scorecardresearch
Premium

Adani Group QBML Deal : ગૌતમ અદાણીની મીડિયા સેક્ટરમાં વધુ એક ડીલ, અદાણી ગ્રૂપે BQ Primeની સંચાલક કંપની QBMLને ટેકઓવર કરી

Adani Group Takeover QBML BQ Prime : ગૌતમ અદાણીએ એનડીટીવી બાદ વધુ એક મીડિયા હાઉસને ટેકઓવર કર્યુ છે. બીક્યુ પ્રાઈમ ન્યૂઝ પ્લેટફોર્મનું સંચાલન કરનાર ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ (QBML)માં બાકીનો 51 ટકા હિસ્સો હસ્તગત કર્યો

adani group gautam adani
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

Adani Group Buys 51 Per Cent stake In QBML BQ Prime : ગૌતમ અદાણી એક પછી એક બિઝનેસ સેક્ટરમાં પ્રવેશ કરી રહ્યા છે. હવે અદાણી ગ્રૂપની નજર મીડિયા સેક્ટર પર છે અને એનડીટીવીને હસ્તગત કર્યા બાદ તેણે વધુ એક અગ્રણી મીડિયા કંપનીને ટેકઓવર કરી દીધી છે. અદાણી ગ્રૂપે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા પ્રાઇવેટ લિમિટેડમાં બાકીનો 51% હિસ્સો પણ ખરીદ્યો છે. અત્રે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ (QBML) એ બિઝનેસ ન્યૂઝ ડિજિટલ પ્લેટફોર્મ બીક્યુ પ્રાઈમનું સંચાલન કરે છે. આમ હવે બીક્યુ પ્રાઈમ પ્લેટફોર્મ હવે સંપૂર્ણપણે અદાણી ગ્રૂપ હસ્તક આવી ગયુ છે. અદાણી ગ્રૂપ પાસે હવે બે મીડિયા કંપની એનડીટીવી અને BQમાં માલિકી ધરાવે છ.

અદાણી ગ્રૂપે QBMLને ટેકઓવર કર્યું (Adani Group Takeover OF QBML BQ Prime)

અબજોપતિ ગૌતમ અદાણીના ઉદ્યોગ જૂથે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા પ્રાઇવેટ લિમિટેડમાં બાકીનો 51% હિસ્સો પણ ખરીદ્યો છે. અદાણી ગ્રુપ પહેલેથી જ કંપનીમાં 49 ટકા હિસ્સો ધરાવે છે. આ સાથે, મીડિયા ઉદ્યોગસાહસિક રાઘવ બહલ દ્વારા શરૂ કરાયેલ ડિજિટલ બિઝનેસ ન્યૂઝ પ્લેટફોર્મ હવે સંપૂર્ણપણે અદાણી જૂથના નિયંત્રણ હેઠળ આવી ગયું છે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે તેની સહાયક કંપની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ (QBML)માં બાકીનો 51 ટકા હિસ્સો ખરીદવા માટે શેર ખરીદી કરાર કર્યો છે. જો કે, આ સોદો કેટલી રકમમાં કરવામાં આવ્યો છે જેની માહિતી જાહેર કરી નથી.

અદાણી ગ્રૂપ પાસે હવે બે મીડિયા કંપની માલિકી હક (Adani Group Media Company)

અદાણી ગ્રૂપ દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથોમાંનું એક છે, જે બંદરોથી લઈને એરપોર્ટથી લઈને ઊર્જા અને સિમેન્ટ સુધીના વિવિધ ક્ષેત્રોના વ્યવસાયમાં મજબૂત પ્રભાવ ધરાવે છે. હવે અદાણી ગ્રૂપ ડિજિટલ અને મીડિયા સેક્ટરમાં ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. એક વર્ષ પૂર્વે ન્યૂઝ ચેનલ એનડીટીવીને હસ્તગત કર્યા બાદ હવે બાકીનો 51 ટકા હિસ્સો ખરીદીને બીક્યુએમએલને ટેકઓવર કરી કરી લીધી છે.

