Adani Enterprises Share Target Price By Jefferies : ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓ હિંડનબર્ગ રિસર્ચ વિવાદના ફટકા બાદ ઝડપથી બેઠી થઇ રહી છે. ઘણી કંપનીઓના શેર ઐતિહાસિક તળિયેથી નોંધપાત્ર વધી ગયા છે, જેમાં અદાણી એન્ટરપ્રાઇસ મજબૂત સ્ટોક દેખાય છે. એક વર્ષથી ઓછા સમયમાં અદાણી એન્ટરપ્રાઇસનો શેર લગભગ 200 ટકા વધ્યો છે. આ કંપની મજબૂત વૃદ્ધિ કરી રહી છે અને શેર ભાવ 3800 રૂપિયા થવાની આગાહી કરવામાં આવી છે.
અદાણી એન્ટરપ્રાઇસ શેર કેમ વધી રહ્યો છે? ( Adani Enterprises Share)
અદાણી એન્ટપ્રાઇસનો શેર એક વર્ષથી ઓછા સમયમાં લગભગ 200 ટકા વધ્યો છે. કંપનીનો બિઝનેસ મજબૂત છે, બેલેન્સ શીટ સતત વધી રહી છે અને કેપેક્સ આગળ વધવા માટે નોંધપાત્ર અવકાશ છે. કંપની એરપોર્ટ, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર્સ, રોડ અને કોપરમાં નવા બિઝનેસનું નિર્માણ કરી રહી છે.

બ્રોકરેજ હાઉસ જેફરીઝ અદાણી ગ્રૂપની આ ફ્લેગશીપ કંપની વિશે બુલિસ વ્યૂ ધરાવે છે અને તેણે તેને આકર્ષક કેપેક્સ થીમ આધારિત સ્ટોક ગણાવ્યો છે. બ્રોકરેજે સ્ટોક માટે મોટો ટાર્ગેટ આપ્યો છે. 28 ફેબ્રુઆરી 2023ના રોજ શેર રૂ. 1103 પર હતો, જ્યારે 7 ફેબ્રુઆરી, 2024ના રોજ 3275 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો.
આકર્ષક કેપેક્સ સાયકલ થીમ
બ્રોકરેજ હાઉસ જેફરીઝે અદાણી એન્ટરપ્રાઈઝ (AEL)માં રૂ. 3800ના ટાર્ગેટ સાથે રોકાણ કરવાની સલાહ આપી છે અને તેને આકર્ષક કેપેક્સ સાયકલ થીમ ગણાવી છે. બ્રોકરેજ કહે છે કે અદાણી એન્ટરપ્રાઈઝ એ ભારતનું અગ્રણી બિઝનેસ ઈન્ક્યુબેટર છે, જેણે ઘણા ઉદ્યોગ-અગ્રણી વ્યવસાયોને સફળતાપૂર્વક સ્કેલ કર્યા છે અને તેને આગળ ધપાવ્યા છે. એરપોર્ટ અને ગ્રીન હાઇડ્રોજનના નવા બિઝનેસ સાથે, કંપનીનો EBITDA FY24-FY28 દરમિયાન લગભગ 3 ગણો વધવાની ધારણા છે. કંપની ન્યૂ એનર્જી/ સસ્ટેઇનબિલિટી, એરપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલાઈઝેશન અને ઇમ્પોર્ટ સબસ્ટીટ્યૂશનમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. આગામી દિવસોમાં અદાણી એન્ટરપ્રાઇસનો શેર રૂ.3800 સુધીનો ભાવ દેખાડી શકે છે.
મજબૂત ટ્રેક રેકોર્ડ
બ્રોકરેજ હાઉસ જેફરીઝના જણાવ્યા અનુસાર, જો આપણે અદાણી એન્ટરપ્રાઈઝ વિશે વાત કરીએ, તો તે ગૌતમ અદાણી જૂથની મુખ્ય કંપની છે અને શરૂઆતથી તેણે પોર્ટ, પાવર, સીજીડી, ટ્રાન્સમિશન અને એફએમસીજીમાં ઉદ્યોગ-અગ્રણી (સ્વ-નિર્ભર) વ્યવસાય વિકસાવ્યો છે. તેને લિસ્ટેડ કરાવ્યા છે છે, જેમાં ડિમર્જરનો પણ સમાવેશ થાય છે. કંપની એરપોર્ટ, ન્યુ એનર્જી/ગ્રીન હાઇડ્રોજન (GH2), ડેટા સેન્ટર્સ, હાઇવે અને કોપરમાં નવા બિઝનેસનું નિર્માણ કરી રહી છે, જેમાંથી કેટલાક આગામી દાયકામાં ડિમર્જર (વેલ્યુ અનલોકિંગ) પણ કરી શકે છે.

બેલેન્સ શીટ મજબૂત
બ્રોકરેજ હાઉસ જેફરીઝનું કહેવું છે કે કંપનીની બેલેન્સ શીટ મજબૂત છે અને કેપેક્સ વધવાની ધારણા છે. FY24-28 માં 5-7 અબજ ડોલર (FY24e: 3-3 થી 5 અબજ ડોલર)ની અપેક્ષા છે કારણ કે કંપની નવા બિઝનેસનું નિર્માણ કરે છે. અદાણી એન્ટરપ્રાઈઝ માટે ચોખ્ખું દેવું અને EBITDA (OI સહિત) FY14-18માં સરેરાશ 6x+ થી ઘટીને FY2023 માં 3.2x થઈ ગયું છે અને ફરીથી મૂડીપક્ષ માટે તૈયાર છે. જ્યારે નેટવર્થ અને EBITDA નજીકના ગાળામાં ફરી 6 ગણા સુધી પહોંચી શકે છે. વ્યાપાર સ્તરે ભંડોળ ઊભું કરવાની તકો આને આંશિક રીતે ઘટાડી શકે છે.
આ પણ વાંચો | IPO ઇન્વેસ્ટમેન્ટ પહેલા આ 5 બાબત ચકાસો પછી રોકાણ કરો, ઉંચા વળતરની સંભાવના વધી જશે
(Disclaimer : શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ gujarati.indianexpress.com ના અંગત મંતવ્યો નથી. બજાર જોખમોને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.)