scorecardresearch
Premium

ગૌતમ અદાણી રેલવે સેક્ટરમાં IRCTCને આપશે ટક્કર, અદાણી ગ્રૂપ ઓનલાઇન ટ્રેન બુકિંગ પ્લેટફોર્મ SEPL ખરીદશે

Adani Group acquire SEPL : ગૌતમ અદાણીની માલિકીની અદાણી એન્ટરપ્રાઇસે ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ SEPLને હસ્તગત કરવા કરાર કર્યો છે, જેનાથી IRCTCને મોટી ટક્કર આપશે

gautam adani indian railways
ગૌતમ અદાણી અને ભારતી રેલવે ટ્રેન (express photo)

Adani Group acquire train booking platform SEPL : ગૌતમ અદાણી હવે રેલવે બિઝનેસમાં પણ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છે. અદાણી ગ્રૂપ હવે એક ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મને હસ્તગત કરવાની તૈયારીમં છે. જો સરળ શબ્દોમાં કહેવુ હોય તો હવે અદાણી એન્ટરપ્રાઇસ ટૂંક સમમયાં ટ્રેનની ટિકિટો વેચવાનું શરૂ કરશે. અદાણી ગ્રૂપના આ પગલાંથી ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ બિઝનેસમાં કાર્યરત ભારત સરકારની માલિકીની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને ટક્કર આપશે.

ગૌતમ અદાણીની માલિકીની કંપની અદાણી એન્ટરપ્રાઇસે શુક્રવારે તેની ઘોષણા કરી છે. અદાણી ગ્રૂપે સ્ટોક એક્સચેન્જને આ મામલે જાણકારી આપી છે. અદાણી ગ્રૂપે જાણકારી આપી છે કે તેણે એક ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ Stark Enterprises Private Limitedમાં 100 ટકા હિસ્સો ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

અદાણી એન્ટરપ્રાઇસે સ્ટોક એક્સચેન્જને આપેલા એક ડિસ્ક્લોઝરમાં જણાવ્યુ છે કે, ‘અમે જાણ કરીયે છીએ કે અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડે સ્ટાર્ક એન્ટરપ્રાઇસીસ પ્રાઇવેટ લિમિટેડ’ (SEPL)માં 100% ટકા હિસ્સાના પ્રસ્તાવિત એક્વિઝિશનના મામલે એક શેર પર્ચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. SEPLને ટ્રેનમેનના નામે પણ ઓળખામાં આવે છે, જે એક ઓનલાઇન ટ્રેન બુકિંગ પ્લેટફોર્મ છે.

આ સમજૂતી કરારના ઉદ્દેશ્ય અંગે જામકારી આપતા અદાણી એન્ટરપ્રાઇસે કહ્યુ કે, શેર પર્ચેઝ એગ્રીમેન્ટમાં SEPLમાં 100 ટકા ઇક્વિટી શેર હિસ્સાના હસ્તગત કરવાના મામલે સમજૂતીની શરતો, પરસ્પર અધિકારો અને અન્ય બાબતોનો ઉલ્લેખ છે.

આ પણ વાંચોઃ RBIએ 2000ની નોટ રદ કર્યા બાદ જનતા પાસે રોકડ રકમમાં ₹ 83,242 કરોડનો ઘટાડો

ટ્રેન ટિકિટ બુકિંગ બિઝનેસમાં અદાણી ગ્રૂપની એન્ટ્રીથી IRCTCને જબરદસ્ત ટક્કર મળવાની આશંકા છે. રેલવે મંત્રાલયની માલિકીની IRCTC એ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે. હાલ IRCTCના શેરની કિંમત સતત વધી રહી છે. IRCTCના શેરમાં છેલ્લા એક મહિનામાં લગભગ 9 ટકા રિટર્ન મળ્યુ છે. હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપ માટે આ ડીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપે બિઝનેસ વિસ્તરણ અને એક્વિઝિશનની ઘણી પ્રસ્તાવિત યોજનાઓ પડતી મૂકી છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો

Web Title: Adani group acquire train booking platform sepl indian railway irctc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×