scorecardresearch
Premium

Adani Hindenburg Case: અદાણી હિંડનબર્ગ વિવાદમાં સેબીનો મોટો ખુલાસો, રિપોર્ટ જાહેર થવાના 2 મહિના પહેલા આ વ્યક્તિને મળી ગયો હતો

Adani Hindenburg SEBI Case: અદાણી હિંડનબર્ગ વિવાદમાં સેબીએ મોટો દાવો કર્યો છે. સેબીએ દાવો કર્યો છે કે, અદાણી ગ્રૂપ વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરવાની પહેલા હિંડનબર્ગ રિસર્ચે પોતાના ક્લાયન્ટ માર્ક કિંગ્ડનને આપ્યો હતો.

adani group | hindenburg research | adani hindenburg row | hindenburg report on adani group | hindenburg research report
Hindenburg Research Report: યુએસ શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ અને અદાણી ગ્રુપ

SEBI On Adani Hindenburg Case: અદાણી હિંડનબર્ગ વિવાદમાં સેબી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ભારતીય શેરબજાર નિયામક સેબીએ કહ્યું છે કે, અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ એ અદાણી ગ્રૂપ વિશે પોતાના રિપોર્ટ સાર્વજનિક કરવાના બે મહિના પહેલા તેની એક નકલ પોતાના ન્યુયોર્ક સ્થિત હેજ ફંડ મેનેજર માર્ક કિંગ્ડનને મોકલી હતી. નોંધનિય છે કે, હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરી, 2024ના રોજ અદાણી ગ્રૂપ: હાઉ ધ વર્લ્ડ્સ થર્ડ રિચેસ્ટ મેન ઇઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કેન ઇન કોર્પોરેટ હિસ્ટ્રી – શિર્ષક હેઠળ એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો.

નોટિસમાં સેબીએ વિસ્તારપૂર્વક જણાવ્યું છે કે, કેવી રીતે રિપોર્ટ જારી કર્યા બાદ હિંડનબર્ગ ન્યુયોર્કે હેજ ફંડ અને કોટક મહિન્દ્રા બેંક સાથે સંકળાયેલા બ્રોકરને અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓના શેરની વેલ્યૂએશનમાં 150 અબજ ડોલરના ઘટાડાથી મોટો ફાયદો થયો. સેબીએ હિંડબર્ગ પર જાહેર ન કરાયેલી અને ભ્રામક માહિતીનો ઉપયોગ કરી સાંઠગાંઠથી ખોટી રીતે નફો મેળવવાનો અને અદાણી ગ્રૂના શેરમાં પેનિક સેલિંગને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો છે.

Gauram Adani Group | Gauram Adani | Adani Group Companies | Adani Group Share Price
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

હિંડનબર્ગ નો સેબીની શો કોઝ નોટિસનો જવાબ

સેબીએ હિંડનબર્ગ રિસર્ચને શો કોઝ નોટિસ ફટકારી હતી. તેના પ્રત્યુત્તરમાં હિંડનબર્ગ રિસર્ચે પ્રત્યુતરમાં જણાવ્યું કે, આ ભારતના સૌથી શક્તિશાળી દ્વારા આચરેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિને ઉજાગર કરનારને ચૂપ કરવા અને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ છે. સાથે જ એવો ખુલાસો કર્યો છે કે, અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇસ વિરુદ્ધ દાવ લગાવ માટે જે એન્ટિટીનો ઉપયોગ કરવામાં આવ્યો, તે કોટક મહિન્દ્રા ઈન્ટરનેશનલ લિમિટેડ (KMIL) સંબંધિત છે. કેએમઆઈએલ કોટક મહિન્દ્રા બેંકની મોરેશિયસ સ્થિત પેટાકંપની છે. KMILના ફંડે પોતાના ક્લાયન્ટ કિંગ્ડનને કિંગ્ડન કેપિટલ મેનેજમેન્ટ માટે અદાણી એન્ટરપ્રાઇસ લિમિટેડ પર દાવ લગાવ્યો હતો.

sebi | Securities and Exchange Board of India | indian stock market regulator | indian share market | stock market
SEBI: સેબી ભારતીય શેરબજારની નિયામક છે. (File Photo)

આ પણ વાંચો | અદાણી ગ્રૂપને થયુ હતું 150 અબજ ડોલરનું નુકસાન, હિંડનબર્ગ રિસર્ચે કેટલી કમાણી કરી

અદાણી પર ‘શોર્ટ’ કરવાની વાત ક્યારેય છુપાવી નથી: હિંડનબર્ગ રિસર્ચ

હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, અદાણી જૂથમાં “બેશરમ સાથે ચાલી રહેલા સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડ નો આરોપ મૂકતો અહેવાલ જારી કરતી વખતે, તેણે પોતે જ ખુલાસો કર્યો હતો કે શેરમાં ઘટાડા પર તેણે દાવ લગાવ્યો છે. એટલે કે તેણે અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડાની ધારણા સાથે ટ્રેડિંગ કર્યું હતું. શોર્ટ સેલિંગ ફર્મે કહ્યું છે કે, આ કોઈ ગોપનિય રહસ્ય ન હતું. હકીકતમાં, વિશ્વભરમાં દરેકને ખબર હતી કે અમે અદાણી પર ‘શોર્ટ’ છીએ, કારણ કે અમે પોતે વારંવાર આ વાતનો ખુલાસો કર્યો છે.

Web Title: Adani group hindenburg report mark kingdon sebi as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×