કરશે. તેમજ આ સમયગાળા દરમિયાન આવક અને EBITDA બંનેમાં 15% CAGR વૃદ્ધિની અપેક્ષા છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે, કેશ ફ્લો જનરેશન મજબૂત રહેવું જોઈએ અને જે એક્વિઝિશન કરવા છતાં દેવાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.

અદાણી પોર્ટ-સેઝ કંપનીના સારા પાસાં

  • માર્કેટ લીડરશીપ સાથે વૈવિધ્યસભર પોર્ટફોલિયો
  • કદનું વિસ્તરણ પરંતુ એક કેન્દ્રિત અભિગમ સાથે
  • હાલના બંદરો પર સતત વૃદ્ધિ દ્વારા સાર્વત્રિક વિકાસની પ્રાથમિકતા
  • પૂર્વ-પશ્ચિમ સમતા હાંસલ કરવાનો હેતુ
  • તમારા લોજિસ્ટિક્સ વ્યવસાયને ઉપર લઇને એક સંપૂર્ણ સોલ્યુશન પ્રોવાઇડરમાં પરિવર્તિત થવું નાણાકીય વર્ષ 2023-25 ​​દરમિયાન આવક/EBITDAમાં 15%/15% CAGR ગ્રોથનો અંદાજ
  • વિકાસ અને વૃદ્ધિની તકોનો લાભ લેવા માટે આદર્શ સ્થિત

અદાણી પોર્ટ – સેઝ કંપની સામેના મુખ્ય જોખમો અને અવરોધો

ભારતમાં સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટર તરીકે, ભૌગોલિક-રાજકીય વિક્ષેપોને કારણે સ્થાનિક અને વૈશ્વિક વેપારમાં મંદી વિવિધ બંદરો પર કંપનીની કામગીરી પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ઉપરાંત અન્ય સ્થાનિક પોર્ટ ઓપરેટરોની વધતી સ્પર્ધાને કારણે અમારી વૃદ્ધિની અપેક્ષાઓ અવરોધાઈ શકે છે કારણ કે સરકાર ભારતીય બંદરોના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં સુધારો કરવા માંગે છે. તદુપરાંત, કંપનીના દેવુંનો મોટો હિસ્સો વિદેશી ચલણમાં છે જે તેના વ્યવસાયમાં કોઈપણ ગંભીર મંદીની સ્થિતિમાં ફોરેન એક્સચેન્જનું જોખમ ઊભું કરી શકે છે.

આ પણ વાંચો | અદાણીને પછાડી અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા, જાણો ભારતના ટોપ-10 ધનાઢ્યોના નામ અને કોની પાસે કેટલી સંપત્તિ છે

(Disclaimer: શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ફાયનાન્સિયલ એક્સપ્રેસના પોતાના મંતવ્યો નથી. બજાર જોખમોને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.)

Web Title: Adani ports sez share target price why should you buy gautam adani stock price outlook as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×