મીડિયા બિઝનેસમાં અદાણી ગ્રૂપનું વિસ્તરણ

આ ડીલ શેર બજારને વિશે માહિતી આપતાં અદાણી ગ્રુપે જણાવ્યું છે કે બંને કંપનીઓ વચ્ચેના કરારમાં AMNL દ્વારા QBMLનો બાકીનો 51 ટકા હિસ્સો ખરીદવાની વિગતો તેમજ તેને લગતી તમામ શરતો, અધિકારો અને જવાબદારીઓ આપવામાં આવી છે. આ કરારના અમલીકરણ સાથે, QBML હવે અદાણી જૂથની કંપની AMNLની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની જશે. અદાણી ગ્રૂપે વિવિધ પ્રકારના મીડિયા નેટવર્ક્સ દ્વારા કન્ટેન્ટના પ્રકાશન, જાહેરાત, પ્રસારણ અને વિતરણના ઉદ્દેશ્ય સાથે AMG મીડિયા નેટવર્ક્સની સ્થાપના કરી છે.

adani group gautam adani
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

હકીકતમાં, AMG મીડિયાએ મે 2022 માં જ QBMLના હસ્તગત કરવા હેતુ ક્વિન્ટિલિયન મીડિયા લિમિટેડ (QML) સાથે શેરધારકોનો કરાર કર્યા હતા. અગાઉ સપ્ટેમ્બર 2021માં, AMG મીડિયા નેટવર્ક્સે તેની મીડિયા કંપની અદાણી મીડિયા વેન્ચર્સના નેતૃત્વની જવાબદારી સિનિયર પત્રકાર સંજય પુગલિયાને સોંપી હતી. ત્યારથી, અદાણી જૂથ મીડિયા ઉદ્યોગમાં સતત પોતાની હાજરી વધારી રહ્યું છે. જ્યારથી અદાણી ગ્રૂપે નિયંત્રણ મેળવ્યું છે ત્યારથી NDTVની નવી પ્રાદેશિક ચેનલો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ શરૂ કરવામાં આવી છે.

અદાણી ગ્રૂપનું મીડિયામાં સૌથી પહેલું રોકાણ QBMLમાં (Adani Group QBML BQ Prime Deal)

AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ (AMNL) એ અદાણી ગ્રુપની મીડિયા કંપની છે. જ્યારે QBML એ બિઝનેસ અને ફાઇનાન્શિયલ ન્યૂઝ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ છે, તે બિઝનેસ ન્યૂઝ પોર્ટલ BQ Primeનું પણ સંચાલન કરે છે. પાછલા વર્ષે ડિસેમ્બરમાં, અદાણી ગ્રૂપે ટેલિવિઝન ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ વેબસાઇટ્સનું સંચાલન કરતી કંપની NDTVમાં 65 ટકા હિસ્સો ખરીદીને NDTV પર નિયંત્રણ મેળવ્યું હતું. પરંતુ અદાણી ગ્રૂપે તે પહેલા જ ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયાનો 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. એટલે કે આ અર્થમાં મીડિયા બિઝનેસમાં અદાણી ગ્રુપનું આ પ્રથમ રોકાણ હતું.

આ પણ વાંચો | અદાણીની આ શેરમાં બમણો ઉછાળો; શું શેરમાં રોકાણ કરવું કે કેમ? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી

તે સમયે અદાણી ગ્રુપની કંપની AMG મીડિયાએ QBMLને 49 ટકા હિસ્સા માટે 47.84 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. બીક્યુ પ્રાઇમ અગાઉ બ્લૂમબર્ગ ક્વિન્ટ તરીકે ઓળખાતું હતું, જે અમેરિકાની ફાઈનાન્સિયલ ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ મીડિયા અને રાઘવ બહલની કંપની ક્વિન્ટિલિયન મીડિયા વચ્ચેનું સંયુક્ત સાહસ હતું. પરંતુ ગયા વર્ષે માર્ચમાં બ્લૂમબર્ગ આ ભાગીદારીમાંથી બહાર નીકળી ગયો હતો.

Web Title: Adani group buys 51 per cent stake qbml bq prime gautam adani media media company as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×