Aadhaar Card Update Free Online: આધાર કાર્ડ સરકાર માન્ય એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંક, રાશન કાર્ડ, સિમ કાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ સહિત સરકારી સેવાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ બનાવ્યા બાદ સમાંયતરે તેને અપડેટ કરાવવું પણ જરૂરી છે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જુનું છે અથવા મકાન કે મોબાઇલ નંબર બદલ્યા છે તો આધાર કાર્ડ અપડેટ કરવવું પડશે.
જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી વધુ જુનું છે ઘરે બેઠાં મફતમાં ઓનલાઇન આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન નજીક આવી ગઇ છે. જો આ સમયસીમા ચૂકી ગયા તો ત્યારબાદ અપડેટ કરાવવા ચાર્જ ચૂકવવો પડશે. જાણો ઘરે બેઠા આધાર કાર્ડમાં એડ્રેસ પ્રુફ ઓનલાઈન બદલવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા.
નિયમિત આધાર કાર્ડ અપડેટ સચોટ વેરિફિકેશન, ચકાસણી, ઉત્કૃષ્ઠ સેવા અને સરળતાની ખાતરી આપે છે. જો કે આધાર કાર્ડની વિગતો અપડેટ કરવી ફરજિયાત નથી, UIDAI આધાર રેકોર્ડને અપ ટુ ડેટ રાખવા પર ભાર મૂકે છે. જો તમારું આધાર 10 વર્ષ પહેલા જારી કરવામાં આવ્યું હતું અને તેને ક્યારેય અપડેટ કરવામાં આવ્યું નથી, તો હવે તમે ઓળખ અને સરનામાના પુરાવા દસ્તાવેજો ઑનલાઇન અપલોડ કરી શકો છો.
Aadhaar Card Update Free Deadline : મફત આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન
આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા સરળ છે. સરકારે મફતમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવી છે. છેલ્લી વખત સપ્ટેમ્બર 2024માં UIDAI એ આધાર કાર્ડની વસ્તી વિષયક વિગતો જેમ કે ઓળખ અને સરનામાના પુરાવાના દસ્તાવેજો અપડેટ કરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર 2024 નક્કી કરી છે. એટલે કે હવે તમારી પાસે કોઇ પણ ચાર્જ ચૂકવ્યા વગર આધાર કાર્ડમાં ઓળખ અને સરનામાંની વિગત અપડેટ કરવા માટે ગણતરીના દિવસો બચ્યા છે. આનો અર્થ એ છે કે, હવે આધાર કાર્ડ ધારકો 14 ડિસેમ્બર સુધી તેમની ઓળખ અને સરનામા સંબંધિત દસ્તાવેજો કોઈપણ ફી વિના અપલોડ કરી શકશે.
આધાર કાર્ડ અપડેટ કરાવવું કેમ જરૂરી છે?
હાલમાં શાળામાં પ્રવેશથી લઈને પેન્શન મેળવવા સુધીની દરેક બાબતો માટે લોકો પાસેથી આધાર નંબર માંગવામાં આવી રહ્યો છે. જો કે, કેટલીક જગ્યાએ તે વૈકલ્પિક ફોટો આઈડી કાર્ડ છે. જો કે, આ મહત્વપૂર્ણ ફોટો ID બનાવતી વખતે સહાયક દસ્તાવેજો અને તેના રેકોર્ડ્સ અપડેટ રાખવા મહત્વપૂર્ણ છે.
આધાર કાર્ડ માટે ઓળખ અને સરનામા માટે અપડેટ કરાયેલ સહાયક દસ્તાવેજો તમને વધુ સારી અને વધુ સચોટ ચકાસણી સાથે વધુ સરળ રીતે જીવવા માટે સક્ષમ બનાવે છે. આવી સ્થિતિમાં, આધાર નંબર ધારકના હિતમાં છે કે તેઓ લેટેસ્ટ ઓળખ અને સરનામાના દસ્તાવેજો સબમિટ કરે.
આધાર કાર્ડ અપડેટ માટે ક્યા દસ્તાવેજની જરૂર પડશે
- રેશનકાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ પત્ર અને સરનામાનો પુરાવો જેમ કે રહેઠાણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ ઓળખ અને સરનામા બંનેના પુરાવા તરીકે માન્ય છે.
- PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળાની માર્કશીટ અથવા ફોટોગ્રાફ સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ અથવા સરકાર દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર – માત્ર ઓળખના પુરાવા તરીકે માન્ય છે.
- વીજળી/પાણી/ગેસ બિલ (છેલ્લા 3 મહિના), બેંક-પોસ્ટ ઓફિસ પાસબુક, ભાડું/લીઝ/લીવ અને લાઇસન્સ કરાર ફક્ત સરનામાના પુરાવા તરીકે માન્ય છે.
આધાર કાર્ડ અપડેટ કરવાની રીત
આધાર કાર્ડની વિગતો મફતમાં ઑનલાઇન અપડેટ કરી શકાય છે. તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અહીં જાણો
- UIDAI ની સત્તાવાર વેબસાઇટ myaadhaar.uidai.gov.in પર જાઓ .
- આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો
- Send OTP’ પર ક્લિક કરો અને તમારા લિંક કરેલ મોબાઇલ નંબર પર આવેલો OTP દાખલ કરો.
- હવે સ્ક્રીન પર દેખાતો પહેલો વિકલ્પ Document Update (ડોક્યુમેન્ટ અપડેટ) સિલેક્ટ કરો
- આગલા પેજ પર યોગ્ય વિકલ્પો પસંદ કરો અને Proceed (પ્રોસીડ) પર ક્લિક કરો
- તમે આગલા પૃષ્ઠ પર જરૂરી ફેરફારો કરી શકો છો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- દાખલ કરેલી વિગતો ચકાસો
- ફેરફારની રિક્વેસ્ટ સબમિટ કરો
- જો તમે સરનામું બદલવાની વિનંતી કરી હોય, તો તમે અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) દ્વારા રિક્વેસ્ટની સ્થિતિ ચકાસી શકો છો.
દસ્તાવેજો myAadhaar પોર્ટલ પર અથવા કોઈપણ આધાર સેન્ટરની મુલાકાત લઈને ઑનલાઇન સબમિટ કરી શકાય છે. જો કે, આધાર સેન્ટર પર સહાયક દસ્તાવેજો સબમિટ કરવા માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.