scorecardresearch
Premium

આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો? જાણો પ્રોસેસ

Aadhaar Good Governance Portal : સરકારે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ શરૂ કર્યું છે. તેને ઓથો આધાર અથેંટિકેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે કરવામાં આવ્યું છે

aadhaar, aadhaar card
સરકારે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ શરૂ કર્યું (File Photo)

Aadhaar Good Governance Portal : સરકારે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ શરૂ કર્યું છે. તેને ઓથો આધાર અથેંટિકેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે કરવામાં આવ્યું છે. આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલથી આધાર અથેંટિકેશન રિક્વેસ્ટના પ્રોસેસને ઓટોમેટિક કરી દેવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા આધાર ગુડ ગર્વનન્સ પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે. સરકાર માને છે કે આધાર ગુડ ગર્વનન્સ પોર્ટલની મદદથી આધારને વધુ સરળ બનાવવામાં આવશે. આનાથી લોકોને આધાર સેવાઓની વધુ સારી પહોંચ મળશે.

આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ ફિચર્સ

આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ એવી સંસ્થાઓ માટે મદદરૂપ થશે જે આધાર અથેંટિકેશનની સુવિધાનો લાભ લેવા માંગે છે. સરકારે કસ્ટમર ફેસિંગ એપ્લિકેશનમાં ફેસ અથેંટિકેશન રજૂ કરવાનું પણ સૂચન કર્યું છે. આમાં આધાર સુરક્ષા વધારવા માટે OTP આધારિત અથેંટિકેશન પ્રક્રિયા ઘટાડવાની સૂચના આપવામાં આવી છે. દરેક જગ્યાએ બાયોમેટ્રિક-આધારિત અથેંટિકેશન લાગુ કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે ઇ-કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલના ફાયદા

  • આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ ઘણી જાહેર હિતની સેવાઓ માટે આધાર અથેંટિકેશનને સમર્થન આપે છે. સરકારી અને ખાનગી એજન્સીઓ બંનેને ઓળખ માટે આધારની સુલભતા સુનિશ્ચિત કરે છે.
  • આ પોર્ટલ દ્વારા આરોગ્ય કર્મીઓ દર્દીઓને વધુ ઝડપથી ઓળખી શકે છે.
  • આ શૈક્ષણિક અને એડમિશન પ્રક્રિયાને સરળ બનાવી દે છે. આ પ્રક્રિયાને સરળ અને વધુ સચોટ બનાવે છે.
  • ઓનલાઈન વ્યવહારોના કિસ્સામાં આધાર અથેંટિકેશન ઈ-કેવાયસીને સરળ બનાવે છે. આનાથી ઓનલાઈન છેતરપિંડી અટકાવવામાં મદદ મળશે.
  • બેંકો અને નાણાકીય સંસ્થાઓ આધાર અથેંટિકેશનનો ઉપયોગ કરી શકે છે.
  • આધારનો ઉપયોગ કર્મચારીઓની હાજરી અને HR માહિતીને પ્રમાણિત કરવા માટે થાય છે.

આ પણ વાંચો – બોસ નહીં, AI નક્કી કરશે તમારો પગાર વધશે કે નહીં? જાણો શું કહે છે રિપોર્ટ

આધાર ગુડ ગર્વનન્સ પોર્ટલ અથેંટિકેશન પ્રોસેસ

  • સૌ પ્રથમ swik.meity.gov.in પોર્ટલ પર ક્લિક કરો.
  • આ પછી તમારે રજિસ્ટર કરવું પડશે. આ પછી મંત્રાલય અને નામ સહિત અનેક પ્રકારની માહિતી દાખલ કરવી પડશે. પછી તમારે આધાર અથેંટિકેશન પછી રજિસ્ટર અને અપ્લાય ઓપ્શન પર ટેપ કરવું પડશે.
  • તો પછી આધાર અથેંટિકેશન શા માટે જરૂરી છે? તેને માન્ય કરવા માટે જરૂરી માહિતી પૂરી પાડે છે.
  • આ પોર્ટલ રેગ્યુલેટરી માર્ગદર્શિકા અનુસાર એપ્લિકેશન મેનેજ કરે છે, જે ફક્ત માન્ય સંસ્થાઓને જ ઍક્સેસની ખાતરી આપે છે.
  • મંજૂરી મળ્યા પછી તમે તમારી સિસ્ટમ્સ, એપ્સ અને સર્વિસિસમાં આધાર અથેંટિકેશન લાગુ કરી શકો છો.
  • આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ અનેક ક્ષેત્રોમાં અથેંટિકેશનને ઇનેબલ કરે છે.

આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ કોઇપણ સમયે અને કોઇપણ સ્થળેથી વ્યક્તિઓને વેરિફાઇન કરવાની મંજૂરી આપશે, જેનાથી વ્યક્તિઓ શારીરિક રીતે હાજર રહ્યા વિના પોતાને વેરિફાઇ કરી શકશે. સરકારી અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ તેમની સિસ્ટમ અને એપ્લિકેશનો માટે આધાર અથેંટિકેશન સેવાઓનો ઓર્ડર કરવા માટે પોર્ટલનો ઉપયોગ કરી શકે છે. આ પોર્ટલનો ઉપયોગ મફત છે. આધાર અથેંટિકેશનનો ઉપયોગ હવે ખાનગી સેક્ટર કરી શકે છે. ઈ-કોમર્સ, આરોગ્ય સેવા, નાણાકીય સેવા માટે ઉપલબ્ધ છે.

Web Title: Aadhaar good governance portal launched know ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×