scorecardresearch
Premium

Adani Group Share Price: અદાણી હિંડનબર્ગ વિવાદને એક વર્ષ પૂર્ણ; રોકાણકારોને હજી પણ 75 ટકા સુધી નુકસાન, જાણો ગૌતમ અદાણીની સંપત્તિ કેટલી વધી

Adani Group Share Recover In One Year After Hindenburg Report: અદાણી ગ્રૂપ હિંડનબર્ગ વિવાદને એક વર્ષ પૂર્ણ થયુ છે. આ વિવાદ હજી પણ અદાણી ગ્રૂપની 7 કંપનીના શેર વર્ષ પૂર્વેની સર્વોચ્ચ સપાટીથી 75 ટકા જેટલા નીચે ટ્રેડ કરી રહ્યા છે.

Adnai Group | Gautam Adani companies | adani group companies list | adani group companies share price | adani group News | adani group photo
ગૌતમ અદાણીના માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express photo by Nirmal Harindran)

Adani Group Stock Price Recover In One Year After Hindenburg Report: અદાણી ગ્રૂપ હિંડનબર્ગ રિસર્ચ વિવાદને એક વર્ષ પૂર્ણ થયુ છે. યુએસ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપના શેરમાં સટ્ટાકીય ટ્રેડિંગ અને નાણાકીય ગેરરીતિનો આક્ષેપ કરતો કથિત રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં મસમોટા કડાકા બોલાયા હતા. પરિણામ ગૌતમ અદાણીની સંપત્તિમાં 100 અબજ ડોલરથી વધુ ધોવાણ થયુ હતુ. જાણો છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રૂપ કંપનીઓના શેર કેટલા રિકવર થયા છે

અદાણી ગ્રૂપના 7 શેરમાં હજી પણ 74 ટકા સુધી નુકસાન

અદાણી ગ્રૂપ હિંડનબર્ગ વિવાદને એક વર્ષ પૂર્ણ થયુ છે. યુએસ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રૂપ પર ગંભીર આક્ષેપ કરતો રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની માલિકીની લિસ્ટેડ એન્ટિટીના શેરના ભાવમાં તીવ્ર કડાકો બોલાયો હતો અને એક મહિનામાં અદાણી ગ્રૂપની માર્કેટ વેલ્યૂએશનમાં 12 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધોવાણ થયુ હતુ. આ વિવાદને એક વર્ષ પૂર્વ થયા બાદ પણ છે ઘણી કંપનીઓના શેરમાં હજી પણ રોકાણકારોને 74 ટકા સુધી નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

Adani Group Share | Adani Group Companies | Gautam Adani | Adani Group Marketcap | Gautam Adani | Adani Gas
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

અદાણી ગ્રૂપની કઇ કંપનીના શેરમાં રોકાણકારને કેટલું નુકસાન (Adani Group Share Price Recover In One Year)

અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમા લિસ્ટેડ છે, જેમાં અદાણી ટોટલ ગેસના શેરના રોકાણકારો સૌથી વધુ 74 ટકા નુકસાન ભોગવી રહ્યા છે. 24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ટોટલ ગેસ કંપનીનો શેરનો ભાવ 3945 રૂપિયાની ઐતિહાસિક ટોચે હતો. તો 24 જાન્યુઆરી, 2024ના રોજ આ શેરનો ભાવ 1002 રૂપિયા છે. આમ એક વર્ષમાં અદાણી ટોટલ ગેસ કંપનીના શેરધારકોની માત્ર 26 ટકા જ મૂડી રિકવર થઇ શકી છે.

તેવી જ રીતે અદાણી ગ્રૂપની કંપનીઓ અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર 62 ટકા, અદાણી વિલ્મમાં 39 ટકા, અદાણી એન્ટરપ્રાઇસિસ 16 ટકા, અદાણી ગ્રીન એનર્જી 12 ટકા, એનડીટીવી 7.5 ટકા અને એસીસી લિમિટેડના શેર 5.5 ટકા નુકસાનમાં ટ્રેડ કરી રહ્યા છે. થયું છે.

અદાણી ગ્રૂપના ક્યા શેરમાં રોકાણકારોની મૂડી રિકવર થઇ

અદાણી ગ્રૂપની 3 કંપનીના શેરમાં રોકાણકારોની મૂડી સંપૂર્ણ રિકવર થઇ છે. આ કંપની છે અદાણી પાવર, અદાણી પોર્ટ્સ સેઝ અને અંબુજા સિમેન્ટ. અદાણી હિંડનબર્ગ વિવાદ બાદ એક વર્ષમાં સૌથી વધુ અદાણી પાવરનો શેર 88 ટકા વધ્યો છે. તો અદાણી પોર્ટ – સેઝ 49 ટકા અને અંબુજા સિમેન્ટનો શેર 5.4 ટકા વધ્યા છે.

હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી કંપનીના શેરની સ્થિતિ (Adani Group Stock After Hindenburg Report)

કંપનીનું નામબંધ ભાવવધ-ઘટ
અદાણી ટોટલ ગેસ₹ 1002-74.59%
અદાણી એનર્જી સોલ્યુશન₹ 1037.85-62.93%
અદાણી વિલ્મર₹ 350-38.65%
અદાણી એન્ટરપ્રાઇસિસ₹ 2902-17.22%
અદાણી ગ્રીન એનર્જી₹ 1640-12.13%
એનડીટીવી₹ 264-7.47%
એસીસી લિમિટેડ₹ 2236-5.51%
અંબુજા સિમેન્ટ₹ 528+5.40%
અદાણી પોર્ટ – સેઝ₹ 1121+49.47%
અદાણી પાવર₹ 520+88.57%
(નોંધ: શેરનો બંધ ભાવ 24 જાન્યુઆરી, 2024 ; વધ-ઘટ વાર્ષિક ધોરણે ટકામાં)

ગૌતમ અદાણીની સંપત્તિ કેટલી છે? (Gautam Adani Net Worth)

Gautam Adani Net Worth | Gautam Adani | Mukesh Ambani Net Worth | Mukesh Ambani | Adani Group Companies Share Price | Reliance Industries Share Price
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી (Photo – www.ril.com/Social Media)

હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં 85 ટકા સુધીનો કડાકો બોલાયો હતો. પરિણામ ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત ધોવાણ થયું હતુ અને તેઓ દુનિયાના ધનાઢ્યોની યાદીમાં નંબર 3 થી લપસીને 30માં ક્રમે આવી ગયા હતા. છેલ્લા ત્રણેક મહિનામાં અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં સુધારાથી ગૌતમ અદાણીની સંપત્તિ પણ વધી છે.

આ પણ વાંચો | યસ બેંકનો શેર 4 વર્ષની ટોચે, 3 મહિનામાં 86 ટકા રિટર્ન; શું શેર ખરીદવો કે વેચવો? જાણો

બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના આંકડા અનુસાર હાલ 90.88 અબજ ડોલરની સંપત્તિ સાથે ગૌતમ અદાણી દુનિયાના 14માં ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લા એક વર્ષમાં અદાણી સંપત્તિમાં 6.52 અબજ ડોલરનો વધારો થયો છે. તો ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 99.18 અબજ ડોલરની નેટ વર્થ સાથે દુનિયાના ધનિકોની યાદીમાં 12માં ક્રમે છે.

Web Title: Adani group share price recover one year after hindenburg report gautam adani net worth as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×