scorecardresearch
Premium

ITR filing with invalid PAN number : પાન કાર્ડ અમાન્ય થયા બાદ પણ આવા વ્યક્તિઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે, આવકવેરા વિભાગે કરી સ્પષ્ટતા

Aadhaar PAN Link and Income Tax Return Filing : આવકવેરા વિભાગે રદ થયેલા પાન કાર્ડથી કોણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે અને તેના શું પરિણામ આવશે જે અંગે સ્પષ્ટતા કરી છે. વર્ષ 2022-23 માટ આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, 2023 છે

PAN card | itr filing | income tax Return Filing | PAN Aadhaar Link
PAN card : ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે માન્ય પાન કાર્ડ જરૂરી છે.

Aadhaar PAN Link and ITR Filing Last date: આધાર-પાન લિંક તાજા સમાચાર (જુલાઈ 19): આધાર-પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી. જો કે હજુ પણ ઘણા એવા PAN ધારકો છે જેમણે તેમના આધારને PAN સાથે લિંક કરાવ્યું નથી અને તેમનું પાન કાર્ડ રદ અનવેલીડ એટલે કે રદ થઇ ગયુ છે. PAN કાર્ડ રદ થયા બાદ ઘણા એનઆરઇ (NRIs/OCI) એ તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર રદ કરવા અંગે ચિંતા વ્યક્ત કરતા પ્રશ્નો ઉઠાવ્યા હતા. છેવટે હવે આવકવેરા વિભાગે આ અંગે સ્પષ્ટતા આપતા નવા સૂચનો આપ્યા છે.

ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, બિન-નિવાસી ભારતીયો અને વિદેશી નાગરિકો એટલે કે એનઆરઆઇ જેમના PAN આધાર કાર્ડ સાથે લિંક ન કરવાને કારણે અમાન્ય થઈ ગયા છે, તેઓએ તેમના PANની માન્યતા મેળવવા માટે જ્યૂરિસ્ડિક્શન એસેસિંગ ઓફિસ (JAO) ને તેમના રેસિડેન્શિયલ સ્ટેટ્સના પુરાવા સબમિટ કરવા પડશે.

જે એનઆરઆઇ અને OCI એ કરવિભાગને તેમના રેસિડેન્શિયલ સ્ટેટસ સબમિટ કર્યા છે, તેમના માટે PAN અને આધાર લિંક કરવું જરૂરી નથી. જો કે, ઘણા NRIs એ ફરિયાદ કરી છે કે આધાર-PAN લિંક કરવાની 30 જૂનની સમયમર્યાદા પૂરી થયા પછી તેમનો PAN અમાન્ય થઈ ગયો છે.

આધાર-PAN લિંક અંગે આવકવેરા વિભાગની સ્પષ્ટતા

ઇન્કમ ટેક્સ વિભાગનું કહેવું છે કે જો કોઈ એનઆરઆઈએ છેલ્લા ત્રણ એસેસમેન્ટ વર્ષ કોઈપણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ફાઈલ કર્યું હોય, તો તેનું રેસિડેન્શિયલ સ્ટેટ્સ આઇટી વિભાગની પાસે જમા થઇ ગયુ છે અથવા જેમણ તેમનું રેસિડેન્શિયલ સ્ટેટસ જ્યુરિડિક્શનલ એસેસિંગ ઓફિસર (JAO)ને સબમિટ કર્યું છે.

માત્ર એવા જ એનઆરઆઇનું પાન કાર્ડ રદ થયા છે જેમણે ઉપરોક્ત બંનેમંથી એક પણ માપદંડ પૂરા કર્યા નથી.

પાન કાર્ડ રદ થાય તો NRIએ શું કરવું જોઈએ?

NRIs જેમના PAN કાર્ડ અમાન્ય થઈ ગયા છે તેઓએ તેમના સંબંધિત દસ્તાવેજો સાથે JAO ને તેમના રેસિડેન્શિયલ સ્ટેટસ સબમિટ કરવા જરૂરી છે. અને PAN ડેટાબેઝમાં તમારા રેસિડેન્શિયલ સ્ટેટ્સને અપડેટ કરવા વિનંતી કરો.

JAOની વિગતો ક્યાંથી મેળવશે?

ઇન્કમ ટેક્સ વિબાગના ઈ-ફાઈલિંગ પોર્ટલની લિક https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/knowYourAO પરથી JAOની માહિતી મેળવી શકાય છે.

કોના PAN કાર્ડ રદ થયા?

આવકવેરા વિભાગનું કહેવું છે કે OCI/વિદેશી નાગરિકો કે જેમણે રેસિડેન્ટ સ્ટેટસ હેઠળ PAN કાર્ડ માટે અરજી કરી છે અને તેમના JAO પાસ રેસિડેન્શિયલ સ્ટેટસ અપડેટ કર્યા નથી, તેમના PAN કાર્ડની માન્યતા રદ કરવામાં આવી છે. અથવા જે લોકોએ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં એક પણ ITR ફાઈલ નથી કર્યું, તેમના પાન કાર્ડ રદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પાન કાર્ડ – આધાર કાર્ડ લિંક નથી? તો ફિક્સ્ડ ડિપોઝિટ પર ઉંચો TDS કપાશે, જાણો શું છે ઇન્કમ ટેક્સનો નિયમ

શું ઇનવેલિડ PAN કાર્ડથી ફાઇલ કરાયેલું ITR રદ થઇ શકે?

આવકવેરા વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઇનવેલિડ PAN કાર્ડનો અર્થ અનએક્ટિવ PAN એવું નથી. જો PAN અમાન્ય હોય તો પણ વ્યક્તિ ITR ફાઇલ કરી શકે છે. જો કે, અમાન્ય PAN સાથે ITR ફાઇલ કરવાના કેટલાક પરિણામો આવશે.

  • અમાન્ય પાન કાર્ડથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી પેન્ડિંગ રિફંડ અને આવા રિફંડ પર મળતું વ્યાજ મળશે નહીં.
  • સેક્શન 206AA હેઠળ અનવેલિડ પાન કાર્ડ માટે ઉંચો ટીડીએસ કાપવામાં આવશે.
  • સેક્સન 206CC હેઠળ ઉંચા દરે ટીડીએસ વસૂલવામાં આવશે.

Web Title: Aadhaar pan link itr filing with invalid pan number income tax department

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×