scorecardresearch
Premium

અદાણી ગ્રૂપ માટે માઠા સમાચાર, સેબીની તપાસમાં બહાર આવી મોટી વાત

Adani Group SEBI Case : અદાણી ગ્રૂપના લગભગ એક ડઝન ઓફશોર ઈન્વેસ્ટર્સને સેબીએ નોટિસ મોકલી હતી અને ડિસ્ક્લોઝર ઉલ્લંઘન અને રોકાણ મર્યાદાના ભંગ વિશે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ કર્યો હતો.

Gautam Adani | Adani Group | Adani Group Share Price
Gautam Adani : ગૌતમ અદાણી ગુજરાતી ઉદ્યોગપતિ અને ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. (Photo – adani.com)

Adani Group SEBI Case : અદાણી ગ્રૂપ કંપનીઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે, જેનાથી ગૌતમ અદાણીની મુશ્કેલી વધી શકે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઈન્ડિયા (સેબી) ને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે, અદાણી ગ્રૂપ કંપનીઓમાં રોકાણ કરનાર એક ડઝન જેટલા ઓફશોર ફંડોએ ડિસ્ક્લોઝર રૂલ્સ અને રોકાણ મર્યાદના નિયમોનું ઉલ્લંઘન ભંગ કર્યું હોવાનું જણાય છે. આ બાબત સાથે સંકળાયેલા બે સુત્રો આ જાણકારી આપી છે.

નામ જાહેર ન કરવાની શરતે બે સુત્રોએ ન્યૂઝ એજન્સી રોઈટર્સને આ માહિતી આપી છે. નોંધનિય છે કે, યુએસ શોર્ટ સેલિંગ ફર્મના કથિત રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપ સામે સેબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી દ્વારા કથિત આક્ષેપો ફગાવી દીધા છે. નોંધનિય છે કે, સેબી અને અદાણી ગ્રૂપને મોકલેલા ઇમેલનો હજી સુધી કોઇ પ્રત્ત્યુત્તર મળ્યો નથી.

Adnai Group | Gautam Adani companies | adani group companies list | adani group companies share price | adani group News | adani group photo
ગૌતમ અદાણીના માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express photo by Nirmal Harindran)

સેબીએ નોટિસ મોકલી હતી

સુત્રોના જણાવ્યા મુજબ ભારતીય બજાર નિયામક સેબી એ ચાલુ વર્ષની શરૂઆતમાં ગૌતમ અદાણી ની માલિકીની ગ્રૂપ કંપનીઓના લગભગ એક ડઝન ઓફશોર ઈન્વેસ્ટર્સને નોટિસ મોકલી હતી અને ડિસ્ક્લોઝર ઉલ્લંઘન અને રોકાણ મર્યાદાના ભંગ વિશે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ કર્યો હતો.

સુત્રોના જણાવ્યા મુજબ ઓફશોર ફંડ્સ અદાણી ગ્રૂપની કંપનીઓમાં પોતાના રોકાણન જાણકારી ઈન્ડિવિઝ્યુઅલ ફંડ્સ લેવલે આપી રહ્યા હતા. જો કે સેબી ઓફશોર ફંડ ગ્રૂપ લેવલ પર હોલ્ડિંગનો ખુલાસો થાય તેવું ઇચ્છતું હતું. સુત્રોના મતાનુસાર તેમાંથી 8 ઓફશોર ફંડ્સે સેબી પાસે લેખિત વિનિંત કરી છે કે, તમામ નિયમ ઉલ્લંઘન મામલે દંડ વસૂલી પતાવટ કરવામાં આવે કોઇ કાર્યવાહી ન થાય.

Web Title: Adani group sebi offshore funds investors disclosure rules violation as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×