scorecardresearch
Premium

Aadhaar Card Update: આધાર કાર્ડમાં મફત અપડેટ કરવાની ડેડલાઈન 3 મહિના લંબાવાઇ, આવી રીતે ઘર બેઠાં ઓનલાઈન આધાર અપડેટ કરાવો

Aadhaar Card Free Update Deadline: UIDAIના જણાવ્યા અનુસાર હવે આધાર કાર્ડમાં અપડેટ કરવા માટે આગામી ત્રણ મહિના સુધી કોઇ ચાર્જ લાગશે નહીં. અહીંયા જણાવેલા પગલાં અનુસરી તમે ઘરે બેઠાં ઓનલાઈન આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકો છો તે પણ મફતમાં

Aadhaar card | Aadhaar card Center | Aadhaar card update | Update Aadhaar Card Online Free | Aadhaar card documents
ભારતમાં આધાર કાર્ડ એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયુ છે. (Express Photo)

How to Update Aadhaar Online Free: આધાર કાર્ડ અપડેટને લઇ એક મોટા સમાચાર આવ્યા છે. જો તમારે પણ આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે તો સમાચાર તમારી માટે બહુ ઉપયોગી બનશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) માય આધાર પોર્ટલ મારફતે આધાર કાર્ડની માહિતી અપડેટ કરવાની સમય મર્યાદાને એકવાર ફરી લંબાવી છે. હવે લોકો 14 માર્ચ, 2024 સુધીમાં આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકશે. આધાર કાર્ડમાં અપડેશન માટે આગામી ત્રણ મહિના સુધી કોઇ ચાર્જ લાગશે નહીં.

14 માર્ચ, 2024 સુધી આધાર કાર્ડમાં અપડેટ થશે (Aadhaar Card Update Deadline)

UIDAI એ 11 ડિસેમ્બર, 2023ના રોજ જારી એક ઓફિસ મેમોરેન્ડમ અનુસાર જનતાના પ્રતિસાદને ધ્યાનમાં રાખી ફ્રી અપડેશની સર્વિસ ત્રણ મહિના માટે લંબાવી દીધી છે. હવે લોકો આગામી ત્રણ મહિના સુધી એટલે કે 15 ડિસેમ્બર, 2023થી 14 માર્ચ, 2024 સુધી આધાર કાર્ડમાં મફત અપડેશન કરાવી શકશે. અપડેશનની આ પ્રક્રિયા myAadhaar પોર્ટલ મારફતે કોઇ ચાર્જ વગર થશે.

Aadhaar Card | Aadhaar Card Update | Aadhaar card serviece center | Mobile Number Link with Aadhaar Card | Aadhaar card UIDAI
આધાર કાર્ડ એ દેશના સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજો પૈકીનું એક છે. (Express Photo)

આધાર કાર્ડ બહુ મહત્વપૂર્ણ દસ્તાવેજ (Aadhaar Card Documents)

આજના સમયમાં આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતમાં હાલ દરેક સ્થળે અને ઘણી બધી કામગીરીમાં આધાર કાર્ડન જરૂર પડે છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવા, પાન કાર્ડ બનાવવા, મોબાઈલ સીમ ખરીદવા, પાસપોર્ટ બનાવવા, આયુષમાન કાર્ડ, મકાન- સંપત્તિ ખરીદવા સહિત ઘણા બધા કામોમાં આધાર કાર્ડ આવશ્યક દસ્તાવેજ છે. વિવિધ સરકારી યોજનાનો લાભ લેવવા માટે પણ આધાર કાર્ડની જરૂર પડે છે. જો આધાર કાર્ડ ખોવાઇ જાય અથવા આધાર કાર્ડમાં અપડેટ ન કરવામાં ન આવે તો ઘણા કામકાજ અટકી જાય છે.

ઘર બેઠાં આધાર કાર્ડને અપડેટ કરવાની ટીપ્સ ( Tips For Update Aadhaar Online Free)

આધાર કાર્ડને અપડેટ કરવા માટે સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ ખોલો
હવે આધાર કાર્ડનો વિકલ્પ પસંદ કરો
ઉદાહરણ તરીકે જો તમારે સરનામું અપડેટ કરવું છે તો અપડેટ એડ્રેસનો વિકલ્પ પસંદ કરો
હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો અને તમારા મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી દાખલ કરો
ત્યારબાદ ડોક્યુમેન્ટ અપડેટ (Documents Update)નો વિકલ્પ પસંદ કરો

આ પણ વાંચો | વોટર આઈડી કાર્ડ : ચૂંટણી કાર્ડમાં ફોટો હવે ઘરે બેઠા બદલાશે, જોઈલો સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતી

આગળ તમને આધાર સંબંધિત જાણકારી દેખાશે
તમામ માહિતી ચકાસો અને ત્યારબાદ એડ્રેસ અપડેટ કરવા માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો
ત્યારબાદ આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયાનો સ્વીકાર કરો
ત્યારબાદ તમને 14 નંબરનો અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) નંબર મળશે
આ URN નંબરથી તમે આધાર અપડેટની પ્રક્રિયાને ટ્રેક કરી શકશો.

Web Title: Aadhaar card free update deadline extended march 2024 uidai how to change address photo other details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×