scorecardresearch
Premium

AC Temperature: મે જૂન જુલાઈની ગરમીમાં એસી કેટલા ટેમ્પરેચર પર ચાલવુ જોઈએ? 99 ટકા લોકો નથી જાણતા

AC Temperature In Summer: એસી ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. જો કે કાળઝાળ ગરમીમાં એર કન્ડિશનર કેટલા ટેમ્પરેચર પર ચલાવવું જોઇએ તેના વિશે 99 ટકા લોકોને પુરતી જાણકારી હોતી નથી.

AC Temperature In Summer | AC Temperature | ac uses tips | air conditioner
AC Temperature In Summer : ઉનાળામાં એસીનું ટેમ્પરેચર યોગ્ય રીતે સેટ કરવાથી પુરતી ઠંડક મળે છે. (Photo: Freepik)

AC Temperature In Summer: એસી ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. ઉનાળાની ગરમીથી બચવા ઘર હોય કે ઓફિસ દરેક જગ્યા પર એર કન્ડિશનર વપરાય છે. પરંતુ શું તમે જાણો છો કે મે મહિનામાં તમારે કયા તાપમાને એસી ચલાવવું જોઈએ? જી હા, ગરમીથી બચવા માટે એર કંડીશનરનો ઉપયોગ કરનારા ઘણા લોકોને એ ખબર નથી હોતી કે એસી ચલાવવા માટે મોડરેટ તાપમાન ક્યું છે? હવે દરરોજ ગરમી વધી રહી છે ત્યારે એસીને કયા ટેમ્પરેચર પર સેટ કરવું તે જાણી લેવું જોઈએ જેથી તમને અસરકારક ઠંડક મળી શકે અને વીજળીનો ખર્ચ પણ ઓછો થાય.

જાણકારોના જણાવ્યા પ્રમાણે મે થી જુલાઈ વચ્ચે ગરમી તેની ચરમસીમા પર છે. દેશના વિવિધ ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે. અને આવા આકરા તડકા અને ગરમીમાં માત્ર એસી જ રાહત આપે છે. જો કે ઘણા લોકોને ખબર નથી હોતી કે આવા સમયે કયા તાપમાન પર એસી ચલાવવું જોઈએ.

એસી કેટલા ટેમ્પરેચર પર ચલાવવું જોઇએ?

વીજળી વિભાગ અને નિષ્ણાતોની સલાહ મુજબ એસીનું તાપમાન 22થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવું જોઈએ.

જો બહાર ખૂબ ગરમી હોય તો ધારો કે બહારનું તાપમાન 45 ડિગ્રી અને રૂમની અંદર 32 ડિગ્રી તાપમાન હોય તો એસીનું તાપમાન 23-24 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ. એટલે કે, ઓરડાના તાપમાન કરતા 8-9 ડિગ્રી ઓછું. આ તાપમાન જાળવવાથી માત્ર અસરકારક ઠંડક જ નહીં મળે, પરંતુ વીજ વપરાશમાં પણ ઘટાડો થશે.

એસીનું તાપમાન 1 ડિગ્રી ઘટાડવાથી વીજળીના બીલમાં કેટલો વધારો થશે?

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે એસીના તાપમાનમાં દર 1 ડિગ્રીનો ઘટાડો કરવાથી તમારા વીજળીના બિલમાં 5-10 ટકાનો વધારો થઈ શકે છે. એટલે કે, જો તમને લાગે કે 20-21 ડિગ્રીએ એસી ચલાવવાથી ઠંડક મળી રહી છે, પરંતુ લાંબા સમય સુધી આમ કરવાથી તમારા વીજળીના બિલનો ખર્ચ વધી શકે છે.

જો ઝડપી ઠંડક જોઈતી હોય તો શું કરવું?

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે એસી ચાલુ કર્યા બાદ તમારે તરત જ કારમાં ચાલતા પંખાની સ્પીડ ઓછી કરી દેવી જોઈએ. પંખાની હવા આખા રૂમમાં એસીથી આવતી શીતળતા ફેલાવે છે, જે ઝડપથી ઠંડક આપે છે અને એસી પર વધારાનું દબાણ નથી નાખતું.

થોડું ધ્યાન રાખવાથી પૈસાની બચત થશે

તમને જણાવી દઇયે કે, એસી યોગ્ય તાપમાન પર ચલાવવાથી ન માત્ર શરીર સ્વસ્થ રહે છે પરંતુ વીજળીનો વપરાશ પણ ઓછો થાય છે અને એસી લાંબા સમય સુધી સારી રીતે કામ કરે છે. એટલે ગરમીમાં રાહત મેળવવા માટે એસી ચલાવવું પૂરતું નથી, પરંતુ તેને યોગ્ય રીતે ચલાવવું જરૂરી છે.

Web Title: Ac temperature in may june july air conditioner uses tips in summer as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×