Sharad Pawar (શરદ પવાર) : શરદ ગોવિંદરાવ પવાર જાણીતા રાજકીય નેતા છે. ભારતના રાજકારણમાં શરદ પવાર એક પાવરફુલ નેતા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રી તેમજ એનસીપીના વડા તરીકે પણ સરાહનીય કામગીરી જાણીતી છે. મહારાષ્ટ્રના એક કદાવર સહકારી નેતા તરીકે પણ એમનું ઘણું વર્ચસ્વ રહ્યું છે. રાજકારણમાં સક્રિય નેતા તરીકે તેઓ ઘણા વિવાદમાં પણ આવ્યા છે. રાષ્ટ્રીય નેતાગીરીમાં પણ તેઓ કદાવર નેતા તરીકે જાણીતા છે.