AC Safety Tips: ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. ઉનાળામાં લોકો ગરમીના પ્રકોપથી થોડી રાહત મેળવવા માટે પંખા, કૂલર અને એસીનો ઉપયોગ કરે છે. જેમા સૌથી અસરકારક છે એર કન્ડિશનર, જે રૂમનું ઠંડુ કરે છે. જો કે એસી વાપરતી વખતે બહુ સાવધાની રાખવી જોઇએ. એસીમાં બ્લાસ્ટ થવાની ઘણી ઘટનાઓ બને છે. આથી એસી ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. આ માટે એસી સતત લાંબા સમય સુધી ચાલુ રાખવાનો ટાળો અને વચ્ચે વચ્ચે થોડાક સમય માટે બંધ કરી દો.
આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે એસી ચલાવતી વખતે તમારે શું સાવધાની રાખવી જોઈએ. આ ઉપરાંત ટોપ-3 એરકન્ડિશનર વિશે પણ જે 55 ડિગ્રી ગરમીમાં પણ ખૂબ જ ઠંડક આપે છે.
એસી ચલાવતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?
- એક્સપર્ટ્સનું કહેવું છે કે જો વધારે ગરમી હોય અને એસી લાંબા સમય સુધી ચલાવવું જરૂરી હોય તો દર 2 કલાક 5 – 7 મિનિટ માટે બંધ કરી દો.
- જો કોમ્પ્રેસર વધારે પડતું ગરમ હોય અથવા વધારે પડતું ઘોંઘાટ કરતું હોય તો તરત જ સર્વિસ કરાવો.
- જો કોમ્પ્રેસર છત જેવી ખુલ્લી જગ્યા પર લગાવવામાં આવ્યું હોય તો તેને છાંયડાથી ઢાંકી દો.
- એસી યોગ્ય રીતે કામ કરે તે માટે સમયાંતરે ફિલ્ટર, ફેન અને સર્કિટની તપાસ કરવી જરૂરી છે.
એસીમાં સમસ્યા કેવી રીતે ઓળખવી
- જો તમારું એસી બરાબર ઠંડક નથી આપી રહ્યું તો ફેન કોઈ ખામી આવી શકે છે અથવા કોઈલ લીક થઈ રહી છે. ગેસ લીકેજના કારણે એસીનું કુલિંગ ઘટી જાય છે.
- જો એસી મોડ કામ ન કરતું હોય તો તેનો અર્થ એ છે કે સેન્સરમાં ખામી સર્જાઈ છે.
- એસી વધારે ગરમ થતું હોય તો સમજી લેવું કે એર સર્ક્યુલેશનમાં સમસ્યા છે અને ગરમી છોડવા માટે યોગ્ય જગ્યા નથી.
- જો તમને એસીમાં ઓછી ઠંડક, પાણી ન નીકળવું અને ડિવાઇસ ઓવરહિટિંગ જેવી સમસ્યાઓ થઈ રહી છે, તો તરત જ મિકેનિકને કોલ કરો અને સર્વિસ કરાવો. આ સમસ્યાઓને અવગણવાથી ગંભીર અકસ્માત થઈ શકે છે.
જો કે કાળઝાળ ગરમીથી બચવા માટે એસીનો ઉપયોગ જરૂરી છે, પરંતુ વધુ પડતા ઉપયોગ અને બેદરકારીના કારણે આ ડિવાઇસ ખતરનાક સાબિત થઇ શકે છે. તેથી એસીને યોગ્ય રીતે જાળવવું, ઉપયોગમાં સાવધાની રાખવી અને તેને સમયાંતરે બંધ રાખવું ખૂબ જરૂરી છે.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													