
વિશ્વ ક્રિકેટનો સૌથી પ્રખ્યાત સ્ટાર વિરાટ કોહલી કેપ્ટન્સી છોડ્યા બાદ તેની કારકિર્દીના મહત્વના તબક્કામાં છે. વિરાટ કોહલી 50 ઓવરના ફોર્મેટમાં શાનદાર પ્લેયર છે. આ વર્લ્ડ કપ તેને એક મોટા પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડવાની તક આપી રહ્યો છે. વિરાટ કોહલી હજુ પણ ઘણો ફિટ છે પરંતુ આ તેની છેલ્લી વન-ડે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ હોઈ શકે છે. વિરાટે 280 વન-ડેમાં 13027 રન બનાવ્યા છે. જેમાં 47 સદી અને 65 અડધી સદી ફટકારી છે. તેણે હાલમાં જ વન-ડેમાં 13 હજાર રન પુરા કરવાની સિદ્ધિ મેળવી છે. એશિયા કપમાં પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારીને પોતાના ફોર્મનો પરચો આપી દીધો છે. હવે તે સિનિયર બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. તેની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. તેનામાં કદાચ યુવરાજ સિંહ જેવી મોટી હિટ ફટકારવાની ક્ષમતા નથી. પરંતુ 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ દ્વારા શાનદાર રીતે ભજવવામાં આવેલી ભૂમિકાને ફરીથી ભજવવાનું તેના પર નિર્ભર રહેશે.
અન્ય એક વાત: હાલમાં ક્રિકેટ ટૂર વચ્ચે કોહલી ઘણીવાર પોતાની પત્ની સાથે વિવિધ આશ્રમોની આધ્યાત્મિક યાત્રાઓ પર જતો જોવા મળ્યો હતો.