Speed up your Android phone in Gujarati: સ્માર્ટફોન જીવન જરૂરી વસ્તુ બની ગઇ છે. ઘણા એન્ડોઇડ સ્માર્ટફોન યુઝર્સ સ્પીડ ઘટી જવાની કે સ્માર્ટફોન હેંગ થવાની ફરિયાદ કરતા હોય છે. સ્માર્ટફોનની સ્પીડ સ્લો થવાથી ઘણી વધુ મુશ્કેલીપડે છે. ઘણી વખત ફોન કોલ આવે ત્યારે પણ સ્માર્ટફોન હેંગ થઇ જાય છે, જેના કારણે ફોન બંધ કરીને ફરી ચાલુ કરવો પડે છે. આજે અમે તમને કેટલીક નવી અને લેટેસ્ટ ટિપ્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે તમારા જુના સ્માર્ટફોનની સ્પીડ વધારવામાં મદદ કરશે.
Smartphone Software Update : સ્માર્ટફોન સોફ્ટવેર અપડેટ કરો
સ્માર્ટફોન OS વર્ઝન સાથે આવે છે અને સમય સાથે સાથે તેના ઘણા લેટેસ્ટ અપડેટ આવે છે. જો યૂઝર્સ પોતાના સ્માર્ટફોનમાં જૂના વર્ઝનનો ઉપયોગ કરે તો સ્પીડ ધીમી થઇ જશે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સ્માર્ટફોનને કેવી રીતે અપડેટ કરી શકાય. આ માટે સ્માર્ટફોનના સેટિંગ્સમાં જાઓ અને ત્યાં જ અબાઉટ ફોનના ઓપ્શનમાં તમને ફોનને અપડેટ કરવાનો ઓપ્શન મળશે. ધ્યાનમાં રાખો કે આ ઓપ્શન અલગ અલગ પણ બદલાઈ શકે છે. સોફ્ટવેર અપડેટ કરવાથી સ્માર્ટફોનની સ્પીડ પહેલા કરતા વધી જાય છે.
Smarphone Apps Update : સ્માર્ટફોનની એપ્સ અપડેટ કરો
સ્માર્ટફોનને અપડેટ કરવાની સાથે, એક નિશ્ચિત સમયે તમારી એપ્લિકેશનોને અપડેટ કરતા રહો. ઘણી વખત એપ્સને અપડેટ ન કરવાને કારણે એપ્લિકેશન ધીમી પડી જાય છે, જે રિસ્પોન્સને ધીમી પાડે છે. એપના અપડેટ સાથે તેના બગ્સ ફિક્સ થઇ જાય છે અને નવા ફિચર્સ મળે છે. એપ્સને અપડેટ કરવા માટે, તમે ગૂગલ પ્લેસ્ટોર પર જઈને તમારી બધી એપ્લિકેશનોને એક સાથે અપડેટ પણ કરી શકો છો.
બિનજરૂરી એપ અને ફાઇલ ડિલિટ કરો
સ્માર્ટફોનમાં બિનજરૂરી એપ્લિકેશન અને ફાઇલ સ્ટોર કરવાના કારણે પણ સોફ્ટવેર સિસ્ટમ પર લોડ પડે છે. જેના કારણ સ્માર્ટફોનની સ્પીડ ધીમી થઇ જાય છે. આથી સ્માર્ટફોનમાં બિનજરૂરી એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં. કામ વગરની મોબાઇલ એપ્સ ડિલિટ કરો. ઉપરાંત સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલા બિનજરૂરી ફોટા, વિડિયો અને ડોક્યુમેન્ટ પણ ડિલિટ કરો. બિન જરૂરી એપ્સ અને ફાઇલ ડિલિટ કરવાથી સોફ્ટવેર પર લોડ ઓછો થશે અને સ્માર્ટફોન પહેલાની જેમ ઝડપી કામ કરશે.
મોબાઇલ એપ્લિકેશનના લાઇટ વર્ઝન વાપરો
સસ્તા અને એન્ટ્રી લેવલના સ્માર્ટફોનમાં ઓછી સ્ટોરેજ અને ઓછી રેમ હોય છે. આથી આવા સ્માર્ટફોન માટે એપ્લિકેશનના લાઇટ વર્ઝનનો ઉપયોગ કરો. જો કે દરેક એપનું લાઇટ વર્ઝન ઉપલબ્ધ નથી હોતું, પરંતુ જે એપ્સના લાઇટ વર્ઝન ઉપલબ્ધ છે તેના લાઇટ વર્ઝનનો ઉપયોગ કરવો જોઇએ.
સ્માર્ટફોન ફેક્ટરી રિ સેટ કરો
જો ઉપર જણાવેલી ટીપ્સ પછી પણ ફોનની સ્પીડ વધી ન હોય તો તમે છેલ્લે સ્માર્ટફોનને ફેક્ટરી રિસેટ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. જે તમામ બિન જરૂરી ફાઇલો, એપ્લિકેશન્સ અને ફોનમાંથી ઘણી વધુ સામગ્રીને કાઢી નાખશે. જો કે ફેક્ટરી રિસેટ કરવાની પહેલા તમારા સ્માર્ટફોનનું જરૂરી બેકઅપ લેવાનું ભૂલશો નહીં.